Ahmedabad: નવા વાડજમાં મહિલા PSI અને ભાજપ કોર્પોરેટર વચ્ચે બબાલ; ઘરે જઈ ઝપાઝપી કર્યાના આક્ષેપ સાથે વિરાટ પુરોહિત સામે અરજી

Nov 13, 2026 - 11:30
Ahmedabad: નવા વાડજમાં મહિલા PSI અને ભાજપ કોર્પોરેટર વચ્ચે બબાલ; ઘરે જઈ ઝપાઝપી કર્યાના આક્ષેપ સાથે વિરાટ પુરોહિત સામે અરજી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ શહેરના નવા વાડજ વિસ્તારમાં ફટાકડા ફોડવા જેવી સામાન્ય બાબતે થયેલી તકરારે મોટું રાજકીય અને પોલીસ વિવાદનું સ્વરૂપ ધારણ કરી લીધું છે. વાડજ પોલીસ સ્ટેશનની હદમાં રહેતા મહિલા પી.એસ.આઈ. (PSI) ચુડાસમાએ સ્થાનિક ભાજપ કોર્પોરેટર વિરાટ પુરોહિત અને તેમના સાગરીતો સામે ગંભીર આક્ષેપો સાથે વાડજ પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી છે.

નવા વાડજમાં સામાન્ય બાબતે તકરાર

મહિલા PSIનો આક્ષેપ છે કે કોર્પોરેટર અને તેમના સાગરીતોએ તેમના ઘરે આવીને ગેરવર્તણૂક કરી ઝપાઝપી કરી હતી. આ સમગ્ર મામલે સોસાયટીના સીસીટીવી (CCTV) ફૂટેજ પણ સામે આવ્યા છે, જ્યારે બીજી તરફ ભાજપ કોર્પોરેટરે પોતાના પર લાગેલા તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવી ફગાવી દીધા છે અને સામસામે પોલીસ અરજીઓ થતાં મામલો ગરમાયો છે.

ફટાકડાથી ગાડીને નુકસાન થતાં વણસ્યો વિવાદ

નવા વાડજ સ્થિત સોસાયટીમાં ફટાકડા ફોડ્યા બાદ ગાડીને નુકસાન થવા બાબતે બોલાચાલી શરૂ થઈ હતી, જેણે ઉગ્ર ઝઘડાનું સ્વરૂપ લીધું હતું. મહિલા PSI ચુડાસમા પોતાની દીકરી સાથે ઘરમાં એકલા રહે છે. તેમણે આક્ષેપ કર્યો છે કે સ્થાનિક ભાજપ કોર્પોરેટર વિરાટ પુરોહિત અને તેમના સાગરીતોએ ઘરે આવીને દાદાગીરી કરી ગેરવર્તણૂક અને ઝપાઝપી કરી હતી.ઘટના બાદ મહિલા PSIએ તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમ (112) પર ફોન કરીને મદદ બોલાવી હતી અને ઈજા કે માનસિક આઘાતને પગલે સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા.PSIએ 112 પર ફોન કરીને મદદ બોલાવી

 સોસાયટીમાં થયેલી બબાલના CCTV ફૂટેજ સામે આવ્યા છે. વાડજ પોલીસ સ્ટેશનમાં કોર્પોરેટર વિરાટ પુરોહિત અને તેમના સાગરીતો સામે અરજી આપવામાં આવી છે, તો સામે પક્ષે પણ અરજી થતાં પોલીસે તપાસ હાથ ધરી છે.આ સમગ્ર વિવાદ અંગે ભાજપ કોર્પોરેટર વિરાટ પુરોહિતે પોતાનો પક્ષ રજૂ કરતાં જણાવ્યું છે કે તેમના પર લગાવવામાં આવેલા ઝપાઝપી અને ગેરવર્તણૂકના તમામ આક્ષેપો તદ્દન પાયાવિહોણા અને ખોટા છે.

કોર્પોરેટર વિરાટ પુરોહિતે કહ્યું- 'CCTVમાં હું ક્યાંય ઝપાઝપીમાં નથી

મહિલા PSI દ્વારા કરાયેલા આક્ષેપો બાદ, આજે ભાજપ કોર્પોરેટર વિરાટ પુરોહિત તેમજ આ કેસમાં સંડોવાયેલા સોસાયટીના રહીશો દેવાંગ પટેલ અને હિરલ પટેલે મીડિયા સમક્ષ આવીને પોતાના નિવેદનો આપ્યા છે અને તમામ આક્ષેપોને ફગાવી દીધા છે. બીજી તરફ, મહિલા PSIએ હજુ સુધી સત્તાવાર ફરિયાદ ન લેવાઈ હોવાનો દાવો કર્યો છે, જોકે ગઈકાલે પાટા બાંધેલી હાલતમાં ફોટો સામે આવ્યા બાદ આજે તેઓ જાતે કાર ચલાવીને (સેલ્ફ ડ્રાઈવ) જતા જોવા મળતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે.

આ પણ વાંચો: Ahmedabad: એરપોર્ટથી ગાંધીનગર સુધી PM મોદીના ભવ્ય સ્વાગતની તૈયારીઓ! રાજભવનમાં રાત્રિ રોકાણ અને મંત્રીઓ સાથે ખાસ બેઠક

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0