Ahmedabad: ધો.10માં 7.26 ટકા વિદ્યાર્થીએ જ સ્ટાન્ડર્ડ 'અઘરું' ગણિત પસંદ કર્યું

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી ફેબ્રુઆરી-માર્ચ-2025માં યોજાનાર ધોરણ.10ની બોર્ડ પરીક્ષામાં માત્ર 61,264 એટલે કે, કુલ વિદ્યાર્થીના 7.26 ટકા વિદ્યાર્થીએ જ સ્ટાન્ડર્ડ એટલે કે, અઘરા ગણિત વિષય સાથે પરીક્ષા આપવાનું પસંદ કર્યું છે.એ સિવાયનાં 7,81,742 વિદ્યાર્થીએ બેઝિક એટલે કે સહેલા ગણિત સાથે પરીક્ષા આપવાનો વિકલ્પ પસંદ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. ગત વર્ષની સરખામણીએ સ્ટાન્ડર્ડ ગણિતમાં 10,322 વિદ્યાર્થી ઘટયાં છે. પાછલા ત્રણ વર્ષની સાથે સરખાવવામાં આવે તો 49,533 વિદ્યાર્થીનો સ્ટાન્ડર્ડ ગણિત વિકલ્પ પસંદ કરવાની સંખ્યામાં ઘટાડો થયો છે. આમ છેલ્લા ચાર વર્ષમાં સખ્યા અને ટકાવારીની દૃષ્ટિએ સૌથી ઓછા વિદ્યાર્થીએ આ વખતે સ્ટાન્ડર્ડ ગણિતનો વિકલ્પ પસંદ કર્યો છે. ધોરણ. 10માં ગણિત વિષયની પરીક્ષામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ નાપાસ થતા હતા, જેથી વિદ્યાર્થીઓને મુશ્કેલી ન પડે એ માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-2022ની બોર્ડ પરીક્ષાથી ગણિતમાં સ્ટાન્ડર્ડ એટલે કે, અઘરુ અને બેઝિક એટલે કે, સહેલુ પ્રશ્નપત્ર એમ બે વિકલ્પ વિદ્યાર્થીઓને આપવાની જોગવાઈ કરવામાં આવી. બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓને વિકલ્પ અપાતાં હવે મોટાભાગના વિદ્યાર્થીઓ બેઝિક સહેલા પ્રશ્નપત્ર દ્વારા જ પરીક્ષા આપવાનું પસંદ કરી રહ્યાં છે. આગામી તા.27 ફેબ્રુઆરી-2025થી શરૂ થનારી બોર્ડ પરીક્ષામાં ગણિત વિષયની પરીક્ષા માટે રાજ્યમાંથી 8,43,006 વિદ્યાર્થી નોંધાયા છે, જેમાંથી 7,81,742 વિદ્યાર્થીઓે બેઝિક એટલે કે, સહેલા પ્રશ્નપત્રથી પરીક્ષા આપવાનો વિકલ્પ પસંદ કર્યો છે. એ સિવાયનાં 61,264 વિદ્યાર્થીઓએ સ્ટાન્ડર્ડ ગણિતનો વિકલ્પ પસંદ કર્યો છે. મહત્ત્વનું છે કે, છેલ્લા ત્રણ વર્ષના આંકડા પર નજર કરવામાં આવે તો આ વખતે ટકાવારીની દૃષ્ટિએ સૌથી ઓછા વિદ્યાર્થીઓએ ગણિત સ્ટેન્ડર્ડનો વિકલ્પ પસંદ કર્યો છે. માર્ર્ચ-2022ની પરીક્ષાના પરિણામની બુકલેટમાંથી લીધેલા આંકડા મુજબ કુલ 7,81,152 વિદ્યાર્થીઓમાંથી 1,10,797 એટલે કે, 14.18 ટકા વિદ્યાર્થીઓએ સ્ટાન્ડર્ડમાં પરીક્ષા આપી હતી. માર્ચ-2023ની પરીક્ષામાં કુલ 8,83,648 વિદ્યાર્થી નોંધાયા હતા જેમાથી 81,954 એટલે કે, 9.27 ટકા વિદ્યાર્થીઓએ સ્ટાન્ડર્ડમાં પરીક્ષા આપી હતી. માર્ચ-2024 ની પરીક્ષામાં ગણિત વિષય માટે રાજ્યમાંથી કુલ 8,35,179 વિદ્યાર્થી નોંધાયા હતાં. જેમાથી 7,63,611 વિદ્યાર્થીઓએ બેઝિક એટલે કે, સહેલા પ્રશ્નપત્રથી પરીક્ષા આપવાનો વિકલ્પ પસંદ કર્યો હતો જ્યારે 71,568 એટલે કે, 8.56 ટકા વિદ્યાર્થીઓએ સ્ટાન્ડર્ડ ગણિતનો વિકલ્પ પસંદ કર્યો છે. જે ટકાવારી આ વખતે ઘટીને માત્ર 7.26 ટકાએ જ આવી ગઈ છે. મહત્વની વાત એ છે કે, પરિણામમાં સ્ટાન્ડર્ડ ગણિતના વિદ્યાર્થીઓ જ બાજી મારે છે. ગત વર્ષે સ્ટાન્ડર્ડ ગણિતનું પરિણામ 99.45 ટકા આવ્યું હતુ જ્યારે બેઝિક ગણિતનું પરિણામ 83.40 ટકા આવ્યું હતું.

