Ahmedabad મંડળે સ્વચ્છતા પખવાડા અંતર્ગત રેલવે સ્ટેશનો-ટ્રેકની સ્વચ્છતા પર મૂક્યો ભાર

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળમાં 01 ઓક્ટોબર 2024થી 15 ઓક્ટોબર 2024 સુધી “સ્વચ્છતા પખવાડા”ની ઉજવણી કરવામાં આવી રહી છે. આ પખવાડિયા દરમિયાન રેલવે સ્ટેશનો અને રેલવે ટ્રેકની સફાઈ સંબંધિત વિવિધ પ્રવૃત્તિઓ સતત કરવામાં આવી રહી છે. 'સ્વચ્છ ટ્રેન'ની થીમ પર સફાઈ કરાઈ અમદાવાદ મંડળમાં 7 ઓક્ટોબર 2024ના રોજ 'સ્વચ્છ ટ્રેક'ની થીમ પર મંડળના તમામ મુખ્ય સ્ટેશનો પર રેલવે ટ્રેક અને સ્ટેશનોની વ્યાપક સફાઈ હાથ ધરવામાં આવી હતી. રેલવે ટ્રેકની આસપાસ ઉગેલું ઘાસ દૂર કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગટરને ચોક અપ ન થાય તે માટે પાટા વચ્ચેના નાળાની પણ સંપૂર્ણ સફાઈ કરવામાં આવી હતી. 5મી અને 6ઠ્ઠી ઓક્ટોબર 2024ના રોજ 'સ્વચ્છ ટ્રેન'ની થીમ પર મંડળમાં મશીનો વડે ટ્રેનો, અંદરના શૌચાલય અને કોચની સફાઈ કરવામાં આવી હતી. મુસાફરોને કચરો ડસ્ટબીનમાં નાખવા માટે પ્રોત્સાહિત કરાયા વાહનોમાંથી એકત્ર થતા પ્લાસ્ટિક અને અન્ય કચરાનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો હતો. મુસાફરોને યોગ્ય જગ્યાએ કચરો ડસ્ટબીનમાં નાખવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સ્ટેશન યાર્ડની સફાઈ કરવામાં આવી હતી. ટ્રેનના કોચમાં પાણીના નળના લીકેજની તપાસ કરવામાં આવી હતી અને તેને રિપેર કરવા માટે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી. પ્રદૂષણ રોકવા પર ભાર મૂકવામાં આવ્યો આ પખવાડિયા અંતર્ગત રેલવેને સ્વચ્છ રાખવા, સિંગલ યુઝ પોલિથીનનો ઉપયોગ ન કરવા અને પ્લાસ્ટિક પ્રદૂષણ રોકવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. રેલવે સ્ટેશન, ઓફિસ/રેલવે પરિસર, પ્લેટફોર્મ, ફૂટ બ્રિજ વગેરે જેવા સ્થળોએ ગંદકી ફેલાવનારાઓને સમજણ આપવામાં આવી રહી છે.

Ahmedabad મંડળે સ્વચ્છતા પખવાડા અંતર્ગત રેલવે સ્ટેશનો-ટ્રેકની સ્વચ્છતા પર મૂક્યો ભાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળમાં 01 ઓક્ટોબર 2024થી 15 ઓક્ટોબર 2024 સુધી “સ્વચ્છતા પખવાડા”ની ઉજવણી કરવામાં આવી રહી છે. આ પખવાડિયા દરમિયાન રેલવે સ્ટેશનો અને રેલવે ટ્રેકની સફાઈ સંબંધિત વિવિધ પ્રવૃત્તિઓ સતત કરવામાં આવી રહી છે.

'સ્વચ્છ ટ્રેન'ની થીમ પર સફાઈ કરાઈ

અમદાવાદ મંડળમાં 7 ઓક્ટોબર 2024ના રોજ 'સ્વચ્છ ટ્રેક'ની થીમ પર મંડળના તમામ મુખ્ય સ્ટેશનો પર રેલવે ટ્રેક અને સ્ટેશનોની વ્યાપક સફાઈ હાથ ધરવામાં આવી હતી. રેલવે ટ્રેકની આસપાસ ઉગેલું ઘાસ દૂર કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગટરને ચોક અપ ન થાય તે માટે પાટા વચ્ચેના નાળાની પણ સંપૂર્ણ સફાઈ કરવામાં આવી હતી. 5મી અને 6ઠ્ઠી ઓક્ટોબર 2024ના રોજ 'સ્વચ્છ ટ્રેન'ની થીમ પર મંડળમાં મશીનો વડે ટ્રેનો, અંદરના શૌચાલય અને કોચની સફાઈ કરવામાં આવી હતી.


મુસાફરોને કચરો ડસ્ટબીનમાં નાખવા માટે પ્રોત્સાહિત કરાયા

વાહનોમાંથી એકત્ર થતા પ્લાસ્ટિક અને અન્ય કચરાનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો હતો. મુસાફરોને યોગ્ય જગ્યાએ કચરો ડસ્ટબીનમાં નાખવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સ્ટેશન યાર્ડની સફાઈ કરવામાં આવી હતી. ટ્રેનના કોચમાં પાણીના નળના લીકેજની તપાસ કરવામાં આવી હતી અને તેને રિપેર કરવા માટે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી.

પ્રદૂષણ રોકવા પર ભાર મૂકવામાં આવ્યો

આ પખવાડિયા અંતર્ગત રેલવેને સ્વચ્છ રાખવા, સિંગલ યુઝ પોલિથીનનો ઉપયોગ ન કરવા અને પ્લાસ્ટિક પ્રદૂષણ રોકવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. રેલવે સ્ટેશન, ઓફિસ/રેલવે પરિસર, પ્લેટફોર્મ, ફૂટ બ્રિજ વગેરે જેવા સ્થળોએ ગંદકી ફેલાવનારાઓને સમજણ આપવામાં આવી રહી છે.