Ahmedabad: રીક્ષામાં બેસાડી લૂંટ કરતી ગેંગનો આતંક, શહેરમાં 3 લોકો લૂંટાયા

અમદાવાદના દાણીલીમડામાં 3 લોકોને લૂંટી લેવાયામુસાફર પાસેથી ચાંદીની વીંટી, 1000 રૂપિયા લૂંટી લેવાયા દાણીલીમડા પોલીસે વધુ તપાસ હાથ ધરી અમદાવાદ શહેરમાં હવે રીક્ષામાં એકલા મુસાફરી કરતા પહેલા ચેતજો, તમારી સાથે લુંટની ઘટના પણ બની શકે છે. શહેરમાં રીક્ષામાં બેસાડીને લૂંટ કરતી ગેંગનો આતંક વધી રહ્યો છે. ત્યારે શહેરમાં 3 લોકોને એક જ પ્રકારની મોડસ ઓપરેન્ડીથી લૂંટી લેવાયા છે. દાણીલીમડામાં 3 લોકોને લૂંટી લેવાયા દાણીલીમડામાં 3 લોકોને રીક્ષામાં બેસાડીને લૂંટી લેવામાં આવ્યા છે. છરી બતાવીને ત્રણેય પેસેન્જર પાસે લૂંટ ચલાવવામાં આવી છે. 18 વર્ષીય યુવકને રીક્ષામાં બેસાડીને છરી બતાવીને તેની પાસે રહેલો મોબાઈલ લૂંટી લેવામાં આવ્યો છે. ત્યારે અન્ય એક મુસાફર પાસેથી 300 રૂપિયા રોકડા અને ચાંદીની વીંટ અને કપડા સહિત મોબાઈલ પડાવી લેવામાં આવ્યો છે. 18 વર્ષીય યુવકનો મોબાઈલ લૂંટી લીધો જ્યારે અન્ય એક પેસેન્જરને પણ રીક્ષામાં છરીને બતાવીને તેની પાસેથી રૂપિયા 1000 રોકડા પડાવી લેવામાં આવ્યા છે. ત્યારે આ સમગ્ર મામલે દાણીલીમડા પોલીસે બે ગુના દાખલ કરીને આ ગેંગને ઝડપી લેવા માટે વધુ તપાસ હાથ ધરી છે અને ગેંગના સભ્યોને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ વીથ લૂંટની ઘટનાઓ પણ સામે આવી ચૂકી છે. જેમાં પોલીસે કડક કાર્યવાહી કરીને આરોપીઓને ઝડપી પાડ્યા છે. અમરેલીમાં ધોળા દિવસે લૂંટની ઘટના થોડા દિવસ પહેલા જ અમરેલી શહેરમાં નાના માર્કેટિંગ યાર્ડ પાસે આવેલી અંજલી સીડસ એન્ડ ફર્ટીલાઈઝર નામની દુકાનમાં ધોળા દિવસે લૂંટ ચલાવવામાં આવી હતી અને આ ઘટનામાં પોલીસે 4 વ્યક્તિને ગણતરીની કલાકોમાં ઝડપી પાડ્યા હતા. જુના માર્કેટ યાર્ડ સામે આવેલી અંજલી સીડસ એન્ડ ફર્ટીલાઈઝર નામની દુકાનમાં અજાણ્યા ઈસમો આવી પહોંચ્યા હતા અને સિમેન્ટની થેલી લેવાના બહાને વલ્લભભાઈને અંદર લઈ જઈ, દુકાનના કાઉન્ટરમાં રાખેલા રોકડા રૂપિયા 98,400ની ચીલ ઝડપ કરી હતી અને ત્યારબાદ વલ્લભભાઈને ધક્કો મારી પછાડી દઈને ઓટો રિક્ષામાં ચારેય ઈસમો ભાગી છુટ્યા હતા.

Ahmedabad: રીક્ષામાં બેસાડી લૂંટ કરતી ગેંગનો આતંક, શહેરમાં 3 લોકો લૂંટાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અમદાવાદના દાણીલીમડામાં 3 લોકોને લૂંટી લેવાયા
  • મુસાફર પાસેથી ચાંદીની વીંટી, 1000 રૂપિયા લૂંટી લેવાયા
  • દાણીલીમડા પોલીસે વધુ તપાસ હાથ ધરી

અમદાવાદ શહેરમાં હવે રીક્ષામાં એકલા મુસાફરી કરતા પહેલા ચેતજો, તમારી સાથે લુંટની ઘટના પણ બની શકે છે. શહેરમાં રીક્ષામાં બેસાડીને લૂંટ કરતી ગેંગનો આતંક વધી રહ્યો છે. ત્યારે શહેરમાં 3 લોકોને એક જ પ્રકારની મોડસ ઓપરેન્ડીથી લૂંટી લેવાયા છે.

દાણીલીમડામાં 3 લોકોને લૂંટી લેવાયા

દાણીલીમડામાં 3 લોકોને રીક્ષામાં બેસાડીને લૂંટી લેવામાં આવ્યા છે. છરી બતાવીને ત્રણેય પેસેન્જર પાસે લૂંટ ચલાવવામાં આવી છે. 18 વર્ષીય યુવકને રીક્ષામાં બેસાડીને છરી બતાવીને તેની પાસે રહેલો મોબાઈલ લૂંટી લેવામાં આવ્યો છે. ત્યારે અન્ય એક મુસાફર પાસેથી 300 રૂપિયા રોકડા અને ચાંદીની વીંટ અને કપડા સહિત મોબાઈલ પડાવી લેવામાં આવ્યો છે.

18 વર્ષીય યુવકનો મોબાઈલ લૂંટી લીધો

જ્યારે અન્ય એક પેસેન્જરને પણ રીક્ષામાં છરીને બતાવીને તેની પાસેથી રૂપિયા 1000 રોકડા પડાવી લેવામાં આવ્યા છે. ત્યારે આ સમગ્ર મામલે દાણીલીમડા પોલીસે બે ગુના દાખલ કરીને આ ગેંગને ઝડપી લેવા માટે વધુ તપાસ હાથ ધરી છે અને ગેંગના સભ્યોને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ વીથ લૂંટની ઘટનાઓ પણ સામે આવી ચૂકી છે. જેમાં પોલીસે કડક કાર્યવાહી કરીને આરોપીઓને ઝડપી પાડ્યા છે.

અમરેલીમાં ધોળા દિવસે લૂંટની ઘટના

થોડા દિવસ પહેલા જ અમરેલી શહેરમાં નાના માર્કેટિંગ યાર્ડ પાસે આવેલી અંજલી સીડસ એન્ડ ફર્ટીલાઈઝર નામની દુકાનમાં ધોળા દિવસે લૂંટ ચલાવવામાં આવી હતી અને આ ઘટનામાં પોલીસે 4 વ્યક્તિને ગણતરીની કલાકોમાં ઝડપી પાડ્યા હતા. જુના માર્કેટ યાર્ડ સામે આવેલી અંજલી સીડસ એન્ડ ફર્ટીલાઈઝર નામની દુકાનમાં અજાણ્યા ઈસમો આવી પહોંચ્યા હતા અને સિમેન્ટની થેલી લેવાના બહાને વલ્લભભાઈને અંદર લઈ જઈ, દુકાનના કાઉન્ટરમાં રાખેલા રોકડા રૂપિયા 98,400ની ચીલ ઝડપ કરી હતી અને ત્યારબાદ વલ્લભભાઈને ધક્કો મારી પછાડી દઈને ઓટો રિક્ષામાં ચારેય ઈસમો ભાગી છુટ્યા હતા.