Ahmedabad : ફાર્મસી ફિલ્ડમાં આગળ વધવા માગતા વિદ્યાર્થીઓ ચિંતામાં મૂકાયા, જાણો કેમ
ધોરણ 12 સાયન્સનુ પરિણામ રાજ્ય સરકારે વહેલા તો જાહેર કર્યુ પણ તેનાથી વિદ્યાર્થીઓને ફાયદો થવાને બદલે નુકસાઈ થઈ રહ્યુ છે અને આ જ કારણથી રાજ્યના હજારો વિદ્યાર્થીઓ અને વાલીઓ ચિંતામાં મૂકાયા છે. વિધાર્થીઓ ચિંતામાં ધોરણ 12 સાયન્સના એ સ્ટ્રીમ અને બી સ્ટ્રીમના કેટલાક વિદ્યાર્થીઓએ એન્જીનિયરીંગમાં પ્રવેશ મેળવી લીધો છે જો કે જે વિદ્યાર્થીઓ ફાર્મર્સી ફિલ્ડમાં આગળ વધવા માંગે છે તેવા વિદ્યાર્થીઓ અને વાલીઓ ચિંતામાં મૂકાયા છે કારણ કે અન્ય ફિલ્ડમાં એક સત્ર પૂરૂ થવા આવ્યુ હોવા છતાં ફાર્મર્સીમાં હજુ સુધી પ્રવેશ પ્રક્રિયા જ શરુ કરવામાં આવી નથી.જેના કારણે વિધાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે.બેચલર કોર્સ માટે તો એડમિશન કમિટીએ બીજીવાર નોટિફિકેશન બહાર પાડ્યુ છે. એડમિશન લેટર આપી દેવામાં આવશે આ નોટિફિકેશન મુજબ 15 ઓક્ટોબર સુધીમાં વિદ્યાર્થીઓને વિવિધ કોલેજ તરફથી એડમિશન લેટર આપી દેવામાં આવશે.જો કે માસ્ટર ડિગ્રી માટે હજુ સુધી કોઈ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યુ નથી.જેથી બેચલર પૂર્ણ કરેલા વિદ્યાર્થીઓની પણ ચિંતામાં વધારો થયો છે.રાજ્યની 137 ડિપ્લોમા અને ડિગ્રીની ફાર્મર્સી કોલેજોએ દર વર્ષે ફાર્મર્સી કાઉન્સિલ પાસેથી મંજૂરી મેળવવાની હોય છે..આ મંજૂરી મેળવવાની પ્રક્રિયામાં વિલંબ થતા ફાર્મર્સી માટેની પ્રવેશ પ્રક્રિયા છેલ્લા કેટલાય સમયથી ખોરંભે ચડી હતી..જો કે હવે 18 ફાર્મર્સી કોલેજોને મંજૂરી મળતા પ્રવેશ પ્રક્રિયા શરુ કરવામાં આવી છે જે 15 ઓક્ટોબર સુઘી પૂર્ણ થશે..જો કે ફાર્મર્સીના વિદ્યાર્થીઓની પ્રવેશ પ્રક્રિયા મોડી શરુ થતા અભ્યાસક્રમને નિયત સમયમાં કેવી રીતે પૂર્ણ કરાશે તે ચિંતા વિદ્યાર્થીઓને સતાવી રહી છે.કોલેજોમાં 60 બેઠકોની મંજૂરી આપવામાં આવીરાજયમાં ફાર્મસી કોલેજોમાં પ્રવેશ માટે સમિતિ દ્વારા વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યા બાદ સળંગ ચાર વખત ચોઇસ ફિલિંગની મુદત લંબાવવાની જાહેરાત કરવામાં આવી છે. સૂત્રો કહે છે કાઉન્સિલ દ્વારા અનેક કોલેજોની મંજૂરી બાકી હોવાથી પ્રવેશનો કાર્યક્રમ શરૂ થઇ શકે તેમ નથી. જોકે, ફાર્મસીની અનેક જૂની કોલેજોની મંજૂરી બાકી છે આ સ્થિતિમાં કાઉન્સિલ દ્વારા તાજેતરમાં રાજયમાં 11 નવી ફાર્મસી કોલેજોને મંજૂરી આપવાની જાહેરાત કરી દેવામાં આવી છે. દરેક કોલેજોમાં 60 બેઠકોની મંજૂરી આપવામાં આવી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ધોરણ 12 સાયન્સનુ પરિણામ રાજ્ય સરકારે વહેલા તો જાહેર કર્યુ પણ તેનાથી વિદ્યાર્થીઓને ફાયદો થવાને બદલે નુકસાઈ થઈ રહ્યુ છે અને આ જ કારણથી રાજ્યના હજારો વિદ્યાર્થીઓ અને વાલીઓ ચિંતામાં મૂકાયા છે.
