Ahmedabad: મુસાફરો ભરેલી BRTS બસમાં લાગી આગ, મચી ગઈ ભારે દોડધામ

May 31, 2025 - 16:00
Ahmedabad: મુસાફરો ભરેલી BRTS બસમાં લાગી આગ, મચી ગઈ ભારે દોડધામ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદમાં ફરી એક વખત બસમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. અમદાવાદમાં મુસાફરો ભરેલી BRTS બસમાં આગ લાગવાની ઘટના બની છે. BRTSની ઈલેક્ટ્રીક બસમાં અચાનક આગ લાગી હતી. શહેરના આસ્ટોડીયા ચાર રસ્તા પાસે મુસાફરો ભરેલીમાં બસમાં અચાનક આગ ભભૂકતા લોકો ચિંતામાં આવી ગયા હતા. BRTS બસમાં આગ લાગતા મુસાફરોમાં ભારે દોડધામ મચી ગઈ હતી.

મુસાફરોને સહી સલામત બસમાંથી ઉતારી લેવાયા

જો કે BRTSની બસમાં આગની ઘટના બનતા જ બસમાંથી મુસાફરોને સહી સલામત ઉતારી લેવામાં આવ્યા હતા. ત્યારે બસમાં આગ લાગતા બસ ચાલક બસ મુકીને ફરાર થઈ ગયો હતો. સ્થાનિક લોકો મદદે આવ્યા હતા અને તાત્કાલિક ફાયર વિભાગમાં આ ઘટના વિશે જાણ કરી અને ફાયરની ટીમે પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. જો કે રાહતની વાત એ છે કે બસમાં આગ લાગવાની ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ કે કોઈને ઈજા પહોંચી નથી.

સુરતના પાલમાં ઈલેક્ટ્રીક બસમાં ધુમાડા નીકળ્યા

તમને જણાવી દઈએ સુરતમાં પણ 26 મેના રોજ એક ઈલેક્ટ્રીક બસમાં ધુમાડા નીકળવાની ઘટના સામે આવી હતી. શહેરના પાલ વિસ્તારમાં ઈલેક્ટ્રીક બસમાં ધુમાડા નીકળતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું. ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને આગને ભારે જહેમત બાદ કાબૂમાં લીધી હતી. બસમાં 10 બેટરીમાંથી બે બેટરી સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ હતી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0