Ahmedabad: ધો.10માં 7.26 ટકા વિદ્યાર્થીએ જ સ્ટાન્ડર્ડ 'અઘરું' ગણિત પસંદ કર્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી ફેબ્રુઆરી-માર્ચ-2025માં યોજાનાર ધોરણ.10ની બોર્ડ પરીક્ષામાં માત્ર 61,264 એટલે કે, કુલ વિદ્યાર્થીના 7.26 ટકા વિદ્યાર્થીએ જ સ્ટાન્ડર્ડ એટલે કે, અઘરા ગણિત વિષય સાથે પરીક્ષા આપવાનું પસંદ કર્યું છે.

એ સિવાયનાં 7,81,742 વિદ્યાર્થીએ બેઝિક એટલે કે સહેલા ગણિત સાથે પરીક્ષા આપવાનો વિકલ્પ પસંદ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. ગત વર્ષની સરખામણીએ સ્ટાન્ડર્ડ ગણિતમાં 10,322 વિદ્યાર્થી ઘટયાં છે. પાછલા ત્રણ વર્ષની સાથે સરખાવવામાં આવે તો 49,533 વિદ્યાર્થીનો સ્ટાન્ડર્ડ ગણિત વિકલ્પ પસંદ કરવાની સંખ્યામાં ઘટાડો થયો છે. આમ છેલ્લા ચાર વર્ષમાં સખ્યા અને ટકાવારીની દૃષ્ટિએ સૌથી ઓછા વિદ્યાર્થીએ આ વખતે સ્ટાન્ડર્ડ ગણિતનો વિકલ્પ પસંદ કર્યો છે.

ધોરણ. 10માં ગણિત વિષયની પરીક્ષામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ નાપાસ થતા હતા, જેથી વિદ્યાર્થીઓને મુશ્કેલી ન પડે એ માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-2022ની બોર્ડ પરીક્ષાથી ગણિતમાં સ્ટાન્ડર્ડ એટલે કે, અઘરુ અને બેઝિક એટલે કે, સહેલુ પ્રશ્નપત્ર એમ બે વિકલ્પ વિદ્યાર્થીઓને આપવાની જોગવાઈ કરવામાં આવી. બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓને વિકલ્પ અપાતાં હવે મોટાભાગના વિદ્યાર્થીઓ બેઝિક સહેલા પ્રશ્નપત્ર દ્વારા જ પરીક્ષા આપવાનું પસંદ કરી રહ્યાં છે. આગામી તા.27 ફેબ્રુઆરી-2025થી શરૂ થનારી બોર્ડ પરીક્ષામાં ગણિત વિષયની પરીક્ષા માટે રાજ્યમાંથી 8,43,006 વિદ્યાર્થી નોંધાયા છે, જેમાંથી 7,81,742 વિદ્યાર્થીઓે બેઝિક એટલે કે, સહેલા પ્રશ્નપત્રથી પરીક્ષા આપવાનો વિકલ્પ પસંદ કર્યો છે. એ સિવાયનાં 61,264 વિદ્યાર્થીઓએ સ્ટાન્ડર્ડ ગણિતનો વિકલ્પ પસંદ કર્યો છે. મહત્ત્વનું છે કે, છેલ્લા ત્રણ વર્ષના આંકડા પર નજર કરવામાં આવે તો આ વખતે ટકાવારીની દૃષ્ટિએ સૌથી ઓછા વિદ્યાર્થીઓએ ગણિત સ્ટેન્ડર્ડનો વિકલ્પ પસંદ કર્યો છે. માર્ર્ચ-2022ની પરીક્ષાના પરિણામની બુકલેટમાંથી લીધેલા આંકડા મુજબ કુલ 7,81,152 વિદ્યાર્થીઓમાંથી 1,10,797 એટલે કે, 14.18 ટકા વિદ્યાર્થીઓએ સ્ટાન્ડર્ડમાં પરીક્ષા આપી હતી. માર્ચ-2023ની પરીક્ષામાં કુલ 8,83,648 વિદ્યાર્થી નોંધાયા હતા જેમાથી 81,954 એટલે કે, 9.27 ટકા વિદ્યાર્થીઓએ સ્ટાન્ડર્ડમાં પરીક્ષા આપી હતી. માર્ચ-2024 ની પરીક્ષામાં ગણિત વિષય માટે રાજ્યમાંથી કુલ 8,35,179 વિદ્યાર્થી નોંધાયા હતાં. જેમાથી 7,63,611 વિદ્યાર્થીઓએ બેઝિક એટલે કે, સહેલા પ્રશ્નપત્રથી પરીક્ષા આપવાનો વિકલ્પ પસંદ કર્યો હતો જ્યારે 71,568 એટલે કે, 8.56 ટકા વિદ્યાર્થીઓએ સ્ટાન્ડર્ડ ગણિતનો વિકલ્પ પસંદ કર્યો છે. જે ટકાવારી આ વખતે ઘટીને માત્ર 7.26 ટકાએ જ આવી ગઈ છે. મહત્વની વાત એ છે કે, પરિણામમાં સ્ટાન્ડર્ડ ગણિતના વિદ્યાર્થીઓ જ બાજી મારે છે. ગત વર્ષે સ્ટાન્ડર્ડ ગણિતનું પરિણામ 99.45 ટકા આવ્યું હતુ જ્યારે બેઝિક ગણિતનું પરિણામ 83.40 ટકા આવ્યું હતું.