Ahmedabad: મિલકતના બોગસ દસ્તાવેજ ઉભા કરી કરોડોની લોન લીધી, 2 આરોપીની ધરપકડ
અમદાવાદના વેપારીની પ્રોપર્ટી ખોટી રીતે બેન્કમાં જામીનદાર તરીકે મૂકી છેતરપિંડી કરનારા 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓએ બોગસ દસ્તાવેજ ઉભા કરી ફરિયાદીની કરોડો રૂપિયાની પ્રોપર્ટી બેન્કમાં મૂકી હતી. જેના આધારે કરોડોની લોન મેળવી ભરપાઈ ન કરતા મામલો સામે આવ્યો છે. જે અંગે આર્થિક ગુના નિવારણ શાખાએ ફરિયાદ નોંધી 2 આરોપીઓની ધરપકડ કરી છે.ખોટા દસ્તાવેજો અને ખોટી સહીઓ કરી તેમની પ્રોપર્ટી જામીનદાર તરીકે મૂકવામાં આવી અમદાવાદની આર્થિક ગુના નિવારણ શાખાએ 2 આરોપીઓ જય ચોટલીયા અને મિતેશ સંઘવીને ઝડપી લીધા છે. બંને આરોપીઓ રાજકોટમાં ટર્નરેસ્ટ રિસોર્સિસના નામે કંપની ધરાવી કોલસાનું વેચાણ કરે છે. બંને આરોપીઓએ અન્ય એક ફરાર આરોપી મનીષ ડાંગીની સાથે મળી ફરિયાદી કેશુભાઈ બોદરની રાજકોટમાં આવેલી કોમર્શિયલ પ્રોપર્ટી કાલુપુર કોમર્શિયલ કો-ઓપરેટીવ બેન્કમાં જામીનદાર તરીકે મૂકી, 64 કરોડની લોન મેળવી હતી. જે લોન માટે ફરિયાદીના નામના ખોટા દસ્તાવેજો અને ખોટી સહીઓ કરી તેમની પ્રોપર્ટી જામીનદાર તરીકે મૂકવામાં આવી હતી. જોકે આરોપીઓએ બેન્કના હપ્તા સમયસર ન ભરતા ફરિયાદીને બેન્ક દ્વારા નોટિસ મળી હતી. જે બાદ મામલો સામે આવતા ફરિયાદીએ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે. આ રીતે કૌભાંડનો પર્દાફાશ થયો ઝડપાયેલા 2 આરોપી જય અને મિતેશની પૂછપરછ કરતા સામે આવ્યું કે તે બંને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે અને રાજકોટમાં વ્યવસાય કરી રહ્યા છે. તેથી તેમની કંપનીમાં 4.20 કરોડના શેરનું વેચાણ કરી ફરિયાદી કેશુભાઈને રોકાણ કરાવ્યું હતું અને તે સમયે કેશુભાઈના મળેલા ડોક્યુમેન્ટનો અને સહીના નમૂનાના આધારે બેન્કમાંથી લોન લેવા માટે તેમને જામીનદાર બનાવી તેમની પ્રોપર્ટીના બનાવટી રેકોર્ડ બેન્કમાં જમા કરાવ્યા હતા. આરોપીઓએ 64 કરોડની મેળવેલી લોનમાંથી 7 કરોડ જમા પણ કરાવ્યા છે. પરંતુ બાકીના 52 કરોડ માટે બેન્કની નોટિસ ફરિયાદીના ઘરે આવતા આરોપીઓએ કરેલા કૌભાંડનો પર્દાફાશ થયો છે. ત્યારે પોલીસે દિશામાં તપાસ કરી રહી છે કે બેન્કના કોઈ કર્મચારીની સંડોવણી છે કે કેમ? આરોપીના ઘરેથી દારુ મળતા વધુ એક ગુનો દાખલ કરાયો મહત્વનું છે કે વર્ષ 2020માં લીધેલી લોન 2024માં પૂરી ન થતાં બેન્ક દ્વારા ઉઘરાણી શરૂ કરવામાં આવી હતી. જેની તપાસમાં આ હકીકત સામે આવી છે તો બીજી તરફ આરોપી જય ચોટલીયાના શીલજ ખાતેના ઘરે રેડ દરમિયાન દારૂ મળી આવતા તેની વિરુદ્ધ વધુ એક ગુનો બોપલ પોલીસ મથકે નોંધાયો છે. ત્યારે આરોપીઓની તપાસમાં શું નવા ખુલાસા થાય છે અને અન્ય કોની કોની સામે આવે છે તે જોવું મહત્વનું છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદના વેપારીની પ્રોપર્ટી ખોટી રીતે બેન્કમાં જામીનદાર તરીકે મૂકી છેતરપિંડી કરનારા 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓએ બોગસ દસ્તાવેજ ઉભા કરી ફરિયાદીની કરોડો રૂપિયાની પ્રોપર્ટી બેન્કમાં મૂકી હતી. જેના આધારે કરોડોની લોન મેળવી ભરપાઈ ન કરતા મામલો સામે આવ્યો છે. જે અંગે આર્થિક ગુના નિવારણ શાખાએ ફરિયાદ નોંધી 2 આરોપીઓની ધરપકડ કરી છે.
