Ahmedabad :રથયાત્રામાં 3,500 ટુ-વ્હીલર અને 1,100 કારનું વેચાણ

કમિશનરનો કડક આદેશ છતાં નંબર પ્લેટ વગરનાં વાહનો વેચાયાંરાજ્યમાં 10 હજાર ટુ-વ્હીલર અને 2,500થી વધુ કારનું વેચાણ આજના શુભ મુર્હતમાં 50 લાખથી બે કરોડની 50 લક્ઝુરિયર્સ કારનું વેચાણ થયું રથયાત્રાના શુભમુર્હતમાં અમદાવાદમાં 3,500 ટુવ્હીલર અને 1100 કારનું વેચાણ થયું છે. જ્યારે રાજ્યમાં 10 હજાર ટુવ્હીલર અને 2,500થી વધુ કારનું વેચાણ થયું હોવાનો વાહન ડિલરોએ અંદાજ મુક્યો છે. વાહનવ્યવહાર કમિશનરનો કડક આદેશ છતાં નંબર પ્લેટ વગર નવા વાહનો વેચાયા છે. કેટલાક વાહન ડિલરોએ ટેકનીકલ કારણ અને ગ્રાહકોની જીદ આપીને આજે બુકિંગ કરાવનારને વાહનો વેચ્યા હોવાનું મનાય છે. પરંતુ ઉચ્ચ અધિકારીઓની સીધી રહેમનજર હોવાથી સ્થાનિક આરટીઓ પગલાં ભરાવાની શક્યતા નહિવત છે. વાહનવ્યવહાર વિભાગના નવા નિયમો મુજબ તહેવાર સહિત અન્ય કોઇ સારા પ્રસંગે નવું વાહન છોડાવવું હોય તો અગાઉથી વાહન રજિસ્ટ્રેશન કરાવું પડે છે. જેથી કરીને ડિલર નંબર પ્લેટ ફીટ કરીને જ વાહનની સમયસર ડિલિવરી કરી શકે. પરંતુ છેલ્લી ઘડીએ ટુવ્હીલર કે કાર લેવા આવેલા ગ્રાહકોને નંબર પ્લેટ વગર કેટલાક નવા વાહનોનું વેચાણ કરાયું હોવાનું વાહન ડિલરો તરફથી જાણવા મળ્યું છે. હવે વેચાણ થયેલા નવા વાહનોને CNA ફોર્મ ભરીને પસંદગીના નંબરોની યાદીમાં મૂકી દેશે. જેથી પસંદગીના નંબર માટે 60 દિવસનો સમય મળી શકશે. અમદાવાદમાં રવિવારે વિવિધ કંપનીઓના 80 હજારથી લઇ 1.50 લાખ સુધીની કિંમતના 3500થી વધુ નવા ટુવ્હીલર અને 50 લાખથી ઓછી કિંમતની અંદાજે 1100થી વધુ નવી કાર વેચાઇ છે. ગત વર્ષની સરખામણીમાં સામાન્ય ઘટાડો નોંધાયો છે. ઇલેક્ટ્રીક વ્હીકલના વેચાણમાં પણ થોડો ઘટાડો નોંધાયો છે. બીજીબાજુ ફાડાના આંકડા મુજબ જૂનમાં પેસેન્જર વાહન અને ટ્રેકટરના વેચાણમાં ઘટાડો નોંધાયો છે. છેલ્લા એક વર્ષમાં મોટાભાગના મહિનામાં ટ્રેકટરના વેચાણાં ઘટાડો નોંધાયો છે.મહત્ત્વનું છે કે, આજના શુભ મુર્હતમાં 50 લાખથી બે કરોડની 50 લક્ઝુરિયર્સ કારનું વેચાણ થયું છે. મોટાભાગની ડિલિવરી રથયાત્રાના દિવસે કરી દેવાઇ છે. જ્યારે કેટલાકે રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