વિધાર્થીઓ ચિંતામાં
ધોરણ 12 સાયન્સના એ સ્ટ્રીમ અને બી સ્ટ્રીમના કેટલાક વિદ્યાર્થીઓએ એન્જીનિયરીંગમાં પ્રવેશ મેળવી લીધો છે જો કે જે વિદ્યાર્થીઓ ફાર્મર્સી ફિલ્ડમાં આગળ વધવા માંગે છે તેવા વિદ્યાર્થીઓ અને વાલીઓ ચિંતામાં મૂકાયા છે કારણ કે અન્ય ફિલ્ડમાં એક સત્ર પૂરૂ થવા આવ્યુ હોવા છતાં ફાર્મર્સીમાં હજુ સુધી પ્રવેશ પ્રક્રિયા જ શરુ કરવામાં આવી નથી.જેના કારણે વિધાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે.બેચલર કોર્સ માટે તો એડમિશન કમિટીએ બીજીવાર નોટિફિકેશન બહાર પાડ્યુ છે.
એડમિશન લેટર આપી દેવામાં આવશે
આ નોટિફિકેશન મુજબ 15 ઓક્ટોબર સુધીમાં વિદ્યાર્થીઓને વિવિધ કોલેજ તરફથી એડમિશન લેટર આપી દેવામાં આવશે.જો કે માસ્ટર ડિગ્રી માટે હજુ સુધી કોઈ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યુ નથી.જેથી બેચલર પૂર્ણ કરેલા વિદ્યાર્થીઓની પણ ચિંતામાં વધારો થયો છે.રાજ્યની 137 ડિપ્લોમા અને ડિગ્રીની ફાર્મર્સી કોલેજોએ દર વર્ષે ફાર્મર્સી કાઉન્સિલ પાસેથી મંજૂરી મેળવવાની હોય છે..આ મંજૂરી મેળવવાની પ્રક્રિયામાં વિલંબ થતા ફાર્મર્સી માટેની પ્રવેશ પ્રક્રિયા છેલ્લા કેટલાય સમયથી ખોરંભે ચડી હતી..જો કે હવે 18 ફાર્મર્સી કોલેજોને મંજૂરી મળતા પ્રવેશ પ્રક્રિયા શરુ કરવામાં આવી છે જે 15 ઓક્ટોબર સુઘી પૂર્ણ થશે..જો કે ફાર્મર્સીના વિદ્યાર્થીઓની પ્રવેશ પ્રક્રિયા મોડી શરુ થતા અભ્યાસક્રમને નિયત સમયમાં કેવી રીતે પૂર્ણ કરાશે તે ચિંતા વિદ્યાર્થીઓને સતાવી રહી છે.
કોલેજોમાં 60 બેઠકોની મંજૂરી આપવામાં આવી
રાજયમાં ફાર્મસી કોલેજોમાં પ્રવેશ માટે સમિતિ દ્વારા વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યા બાદ સળંગ ચાર વખત ચોઇસ ફિલિંગની મુદત લંબાવવાની જાહેરાત કરવામાં આવી છે. સૂત્રો કહે છે કાઉન્સિલ દ્વારા અનેક કોલેજોની મંજૂરી બાકી હોવાથી પ્રવેશનો કાર્યક્રમ શરૂ થઇ શકે તેમ નથી. જોકે, ફાર્મસીની અનેક જૂની કોલેજોની મંજૂરી બાકી છે આ સ્થિતિમાં કાઉન્સિલ દ્વારા તાજેતરમાં રાજયમાં 11 નવી ફાર્મસી કોલેજોને મંજૂરી આપવાની જાહેરાત કરી દેવામાં આવી છે. દરેક કોલેજોમાં 60 બેઠકોની મંજૂરી આપવામાં આવી છે.