Ahmedabad: રફતારના રાક્ષસ તથ્ય પટેલને રહેવું પડશે જેલમાં, હાઈકોર્ટે જામીન અરજી ફગાવી

Dec 18, 2024 - 19:00
Ahmedabad: રફતારના રાક્ષસ તથ્ય પટેલને રહેવું પડશે જેલમાં, હાઈકોર્ટે જામીન અરજી ફગાવી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાત હાઈકોર્ટે રફતારના રાક્ષસ તથ્ય પટેલને રાહત આપવાનો ઈન્કાર કરી દીધો છે. આજે ગુજરાત હાઈકોર્ટમાં રેગ્યુલર જામીન અરજી તથ્ય પટેલ દ્વારા કરવામાં આવી હતી, જેને હાઈકોર્ટે ફગાવી દીધી છે અને કોઈ પણ પ્રકારની રાહત આપવાનો ઈન્કાર કરી દીધો છે.

હાઈકોર્ટે તથ્ય પટેલની જામીન અરજી ફગાવી

ગુજરાત હાઈકોર્ટે અવલોકન કરતા કહ્યું કે તથ્ય પટેલ જેલમાં રહેશે તો કાયદાનું ભાન થશે. જેલની મુક્તિથી કેસની તપાસમાં નુકસાન થતુ હોવાની રજુઆત હાઈકોર્ટમાં સરકારે કરી છે. કેસની તપાસ ચાલતી હોવાથી જામીન ન આપી શકાય તેવી સરકારે કહ્યું છે. ત્યારે સરકારની રજૂઆત પર હાઈકોર્ટે તથ્ય પટેલની જામીન અરજી ફગાવી દીધી છે.

શું હતો સમગ્ર મામલો, જાણો

આજથી દોઢ વર્ષ પહેલાં અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર પૂરપાટ ઝડપે કાર ચલાવીને 9 નિર્દોષ લોકોના મોતનું કારણ બનનાર નબીરા તથ્ય પટેલે આજે ફરી એકવાર હાઈકોર્ટમાં જામીન માટે અરજી કરી હતી, જેને કોર્ટે ફગાવી દીધી છે અને તથ્ય પટેલને ફરી એકવાર ઝટકો આપ્યો છે. રફ્તારનો રાક્ષસ તથ્ય પટેલ જેલમુક્ત થવા હવાતિયાં મારી રહ્યો છે પણ તેની કોઈ ચાલ સફળ થઈ રહી નથી. તમને જણાવી દઈએ કે અગાઉ ટ્રાયલ કોર્ટે પણ રફ્તારના રાક્ષસ તથ્ય પટેલને જામીન આપવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો હતો.

અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં અત્યાર સુધી કુલ 40 મુદ્દત પૂરી થઈ

તથ્ય પટેલની ડિસ્ચાર્જ અરજીની સુનાવણી ગુજરાત હાઇકોર્ટમાં છેલ્લા ઘણા સમયથી પડતર હોવાથી નીચલી કોર્ટમાં હજુ સુધી કેસ ચાલુ થઈ શક્યો નથી અને હવે દોઢ વર્ષ પૂર્ણ થવા આવી રહ્યું હોવા છતાં હજુ સુધી આ કેસ ઓપન થઈ શક્યો નથી અને 9 લોકોના ભોગ લેવાયા છે, તેમના પરિવારને હજુ સુધી એક રૂપિયાનું વળતર પણ મળ્યું નથી. ઉલ્લેખનીય છે કે તથ્ય પટેલના કેસમાં અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં અત્યાર સુધી કુલ 40 મુદ્દત પૂરી થઈ ચૂકી છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0