ખોટા દસ્તાવેજો અને ખોટી સહીઓ કરી તેમની પ્રોપર્ટી જામીનદાર તરીકે મૂકવામાં આવી
અમદાવાદની આર્થિક ગુના નિવારણ શાખાએ 2 આરોપીઓ જય ચોટલીયા અને મિતેશ સંઘવીને ઝડપી લીધા છે. બંને આરોપીઓ રાજકોટમાં ટર્નરેસ્ટ રિસોર્સિસના નામે કંપની ધરાવી કોલસાનું વેચાણ કરે છે. બંને આરોપીઓએ અન્ય એક ફરાર આરોપી મનીષ ડાંગીની સાથે મળી ફરિયાદી કેશુભાઈ બોદરની રાજકોટમાં આવેલી કોમર્શિયલ પ્રોપર્ટી કાલુપુર કોમર્શિયલ કો-ઓપરેટીવ બેન્કમાં જામીનદાર તરીકે મૂકી, 64 કરોડની લોન મેળવી હતી. જે લોન માટે ફરિયાદીના નામના ખોટા દસ્તાવેજો અને ખોટી સહીઓ કરી તેમની પ્રોપર્ટી જામીનદાર તરીકે મૂકવામાં આવી હતી. જોકે આરોપીઓએ બેન્કના હપ્તા સમયસર ન ભરતા ફરિયાદીને બેન્ક દ્વારા નોટિસ મળી હતી. જે બાદ મામલો સામે આવતા ફરિયાદીએ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે.
આ રીતે કૌભાંડનો પર્દાફાશ થયો
ઝડપાયેલા 2 આરોપી જય અને મિતેશની પૂછપરછ કરતા સામે આવ્યું કે તે બંને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે અને રાજકોટમાં વ્યવસાય કરી રહ્યા છે. તેથી તેમની કંપનીમાં 4.20 કરોડના શેરનું વેચાણ કરી ફરિયાદી કેશુભાઈને રોકાણ કરાવ્યું હતું અને તે સમયે કેશુભાઈના મળેલા ડોક્યુમેન્ટનો અને સહીના નમૂનાના આધારે બેન્કમાંથી લોન લેવા માટે તેમને જામીનદાર બનાવી તેમની પ્રોપર્ટીના બનાવટી રેકોર્ડ બેન્કમાં જમા કરાવ્યા હતા. આરોપીઓએ 64 કરોડની મેળવેલી લોનમાંથી 7 કરોડ જમા પણ કરાવ્યા છે. પરંતુ બાકીના 52 કરોડ માટે બેન્કની નોટિસ ફરિયાદીના ઘરે આવતા આરોપીઓએ કરેલા કૌભાંડનો પર્દાફાશ થયો છે. ત્યારે પોલીસે દિશામાં તપાસ કરી રહી છે કે બેન્કના કોઈ કર્મચારીની સંડોવણી છે કે કેમ?
આરોપીના ઘરેથી દારુ મળતા વધુ એક ગુનો દાખલ કરાયો
મહત્વનું છે કે વર્ષ 2020માં લીધેલી લોન 2024માં પૂરી ન થતાં બેન્ક દ્વારા ઉઘરાણી શરૂ કરવામાં આવી હતી. જેની તપાસમાં આ હકીકત સામે આવી છે તો બીજી તરફ આરોપી જય ચોટલીયાના શીલજ ખાતેના ઘરે રેડ દરમિયાન દારૂ મળી આવતા તેની વિરુદ્ધ વધુ એક ગુનો બોપલ પોલીસ મથકે નોંધાયો છે. ત્યારે આરોપીઓની તપાસમાં શું નવા ખુલાસા થાય છે અને અન્ય કોની કોની સામે આવે છે તે જોવું મહત્વનું છે.