Ahmedabad: ફૂડ રજિસ્ટ્રેશન વગર ચાલતી ખાણીપીણી બજારો
અમદાવાદ શહેરમાં મોટાભાગના ફ્રૂટ, શાકભાજી, પાણીપૂરી, ચા, તૈયાર ફરસાણ, નાસ્તા બનાવનારાઓ ફૂડ રજિસ્ટ્રેશનનો પરવાનો લીધા વગર જ અને સબ સ્ટાન્ડર્ડ તેમજ અનસેફ ફૂડ વેચી જનઆરોગ્ય જોખમમાં મુકતા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે.ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આ અંગેની વિશેષ ઝૂંબેશ હાથ ધરીને જનઆરોગ્ય સાથે ચેડાં કરનારા તત્વો સામે પગલાં લેવા માટે લેખિતમાં માંગણી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.ફ્રૂટના વેપારીઓ નોન સ્ટાન્ડર્ડ વેક્સ લગાવી, આર્ટીફિશિયલ રીતે પકવી વેચી રહ્યાં હોવાની તેમજ શાકભાજી ઉત્પાદકો, વેપારીઓ જનઆરોગ્યને નુકસાન થાય તેવા પેસ્ટિસાઇડનો ઉપયોગ કરતા હોવાથી તેના સેમ્પલો ચકાસણી માટે લઇ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગણી કરાઇ છે. જાહેર તહેવારોમાં રજાના દિવસે પણ ગુજરાતમાં કંટ્રોલ રૂમ બનાવી ફૂડ અને ડ્રગ્સ ઓફિસો-ઇન્સ્પેક્ટરો તે દિવસોની ફરિયાદોમાં તાત્કાલિક સ્થળ તપાસણી કરે તેવી પણ માંગણી ઉઠી છે. અમદાવાદ શહેરમાં ઠેકઠેકાણે ખાણીપીણી બજારો ધમધમી રહી છે. મોટાભાગની લારીઓ કોઇપણ પ્રકારના રજિસ્ટ્રેશન વગર રોડ પર દબાણ કરી હલકી ગુણવત્તાવાળી ખાદ્યચીજવસ્તુઓ વેચી જનઆરોગ્ય જોખમમાં મુકી રહ્યા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ શહેરમાં મોટાભાગના ફ્રૂટ, શાકભાજી, પાણીપૂરી, ચા, તૈયાર ફરસાણ, નાસ્તા બનાવનારાઓ ફૂડ રજિસ્ટ્રેશનનો પરવાનો લીધા વગર જ અને સબ સ્ટાન્ડર્ડ તેમજ અનસેફ ફૂડ વેચી જનઆરોગ્ય જોખમમાં મુકતા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે.
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આ અંગેની વિશેષ ઝૂંબેશ હાથ ધરીને જનઆરોગ્ય સાથે ચેડાં કરનારા તત્વો સામે પગલાં લેવા માટે લેખિતમાં માંગણી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.ફ્રૂટના વેપારીઓ નોન સ્ટાન્ડર્ડ વેક્સ લગાવી, આર્ટીફિશિયલ રીતે પકવી વેચી રહ્યાં હોવાની તેમજ શાકભાજી ઉત્પાદકો, વેપારીઓ જનઆરોગ્યને નુકસાન થાય તેવા પેસ્ટિસાઇડનો ઉપયોગ કરતા હોવાથી તેના સેમ્પલો ચકાસણી માટે લઇ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગણી કરાઇ છે. જાહેર તહેવારોમાં રજાના દિવસે પણ ગુજરાતમાં કંટ્રોલ રૂમ બનાવી ફૂડ અને ડ્રગ્સ ઓફિસો-ઇન્સ્પેક્ટરો તે દિવસોની ફરિયાદોમાં તાત્કાલિક સ્થળ તપાસણી કરે તેવી પણ માંગણી ઉઠી છે.
અમદાવાદ શહેરમાં ઠેકઠેકાણે ખાણીપીણી બજારો ધમધમી રહી છે. મોટાભાગની લારીઓ કોઇપણ પ્રકારના રજિસ્ટ્રેશન વગર રોડ પર દબાણ કરી હલકી ગુણવત્તાવાળી ખાદ્યચીજવસ્તુઓ વેચી જનઆરોગ્ય જોખમમાં મુકી રહ્યા છે.