Ahmedabad :રથયાત્રામાં 3,500 ટુ-વ્હીલર અને 1,100 કારનું વેચાણ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • કમિશનરનો કડક આદેશ છતાં નંબર પ્લેટ વગરનાં વાહનો વેચાયાં
  • રાજ્યમાં 10 હજાર ટુ-વ્હીલર અને 2,500થી વધુ કારનું વેચાણ
  • આજના શુભ મુર્હતમાં 50 લાખથી બે કરોડની 50 લક્ઝુરિયર્સ કારનું વેચાણ થયું

રથયાત્રાના શુભમુર્હતમાં અમદાવાદમાં 3,500 ટુવ્હીલર અને 1100 કારનું વેચાણ થયું છે. જ્યારે રાજ્યમાં 10 હજાર ટુવ્હીલર અને 2,500થી વધુ કારનું વેચાણ થયું હોવાનો વાહન ડિલરોએ અંદાજ મુક્યો છે. વાહનવ્યવહાર કમિશનરનો કડક આદેશ છતાં નંબર પ્લેટ વગર નવા વાહનો વેચાયા છે.

કેટલાક વાહન ડિલરોએ ટેકનીકલ કારણ અને ગ્રાહકોની જીદ આપીને આજે બુકિંગ કરાવનારને વાહનો વેચ્યા હોવાનું મનાય છે. પરંતુ ઉચ્ચ અધિકારીઓની સીધી રહેમનજર હોવાથી સ્થાનિક આરટીઓ પગલાં ભરાવાની શક્યતા નહિવત છે. વાહનવ્યવહાર વિભાગના નવા નિયમો મુજબ તહેવાર સહિત અન્ય કોઇ સારા પ્રસંગે નવું વાહન છોડાવવું હોય તો અગાઉથી વાહન રજિસ્ટ્રેશન કરાવું પડે છે. જેથી કરીને ડિલર નંબર પ્લેટ ફીટ કરીને જ વાહનની સમયસર ડિલિવરી કરી શકે. પરંતુ છેલ્લી ઘડીએ ટુવ્હીલર કે કાર લેવા આવેલા ગ્રાહકોને નંબર પ્લેટ વગર કેટલાક નવા વાહનોનું વેચાણ કરાયું હોવાનું વાહન ડિલરો તરફથી જાણવા મળ્યું છે. હવે વેચાણ થયેલા નવા વાહનોને CNA ફોર્મ ભરીને પસંદગીના નંબરોની યાદીમાં મૂકી દેશે. જેથી પસંદગીના નંબર માટે 60 દિવસનો સમય મળી શકશે. અમદાવાદમાં રવિવારે વિવિધ કંપનીઓના 80 હજારથી લઇ 1.50 લાખ સુધીની કિંમતના 3500થી વધુ નવા ટુવ્હીલર અને 50 લાખથી ઓછી કિંમતની અંદાજે 1100થી વધુ નવી કાર વેચાઇ છે.

ગત વર્ષની સરખામણીમાં સામાન્ય ઘટાડો નોંધાયો છે. ઇલેક્ટ્રીક વ્હીકલના વેચાણમાં પણ થોડો ઘટાડો નોંધાયો છે. બીજીબાજુ ફાડાના આંકડા મુજબ જૂનમાં પેસેન્જર વાહન અને ટ્રેકટરના વેચાણમાં ઘટાડો નોંધાયો છે. છેલ્લા એક વર્ષમાં મોટાભાગના મહિનામાં ટ્રેકટરના વેચાણાં ઘટાડો નોંધાયો છે.મહત્ત્વનું છે કે, આજના શુભ મુર્હતમાં 50 લાખથી બે કરોડની 50 લક્ઝુરિયર્સ કારનું વેચાણ થયું છે. મોટાભાગની ડિલિવરી રથયાત્રાના દિવસે કરી દેવાઇ છે. જ્યારે કેટલાકે રજિસ્ટ્રેશન કરાવ્યું છે.