Ahmedabad: બાપુનગરમાં હાથમાં તલવાર સાથે પોલીસકર્મીઓને આપી ધમકી
અમદાવાદમાં લુખ્ખા તત્વોને જાણે પોલીસનો કોઈ ડર જ ન હોય તેવી સ્થિતિ બની છે. અનેકવાર અસામાજિક તત્વો હાથમાં હથિયારો સાથે ફરતા હોય તેવો વીડિયો વાયરલ થતાં હોય છે. આ ક્રમમાં હવે બાપુનગરની ઘટનાનો ઉમેરો થયો છે. વાસ્તવમાં અમદાવાદના રખિયાલ-બાપુનગરના મુખ્ય માર્ગ પર અસામાજિક તત્વોએ લોકોમાં ડર ફેલાવ્યો હતો. આ સાથે વીડિયોમાં આ લુખ્ખા તત્વો પોલીસને પણ છરીથી ધમકાવી રહ્યા હોય તેવો વિડીયો વાયરલ થયો છે. આ તરફ વાયરલ વીડિયોની વચ્ચે બાપુનગર પોલીસે અત્યાર સુધી બે લુખ્ખાઓની ધરપકડ પણ કરી છે. લુખ્ખા તત્વોએ પોલીસને તલવાર બતાવી અમદાવાદમાં અસામાજિક તત્વોનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યારે હવે આ ઇસમો પોલીસથી પણ ડરતાં ન હોય તેવો વીડિયો વાયરલ થયો છે. પહેલા જાહેરમાં હથિયારો સાથે વીડિયો વાયરલ થયા બાદ હવે આરોપીનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. જેમાં આરોપી પોલીસને તલવાર દ્ધારા ધમકાવતો હોવાનું દેખાઈ રહ્યું છે. આ તરફ પોલીસ કર્મચારીઓને ગાડીમાં બેસાડીને ભગાડતા હોય તેવો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ દરમિયાન પોલીસે આરોપી સમીર ઉર્ફે ચિકના મહેબૂબ મિયા શેખની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ત્રણ પોલીસ સ્ટેશનની ટીમ કામે લગાડી છે: ACP અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક વધતા જાહેર રોડ પર તલવારો સાથે આતંક મચાવ્યો. રખિયાલના ગરીબનગર પાસે લુખ્ખાઓનો આતંક જોવા મળ્યો હતો. તલવાર સાથે લોકોમાં ભય ફેલાવવાનો પ્રયાસ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. બાપુનગર પોલીસે એક શખ્સની અટકાયત કરી. રખિયાલ અને બાપુનગર પોલીસ મથકે ગુનો નોંધાયો છે. બન્ને પોલીસ મથકે ગુનો નોંધી તપાસ હાથ ધરી. આ મુદ્દે ACPએ જણાવ્યું કે, LCBની ટીમો પણ કામે લગાડી છે. 6 આરોપીઓ વિરુદ્ધમાં ગુનો દાખલ થયો છે. સમીર ઉર્ફે ચીકનાની ધરપકડ કરવામાં આવી. પોલીસે ગંભીરતાથી નોંધ લીધી છે. આરોપીના પરિજનોના ઘરે પણ તપાસ થશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદમાં લુખ્ખા તત્વોને જાણે પોલીસનો કોઈ ડર જ ન હોય તેવી સ્થિતિ બની છે. અનેકવાર અસામાજિક તત્વો હાથમાં હથિયારો સાથે ફરતા હોય તેવો વીડિયો વાયરલ થતાં હોય છે. આ ક્રમમાં હવે બાપુનગરની ઘટનાનો ઉમેરો થયો છે. વાસ્તવમાં અમદાવાદના રખિયાલ-બાપુનગરના મુખ્ય માર્ગ પર અસામાજિક તત્વોએ લોકોમાં ડર ફેલાવ્યો હતો. આ સાથે વીડિયોમાં આ લુખ્ખા તત્વો પોલીસને પણ છરીથી ધમકાવી રહ્યા હોય તેવો વિડીયો વાયરલ થયો છે. આ તરફ વાયરલ વીડિયોની વચ્ચે બાપુનગર પોલીસે અત્યાર સુધી બે લુખ્ખાઓની ધરપકડ પણ કરી છે.
લુખ્ખા તત્વોએ પોલીસને તલવાર બતાવી
અમદાવાદમાં અસામાજિક તત્વોનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યારે હવે આ ઇસમો પોલીસથી પણ ડરતાં ન હોય તેવો વીડિયો વાયરલ થયો છે. પહેલા જાહેરમાં હથિયારો સાથે વીડિયો વાયરલ થયા બાદ હવે આરોપીનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. જેમાં આરોપી પોલીસને તલવાર દ્ધારા ધમકાવતો હોવાનું દેખાઈ રહ્યું છે. આ તરફ પોલીસ કર્મચારીઓને ગાડીમાં બેસાડીને ભગાડતા હોય તેવો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ દરમિયાન પોલીસે આરોપી સમીર ઉર્ફે ચિકના મહેબૂબ મિયા શેખની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ત્રણ પોલીસ સ્ટેશનની ટીમ કામે લગાડી છે: ACP
અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક વધતા જાહેર રોડ પર તલવારો સાથે આતંક મચાવ્યો. રખિયાલના ગરીબનગર પાસે લુખ્ખાઓનો આતંક જોવા મળ્યો હતો. તલવાર સાથે લોકોમાં ભય ફેલાવવાનો પ્રયાસ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. બાપુનગર પોલીસે એક શખ્સની અટકાયત કરી. રખિયાલ અને બાપુનગર પોલીસ મથકે ગુનો નોંધાયો છે. બન્ને પોલીસ મથકે ગુનો નોંધી તપાસ હાથ ધરી. આ મુદ્દે ACPએ જણાવ્યું કે, LCBની ટીમો પણ કામે લગાડી છે. 6 આરોપીઓ વિરુદ્ધમાં ગુનો દાખલ થયો છે. સમીર ઉર્ફે ચીકનાની ધરપકડ કરવામાં આવી. પોલીસે ગંભીરતાથી નોંધ લીધી છે. આરોપીના પરિજનોના ઘરે પણ તપાસ થશે.