Ahmedabad: ધોળકાના ગોડાઉનમાંથી 24 લાખથી વધુની કિંમતની 7,355 દારૂની બોટલ ઝડપાઇ

Jan 22, 2025 - 15:30
Ahmedabad: ધોળકાના ગોડાઉનમાંથી 24 લાખથી વધુની કિંમતની 7,355 દારૂની બોટલ ઝડપાઇ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજ્યમાં બુટલેગરો બેફામ બનતા જઈ રહ્યાં છે. બુટલેગરોને જાણે પોલીસનો કોઈ ખૌફ ન હોય તેમ દારૂની હેરાફેરી કરી રહ્યાં છે. ત્યારે હવે ધોળકામાંથી દારૂ ભરેલ ગોડાઉન ઝડપાયું છે.

મળતી માહિતી મુજબ, LCBએ ધોળકાના બદરખા ગામેથી દારૂ ભરેલ ગોડાઉન ઝડપી પાડ્યું છે. બદરખા દારૂનું ગોડાઉન ભરેલું હતું અને ધોળકા પોલીસ ઉંઘતી રહી અને LCB ત્રાટકી હતી. અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ બાતમીના આધારે દારૂનું ગોડાઉન ઝડપી પાડ્યું છે. બદરખા ગામે આવેલ આઈ.ટી.આઈ પાસે આવેલ ગોડાઉનમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો છે. 

ત્યારે હવે બુટલેગરો અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં દારૂનું કટીંગ વેચાણ તો કરી રહ્યા છે પરંતુ હવે ગોડાઉનનો પણ દારૂ ભરીને રાખી રહ્યા છે. અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ વિદેશી દારૂની બોટલ નંગ ૭૩૫૫ બે મોબાઈલ, રોકડ, એકટીવા, સહિત કુલ ૨૪,૪૬,૬૫૦ ના મુદ્દામાં સાથે બે બુટલેગરો ને ઝડપી પાડ્યા છે. આરોપી રમેશભાઈ આઇદાન ચૌધરી અને રાજુભાઈ દાનારામ ભીલ બંને રહે. ઉમંગ નગર નારોલ અમદાવાદ વાળાને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદ ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચે આ દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો કોનું ગોડાઉન છે કોને આપવાનો હતો વગેરે બાબતોમાં તપાસ ચલાવી રહી છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0