Ahmedabad: નવરાત્રિ પહેલાં રસ્તા રિસરફેસ કરો, હેલ્મેટના નિયમોનું કડક પાલન કરાવો

પાંજરાપોળથી આઇઆઇએમ સુધી ફ્લાયઓવરના સૂચિત પ્રોજેકટ, ટ્રાફ્કિ અને વધતા જતા અક્સ્માતો મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં થયેલી જાહેરહિતની રિટમાં આજે ચીફ્ જસ્ટિસ સુનિતા અગ્રવાલની ખંડપીઠે ફરી એકવાર નવરાત્રિ પહેલાં ટુ વ્હીલર વાહનચાલકો માટે હેલ્મેટ ફરજિયાતપણે પહેરવાના નિયમોનું પાલન કરાવવા રાજય સરકારને કડક નિર્દેશ કર્યો છે.હાઇકોર્ટે એમ પણ જણાવ્યું કે, જ દ્વિચક્રી વાહનચાલકો ત્રણ વખત હેલ્મેટના નિયમોનો ભંગ કરતાં પકડાય તો પછી આવા વાહનચાલકોનું લાઇસન્સ રદ કે સસ્પેન્ડ થવા જોઇએ. હાઇકોર્ટે નવરાત્રિ પહેલાં અમદાવાદ શહેરના રોડ-રસ્તાઓ રિસરફેસ કરવા અને હેલ્મેટના નિયમોનું પાલન કરાવવા સાફ્ શબ્દોમાં જણાવ્યું હતું. હાઇકોર્ટે કેસની વધુ સુનાવણી તા.4 ઓકટોબરે રાખી હતી કે જેથી નવરાત્રિ પહેલાં કેટલું કામ થયુ તેનું વિશ્લેષણ કરી શકાય. આજે કેસની સુનાવણીના પ્રારંભમાં જ ચીફ્ જસ્ટિસ સુનિતા અગ્રવાલે સરકારપક્ષને માર્મિક ટકોર કરી હતી કે, અગાઉ હાઇકોર્ટે સ્પષ્ટ નિર્દેશ આપ્યા હોવા છતાં હેલ્મેટના નિયમોનું કડકાઇથી પાલન કરાયુ નથી. હવે નવરાત્રિ આવશે એટલે એવી માંગણી આવશે કે, નવરાત્રિ દરમ્યાન હેલ્મેટ પહેરવાના નિયમો હળવા કરો. પરંતુ નવરાત્રિના સમય દરમ્યાન જ સૌથી વધારે અકસ્માત નોંધાતા હોય છે. ગત વર્ષે પણ જોવામાં આવ્યું હતું કે, નવરાત્રિના સમય રમ્યાન જ અકસ્માત અને મેડિકલ ઇમરજન્સીની ઘટનાઓ નોંધપાત્ર રીતે બની હતી. નાગરિકો હેલ્મેટ પહેરે તેને લઇને સરકાર અને તંત્રએ જાગૃતિ અને ઝુંબેશ ચલાવવી જોઇએ અને જો હેલ્મેટ વગર કે ટ્રાફ્કિના નિયમોનો ભંગ કરતાં ઝડપાય તો તેમનું લાઇસન્સ સસ્પેન્ડ કે રદ કરવું જોઇએ. બાકી આ નિયમો કોઇ ગણકારે તેમ નથી. નવરાત્રિ પહેલાં હેલ્મેટના નિયમોનું પાલન થવુ જોઇએ. હાઈકોર્ટે સરકારને સૂચન કર્યું હતું કે, કોઈપણ વાહનચાલક ટ્રાફ્કિના નિયમોનું ત્રણ વખત ઉલ્લંઘન કરે એટલે તેનું લાઇસન્સ ત્રણ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવે, ત્યારબાદ ઉલ્લંઘન બદલ છ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવે. એ પછી પણ જો વાહનચાલક ટ્રાફ્કિ નિયમોનું ઉલ્લંઘન કરે તો કાયમ માટે તેનું લાઇસન્સ સસ્પેન્ડ કે રદ કરવામાં આવે. ઓલિમ્પિકની તૈયારીઓ તો ઠીક છે પણ વર્તમાન સમસ્યાને પ્રાથમિકતા આપો' સરકારપક્ષ તરફ્થી જ્યારે કોર્ટનું ધ્યાન દોરાયું કે, અમ્યુકો અને સરકાર દ્વારા ઓલિમ્પિકની તૈયારીઓ કરાઇ રહી છે. ત્યારે ચીફ્ જસ્ટિસ સુનિતા અગ્રવાલે સરકારને માર્મિક ટકોર કરી હતી કે, ઓલમ્પિકની તૈયારીઓ કરો એ ઠીક છે પરંતુ વર્તમાન બાબતોને પ્રાથમિકતા આપો અને નિષ્ણાત તજજ્ઞાોનો અહેવાલ લઇ કામગીરી કરવામાં આવે. આ માટે એક મોનિટરિંગ કમિટીની પણ રચના કરવામાં આવે. જે ટ્રાફ્કિ મેનેજમેન્ટ, રોડ-રસ્તા સહિતના વર્તમાન મુદ્દાઓને બારીકાઇથી નીરીક્ષણ કરે. AG જાતે ફિલ્ડ પર જઈને જોયા પછી કહે છે? HCનો સવાલ એડવોકેટ જનરલે જણાવ્યું હતું કે, ટ્રાફ્કિ જંક્શનના 50 મીટર વિસ્તારમાં પાર્કિંગ બદલ દંડ પણ વસૂલાઈ રહ્યો છે. જેથી હાઈકોર્ટે તેમને પૂછયું હતું કે, શું તેઓએ જાતે ફ્લ્ડિ ઉપર જઈને જોયું છે? આ હકિકત નથી, કોઈ ફરક પડયો નથી. જંકશન પર પાંચ પોલીસ દેખાય એટલે સમજાય કે PIL છે ચીફ્ જસ્ટીસની ખંડપીઠે હળવી ટકોરમાં કહ્યું હતું કે, જ્યારે તેઓ હાઇકોર્ટ આવવા રોડ ઉપર નીકળે અને જંક્શન ઉપર પાંચ પોલીસ કર્મચારીઓ દેખાય એટલે તેઓ સમજી જાય છે કે, આજે ટ્રાફ્કિ સમસ્યા મુદ્દે હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી ઉપર સુનાવણી છે. કોઈ નિરીક્ષણ કરવા વાળું હોય નહીં તો કામ પણ થતું નથી. આ સમસ્યાના નિવારણ માટે ટેક્નોલોજીનો ઉપયોગ જરૂરી છે. ટેક્નોલોજી દ્વારા સુનિશ્ચિત કરવામાં આવે કે, જે કર્મચારીઓને જે સ્પોર્ટ ઉપર ડયૂટી સોંપવામાં આવી છે તેઓ ત્યાં છે કે નહીં. નીચલા લેવલે અનુશાસન જરૂરી છે.

