Ahmedabad : નહેરુનગર ફાયરિંગ કેસ, નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણની લક્ઝુરિયસ ઓડી કારનું હરિયાણા કનેક્શન ખુલ્યું

Jun 2, 2026 - 10:30
Ahmedabad : નહેરુનગર ફાયરિંગ કેસ, નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણની લક્ઝુરિયસ ઓડી કારનું હરિયાણા કનેક્શન ખુલ્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદના નહેરુનગર વિસ્તારમાં ચકચારી બનેલા ફાયરિંગ કેસ બાદ હવે પોલીસ તપાસનો ધમધમાટ અત્યંત તેજ બની ગયો છે. 5 રાઉન્ડ ગોળીબાર કરનાર નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણ સામે ગુનો નોંધાયા બાદ હવે તેમની કમાણી અને કરોડોના શંકાસ્પદ આર્થિક વ્યવહારો પર પોલીસે સકંજો કસ્યો છે. આ કેસની તપાસ કરી રહેલી સેટેલાઈટ પોલીસ હવે અશોકસિંહના બેંકિંગ ટ્રાન્ઝેક્શન અને ગુપ્ત મિલકતોના મૂળ સુધી પહોંચવા માટે આક્રમક મૂડમાં આવી ગઈ છે.

નિવૃત્ત અધિકારીની વૈભવી ઓડી કાર

પોલીસ તપાસમાં સૌથી મોટો અને ચોંકાવનારો ખુલાસો નિવૃત્ત અધિકારીની વૈભવી ઓડી કારને લઈને થયો છે. વર્ષ ૨૦૨૧માં ખરીદાયેલી આ લક્ઝુરિયસ કાર સેકન્ડ ઓનર તરીકે ગુડગાંવ (હરિયાણા) ના એડ્રેસ પર નોંધાયેલી હોવાનું સામે આવ્યું છે.

સુરત ટ્રાફિક એસીપી હતા

ચોંકાવનારી વાત એ છે કે, વર્ષ 2021માં જ્યારે આ ગાડી હરિયાણાના સરનામે ખરીદવામાં આવી, તે સમયે અશોકસિંહ ચૌહાણ સુરત પોલીસમાં ટ્રાફિક ACP તરીકે ફરજ બજાવી રહ્યા હતા. ગુજરાતમાં સરકારી નોકરીમાં ઉચ્ચ હોદ્દા પર હોવા છતાં, હરિયાણાના એડ્રેસ પર સેકન્ડ ઓનર કારની નોંધણી કયા હેતુથી અને કેવી રીતે કરાઈ તે દિશામાં પોલીસે તપાસ કેન્દ્રિત કરી છે. આ મામલે સેટેલાઈટ પોલીસે હરિયાણા RTO પાસેથી કાર સંબંધિત તમામ ટેકનિકલ વિગતો મંગાવી છે. ટ્રાન્ઝેક્શનની હિસ્ટ્રી ચેક

આ લક્ઝરી કાર ઉપરાંત, નિવૃત્ત DySPની કમાણીના સ્ત્રોત તપાસવા માટે પોલીસે હવે ઈન્કમ ટેક્સ (IT) અને તેમના તમામ બેંક એકાઉન્ટ્સના ટ્રાન્ઝેક્શનની હિસ્ટ્રી ચેક કરવાનું શરૂ કરી દીધું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ફાયરિંગની આ ઘટના પાછળ કોઈ મોટો આર્થિક વિવાદ હોવાની પૂરેપૂરી શક્યતા છે. મિલકતોની પણ તપાસ

અશોકસિંહ ચૌહાણ તેમજ તેમના સંતાનોના નામે ખરીદાયેલી જમીનો, મોંઘી મિલકતો અને રીઅલ એસ્ટેટના રોકાણોની વિગતો પણ એકત્રિત કરવામાં આવી રહી છે. આગામી દિવસોમાં આ કેસમાં બેનામી સંપત્તિના અનેક મોટા ખુલાસા થવાની સંભાવના સેવાઈ રહી છે.


આ પણ વાંચો----     Gujarat Latest News LIVE : અમદાવાદમાં 14.16 કરોડનું મેથામ્ફેટામાઇન ડ્રગ્સ ઝડપાયું, મુંબઈના સાજીદ શેખની ધરપકડ

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0