Ahmedabad: રામોલથીવટવા GIDCતરફ જતોમચ્છુનગર ખારીકટ કેનાલનો જર્જરિત બ્રિજ વાહનવ્યવહાર માટે બંધ કરાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગંભીરા બ્રિજ ધરાશાયી થતાં હવે રાજ્યના વિવિધ બ્રિજના ટેસ્ટિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે.
જેમાં રામોલ ચોકીથી વટવા GIDC તરફ્ જતો મચ્છુનગર ખારીકટ કેનાલ ઉપરનો બ્રિજ જર્જરિત હોવાથી વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે. જેથી વટવા જી.આઈ.ડી.સી.ના ત્રિકમપુરા ચાર રસ્તાથી હાથીજણ લાલ ગેબી સર્કલ તરફ ડાઈવર્ઝન અપાયું છે. આ કારણે જીઆઈડીસી અને તેના આસપાસના વિસ્તારમાં આગામી દિવસમાં ભારે ટ્રાફિક રહેવાની સંભાવના છે.
આ માટે પોલીસ કમિશનરના જાહેરનામા અનુસાર, રામોલ ચોકીથી વટવા GIDC તરફ્નો મચ્છુનગર ખારીકટ કેનાલ ઉપરનો બ્રિજ ખૂબ જ જર્જરિત હાલતમાં છે. આ બ્રિજનાં બાંધકામને આશરે 50 વર્ષથી વધુ સમય થઈ ગયો છે. ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ (GIDC) અમદાવાદ દ્વારા નિષ્ણાતો પાસે બ્રિજની ચકાસણી કરવામાં આવી હતી. રિપોર્ટમાં સામે આવ્યું છે કે, આ બ્રિજ પર ભારે વાહનોની અવરજવર માટે સલામત નથી, તેથી ભારે તથા મધ્યમ પ્રકારનાં તમામ વાહનોની અવરજવર માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમજ ભારે તથા મધ્યમ પ્રકારનાં ભારવાહક તથા પેસેન્જર વાહનોની અવર-જવર માટે ડાઈવર્ઝન આપવામાં આવ્યા છે.
વાહનો માટે વૈકલ્પિક માર્ગ
વટવા GIDCના અંદરના ભાગેથી પસાર થઈને ત્રિકમપુરા ચાર રસ્તા તરફ્ નીકળી જમણી બાજુ વળી રામોલ ચોકી ચાર રસ્તા થઈને હાથીજણ (લાલ ગેબી સર્કલ) તરફ્ અવરજવર કરી શકાશે.
GIDC તરફ્ આવતાં વાહનો ત્રિકમપુરા ચાર રસ્તાથી ડાબી બાજુ વળી GIDC વટવા તરફ્ અવરજવર કરી શકશે.
What's Your Reaction?