Ahmedabad: નવરાત્રિ પહેલાં રસ્તા રિસરફેસ કરો, હેલ્મેટના નિયમોનું કડક પાલન કરાવો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

પાંજરાપોળથી આઇઆઇએમ સુધી ફ્લાયઓવરના સૂચિત પ્રોજેકટ, ટ્રાફ્કિ અને વધતા જતા અક્સ્માતો મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં થયેલી જાહેરહિતની રિટમાં આજે ચીફ્ જસ્ટિસ સુનિતા અગ્રવાલની ખંડપીઠે ફરી એકવાર નવરાત્રિ પહેલાં ટુ વ્હીલર વાહનચાલકો માટે હેલ્મેટ ફરજિયાતપણે પહેરવાના નિયમોનું પાલન કરાવવા રાજય સરકારને કડક નિર્દેશ કર્યો છે.

હાઇકોર્ટે એમ પણ જણાવ્યું કે, જ દ્વિચક્રી વાહનચાલકો ત્રણ વખત હેલ્મેટના નિયમોનો ભંગ કરતાં પકડાય તો પછી આવા વાહનચાલકોનું લાઇસન્સ રદ કે સસ્પેન્ડ થવા જોઇએ. હાઇકોર્ટે નવરાત્રિ પહેલાં અમદાવાદ શહેરના રોડ-રસ્તાઓ રિસરફેસ કરવા અને હેલ્મેટના નિયમોનું પાલન કરાવવા સાફ્ શબ્દોમાં જણાવ્યું હતું.

હાઇકોર્ટે કેસની વધુ સુનાવણી તા.4 ઓકટોબરે રાખી હતી કે જેથી નવરાત્રિ પહેલાં કેટલું કામ થયુ તેનું વિશ્લેષણ કરી શકાય. આજે કેસની સુનાવણીના પ્રારંભમાં જ ચીફ્ જસ્ટિસ સુનિતા અગ્રવાલે સરકારપક્ષને માર્મિક ટકોર કરી હતી કે, અગાઉ હાઇકોર્ટે સ્પષ્ટ નિર્દેશ આપ્યા હોવા છતાં હેલ્મેટના નિયમોનું કડકાઇથી પાલન કરાયુ નથી. હવે નવરાત્રિ આવશે એટલે એવી માંગણી આવશે કે, નવરાત્રિ દરમ્યાન હેલ્મેટ પહેરવાના નિયમો હળવા કરો. પરંતુ નવરાત્રિના સમય દરમ્યાન જ સૌથી વધારે અકસ્માત નોંધાતા હોય છે. ગત વર્ષે પણ જોવામાં આવ્યું હતું કે, નવરાત્રિના સમય રમ્યાન જ અકસ્માત અને મેડિકલ ઇમરજન્સીની ઘટનાઓ નોંધપાત્ર રીતે બની હતી.

