Ahmedabad પોલીસના ઝોન-4માં આવતા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોમ્બિંગ નાઈટ હાથ ધરાઈ
અમદાવાદ શહેરમાં દિવસેને દિવસે ગુનાખોરી વધતી હોય તેમ લાગી રહ્યું છે,ત્યારે અમદાવાદ પોલીસના ઝોન-4 માં આવતા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ દ્રારા કોમ્બિંગ નાઈટ યોજવામાં આવી હતી,જેમાં અલગ-અલગ આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. કુલ 6 પોલીસ સ્ટેશનના પીઆઈ રહ્યાં હાજર અમદાવાદ શહેરમાં કુલ 7 પોલીસના ઝોન છે,જેમાં અમદાવાદ ઝોન 4 હેઠળ આવતા પોલીસ સ્ટેશનમાં અલગ-અલગ ગુનાઓ નોંધવામાં આવ્યા હતા જેમાં પોલીસે દારૂના અડ્ડા પર રેડ પણ કરી હતી અને પ્રોહીબીશનને લગતા કેસો પણ કર્યા હતા,સમગ્ર કોમ્બિગ દરમિયાન એનડીપીએસને લગતા એક પણ કેસ કરવામાં આવ્યા નથી. જાણો કયા પોલીસ સ્ટેશનમાં શુ ગુનો નોંધાયો ઝોન 4 માં દરિયાપુર,નરોડા,શાહીબાગ,સરદારનગર,મેઘાણીનગર,કૃષ્ણનગર,એરપોર્ટ પોલીસ સ્ટેશન આવે છે,જેમાં સરદાર નગરમાં સૌથી વધુ પ્રોહીબિશનના 12 કેસ કરવામાં આવ્યા છે.સરદાર નગરમાં 105 વાહન ચાલકોને ચેક પણ કરવામાં આવ્યા છે.તો બીજી તરફ એરપોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશનને લગતો એક પણ કેસ કરવામાં આવ્યો નથી. વહીવટદારની બદલી કરાઈ અમદાવાદ શહેરમાં ક્રાઈમ રેટ ઘટાડવા માટે બદલીનો દોર શરૂ કરાયો છે. અમદાવાદ શહેરમાં વહીવટ કરતા 13 પોલીસ કર્મચારીઓની અમદાવાદ બહાર જિલ્લાઓમાં બદલીના કમિશનરે આદેશ આપ્યા છે. વહીવટી કારણોસર રાજેન્દ્રસિંહ અજીતસિંહ ગોહિલની તાપી, કેયુર ધીરુભાઈ બારોટની જૂનાગઢ, સિરાજ રજાક મન્સુરીની પોરબંદર, હરવિજયસિંહ ચાવડાની અમરેલી, જગદીશ પટેલની પશ્ચિમ કચ્છ ભુજ અને મહેન્દ્રસિંહ દરબારની જામનગર સહિત 13 વહીવટદારોની બદલી કરાઈ છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -