Ahmedabad: દિવાળી મુહૂર્તના એક કલાકમાં ગુજરાતીઓએ શેર માર્કેટમાં રૂ. 400-500 કરોડનું ટ્રેડિંગ

જેમ ધનતેરસના દિવસે લોકો સોના અને ચાંદીની ખરીદી કરે છે તેવી જ રીતે શેરબજારમાં દિવાળીના મુહૂર્ત ટ્રેડિંગનું ઘણું મહત્ત્વ છે. આ દિવસે ખાસ કરીને ગુજરાત અને મહારાષ્ટ્રમાં રોકાણકારો તેમજ ટ્રેડર્સ શુકન માટે શેર્સની ખરીદી કરતાં હોય છે. શેરબજાર સાથે જોડાયેલા લોકોના જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં આ દિવસે અંદાજે રૂ. 400-500 કરોડનું ટ્રેડિંગ થયું હતું.મુહૂર્ત ટ્રેડિંગમાં મોટાભાગે લોકો શેર્સની ખરીદી કરતાં હોય છે જ્યારે અમુક લોકો સારો નફો મળતો હોય તો જૂના શેર્સ પણ વેચતા હોય છે. અમદાવાદના સ્ટોક બ્રોકર જયદેવસિંહ ચુડાસમાએ જણાવ્યું કે, ગુજરાતીઓનો શેરબજાર સાથેનું જોડાણ વધારે હોવાથી અહીંના રોકાણકારો માટે દિવાળીના મુહૂર્ત ટ્રેડિંગનું ઘણું મહત્ત્વ છે. મુહૂર્ત માત્ર એક કલાકનું હોય છે અને તે દિવસે આશરે રૂ. 400-500 કરોડના સોદા થતાં હોય છે. લોકો શુકન માટે એક શેર પણ ખરીદે છે અને 1,000 શેર પણ ખરીદતા હોય છે. આજના દિવસે ખરીદેલા શેર્સ લોકો લાંબા સમય સુધી સાચવી રાખે છે. મિડકેપ કંપનીઓના શેર્સમાં સૌથી વધારે ખરીદી એક બ્રોકિંગ કંપનીના ગુજરાત રિજન હેડ વિરલ મહેતાએ કહ્યું કે, દિવાળી મુહૂર્તના સોદામાં નેશનલ લેવલે રૂ. 3,348 કરોડનું ટ્રેડિંગ વોલ્યુમ જોવા મળ્યું હતું. ગુજરાતનાં રોકાણકારોની વાત કરીએ તો આ દિવસે મિડ કેપ કંપનીઓના શેર્સમાં સૌથી વધારે ખરીદી જોવા મળી હતી. આ ઉપરાંત સ્મોલ કેપમાં પણ સારું આકર્ષણ હતું. હવે રોકાણકારો પોતાના મોબાઈલથી જ મુહૂર્ત ટ્રેડિંગ કરી લે છે એટલે બ્રોકર્સની ઓફ્સિો ખાલી લાગતી હતી.

Ahmedabad: દિવાળી મુહૂર્તના એક કલાકમાં ગુજરાતીઓએ શેર માર્કેટમાં રૂ. 400-500 કરોડનું ટ્રેડિંગ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

જેમ ધનતેરસના દિવસે લોકો સોના અને ચાંદીની ખરીદી કરે છે તેવી જ રીતે શેરબજારમાં દિવાળીના મુહૂર્ત ટ્રેડિંગનું ઘણું મહત્ત્વ છે. આ દિવસે ખાસ કરીને ગુજરાત અને મહારાષ્ટ્રમાં રોકાણકારો તેમજ ટ્રેડર્સ શુકન માટે શેર્સની ખરીદી કરતાં હોય છે. શેરબજાર સાથે જોડાયેલા લોકોના જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં આ દિવસે અંદાજે રૂ. 400-500 કરોડનું ટ્રેડિંગ થયું હતું.

મુહૂર્ત ટ્રેડિંગમાં મોટાભાગે લોકો શેર્સની ખરીદી કરતાં હોય છે જ્યારે અમુક લોકો સારો નફો મળતો હોય તો જૂના શેર્સ પણ વેચતા હોય છે. અમદાવાદના સ્ટોક બ્રોકર જયદેવસિંહ ચુડાસમાએ જણાવ્યું કે, ગુજરાતીઓનો શેરબજાર સાથેનું જોડાણ વધારે હોવાથી અહીંના રોકાણકારો માટે દિવાળીના મુહૂર્ત ટ્રેડિંગનું ઘણું મહત્ત્વ છે. મુહૂર્ત માત્ર એક કલાકનું હોય છે અને તે દિવસે આશરે રૂ. 400-500 કરોડના સોદા થતાં હોય છે. લોકો શુકન માટે એક શેર પણ ખરીદે છે અને 1,000 શેર પણ ખરીદતા હોય છે. આજના દિવસે ખરીદેલા શેર્સ લોકો લાંબા સમય સુધી સાચવી રાખે છે.

મિડકેપ કંપનીઓના શેર્સમાં સૌથી વધારે ખરીદી

એક બ્રોકિંગ કંપનીના ગુજરાત રિજન હેડ વિરલ મહેતાએ કહ્યું કે, દિવાળી મુહૂર્તના સોદામાં નેશનલ લેવલે રૂ. 3,348 કરોડનું ટ્રેડિંગ વોલ્યુમ જોવા મળ્યું હતું. ગુજરાતનાં રોકાણકારોની વાત કરીએ તો આ દિવસે મિડ કેપ કંપનીઓના શેર્સમાં સૌથી વધારે ખરીદી જોવા મળી હતી. આ ઉપરાંત સ્મોલ કેપમાં પણ સારું આકર્ષણ હતું. હવે રોકાણકારો પોતાના મોબાઈલથી જ મુહૂર્ત ટ્રેડિંગ કરી લે છે એટલે બ્રોકર્સની ઓફ્સિો ખાલી લાગતી હતી.