Ahmedabad : નરોડા GIDCમાં પ્રચંડ બ્લાસ્ટ બાદ કેમિકલ કંપનીમાં ભીષણ આગ, ફાયર વિભાગની 7 ટીમો ઘટનાસ્થળે

Jun 5, 2026 - 13:30
Ahmedabad : નરોડા GIDCમાં પ્રચંડ બ્લાસ્ટ બાદ કેમિકલ કંપનીમાં ભીષણ આગ, ફાયર વિભાગની 7 ટીમો ઘટનાસ્થળે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા સૌથી મોટા ઔદ્યોગિક હબ નરોડા GIDCમાંથી એક અત્યંત ચિંતાજનક અને મોટી દુર્ઘટના સામે આવી છે. નરોડા જીઆઈડીસીમાં અર્બુદા કાંટા પાસે આવેલી એક જાણીતી કેમિકલ કંપનીમાં વહેલી સવારે જોરદાર બ્લાસ્ટ થયો હતો. આ પ્રચંડ બ્લાસ્ટ એટલો તીવ્ર હતો કે તેનો અવાજ દૂર-દૂર સુધી સંભળાયો હતો અને આસપાસની ફેક્ટરીઓમાં કામ કરતા લોકોમાં ભારે નાસભાગ મચી ગઈ હતી. બ્લાસ્ટ થયાની ગણતરીની મિનિટોમાં જ કેમિકલના જથ્થાને કારણે આખી કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી અને આકાશમાં ધુમાડાના કાળા ડિબાંગ ગોટેગોટા જોવા મળ્યા હતા.

ફાયર વિભાગની 7 ટીમો ઘટનાસ્થળે


 બ્લાસ્ટની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અમદાવાદ ફાયર વિભાગની અલગ-અલગ સ્ટેશનથી 7 જેટલી ટીમો તાત્કાલિક અસરથી ફાયર ફાઈટરોના મોટા કાફલા સાથે ઘટનાસ્થળે દોડી આવી છે.

 આગ પર કાબૂ મેળવવા માટે પ્રયાસ


હાલમાં ફાયર ફાઈટરો દ્વારા કેમિકલના કારણે ફેલાયેલી આ ભયંકર આગ પર કાબૂ મેળવવા માટે ફોમ અને પાણીનો મારો ચલાવીને યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. પ્રાથમિક અંદાજ મુજબ કેમિકલ પ્રોસેસિંગ દરમિયાન પ્રેશર વધી જવાને કારણે આ બ્લાસ્ટ થયો હોવાની આશંકા છે. ઇજાગ્રસ્ત શ્રમિકોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. નરોડા પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો છે.

આ પણ વાંચો---     Gujarat Latest News live : રાજકોટમાં ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની હનુમંત કથા મુદ્દે વિવાદ, પુરુષોત્તમ પીપળીયાએ પોલીસ પ્રોટેક્શન માંગ્યુ

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0