નાગરિકો હેલ્મેટ પહેરે તેને લઇને સરકાર અને તંત્રએ જાગૃતિ અને ઝુંબેશ ચલાવવી જોઇએ અને જો હેલ્મેટ વગર કે ટ્રાફ્કિના નિયમોનો ભંગ કરતાં ઝડપાય તો તેમનું લાઇસન્સ સસ્પેન્ડ કે રદ કરવું જોઇએ. બાકી આ નિયમો કોઇ ગણકારે તેમ નથી. નવરાત્રિ પહેલાં હેલ્મેટના નિયમોનું પાલન થવુ જોઇએ.

હાઈકોર્ટે સરકારને સૂચન કર્યું હતું કે, કોઈપણ વાહનચાલક ટ્રાફ્કિના નિયમોનું ત્રણ વખત ઉલ્લંઘન કરે એટલે તેનું લાઇસન્સ ત્રણ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવે, ત્યારબાદ ઉલ્લંઘન બદલ છ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવે. એ પછી પણ જો વાહનચાલક ટ્રાફ્કિ નિયમોનું ઉલ્લંઘન કરે તો કાયમ માટે તેનું લાઇસન્સ સસ્પેન્ડ કે રદ કરવામાં આવે.

ઓલિમ્પિકની તૈયારીઓ તો ઠીક છે પણ વર્તમાન સમસ્યાને પ્રાથમિકતા આપો'

સરકારપક્ષ તરફ્થી જ્યારે કોર્ટનું ધ્યાન દોરાયું કે, અમ્યુકો અને સરકાર દ્વારા ઓલિમ્પિકની તૈયારીઓ કરાઇ રહી છે. ત્યારે ચીફ્ જસ્ટિસ સુનિતા અગ્રવાલે સરકારને માર્મિક ટકોર કરી હતી કે, ઓલમ્પિકની તૈયારીઓ કરો એ ઠીક છે પરંતુ વર્તમાન બાબતોને પ્રાથમિકતા આપો અને નિષ્ણાત તજજ્ઞાોનો અહેવાલ લઇ કામગીરી કરવામાં આવે. આ માટે એક મોનિટરિંગ કમિટીની પણ રચના કરવામાં આવે. જે ટ્રાફ્કિ મેનેજમેન્ટ, રોડ-રસ્તા સહિતના વર્તમાન મુદ્દાઓને બારીકાઇથી નીરીક્ષણ કરે.

AG જાતે ફિલ્ડ પર જઈને જોયા પછી કહે છે? HCનો સવાલ

એડવોકેટ જનરલે જણાવ્યું હતું કે, ટ્રાફ્કિ જંક્શનના 50 મીટર વિસ્તારમાં પાર્કિંગ બદલ દંડ પણ વસૂલાઈ રહ્યો છે. જેથી હાઈકોર્ટે તેમને પૂછયું હતું કે, શું તેઓએ જાતે ફ્લ્ડિ ઉપર જઈને જોયું છે? આ હકિકત નથી, કોઈ ફરક પડયો નથી.

જંકશન પર પાંચ પોલીસ દેખાય એટલે સમજાય કે PIL છે

ચીફ્ જસ્ટીસની ખંડપીઠે હળવી ટકોરમાં કહ્યું હતું કે, જ્યારે તેઓ હાઇકોર્ટ આવવા રોડ ઉપર નીકળે અને જંક્શન ઉપર પાંચ પોલીસ કર્મચારીઓ દેખાય એટલે તેઓ સમજી જાય છે કે, આજે ટ્રાફ્કિ સમસ્યા મુદ્દે હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી ઉપર સુનાવણી છે. કોઈ નિરીક્ષણ કરવા વાળું હોય નહીં તો કામ પણ થતું નથી. આ સમસ્યાના નિવારણ માટે ટેક્નોલોજીનો ઉપયોગ જરૂરી છે. ટેક્નોલોજી દ્વારા સુનિશ્ચિત કરવામાં આવે કે, જે કર્મચારીઓને જે સ્પોર્ટ ઉપર ડયૂટી સોંપવામાં આવી છે તેઓ ત્યાં છે કે નહીં. નીચલા લેવલે અનુશાસન જરૂરી છે.