Ahmedabad: દિવાળી પહેલા અમદાવાદની હવા બની ઝેરી, AQIના સ્તરમાં થયો વધારો
અમદાવાદની હવા પ્રદૂષિત બની છે. મોડી રાત્રે અને વહેલી સવારે ફેક્ટરીઓમાંથી છોડાતા ધુમાડાના કારણે હવાનું પ્રદૂષણ વધ્યું છે. શહેરના મોટાભાગના વિસ્તારોમાં AQI 250 થી ઉપર પહોંચ્યો છે. ઉલ્લેખનીય છે કે, શૂન્યથી 50 AQI હોય તો હવા સારી ગણાય છે. 50થી 100 AQI હોય તો ગુણવત્તા સમાન્ય ગણાય છે. 100થી 200ની વચ્ચે હવાની ગુણવત્તા ખરાબ કહેવાય છે.ગુજરાતમાં પણ પ્રદૂષિત હવાનું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યું છે. ગુજરાતમાં સૌથી વધુ પ્રદુષિત હવા અમદાવાદમાં છે. દિવાળી પહેલા અમદાવાદની હવા પ્રદૂષિત થઈ છે. એર ક્વોલિટી ઈન્ડેક્સમાં વધારો થતા હવા દૂષિત બની છે. અમદાવાદમાં હવા પ્રદૂષણનું પ્રમાણ વધ્યું છે. શિયાળાની શરૂઆત સાથે શહેરની હવા દૂષિત થઈ છે.દિવાળી પહેલા અમદાવાદમાં હવાનું પ્રદૂષણ વધ્યું સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના આંકડા ચોંકાવનારા મોટાભાગના વિસ્તારોમાં AQI 250થી ઉપર ચાંદખેડામાં AQI 279, ગ્યાસપુરમાં AQI 216 રાયખડમાં AQI 267, બોપલમાં AQI 261સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. દિવાળી પહેલા અમદાવાદમાં હવાનું પ્રદૂષણ વધ્યું છે. મોટાભાગના વિસ્તારોમાં AQI 250થી ઉપર છે. ચાંદખેડામાં AQI 279, ગ્યાસપુરમાં AQI 216 નોંધાયું છે. રાયખડમાં AQI 267, બોપલમાં AQI 261 નોંધાયું છે. આ પરથી લાગી રહ્યું છે કે,દિવાળી દરમિયાન AQIનો આંકડો વધી શકે છે. અમદાવાદીઓ ઝેરી હવા લેવા મજબૂર બન્યા છે.ગુજરાત જેમ જેમ વિકાસની હરણફાળ ભરી રહ્યુ છે તેમતેમ ગુજરાતમાં રહેવુ મુશ્કેલ બની રહ્યું છે. એક તરફ મોંઘવારીને કારણે રહેવુ મોંઘું, તો બીજી તરફ શ્વાસ લેવું પણ મુશ્કેલ બન્યું છે. ઉદ્યોગોની ચીમનીઓ ધુમાડો ઓકી રહી છે. જેને કારણે હવામાં પ્રદૂષણ વધ્યું છે. 80 થી 120 ઈન્ડેક્સ હોય તો એવરેજ નબળી અને 120 થી 300 ઈન્ડેક્સ હોય તો અત્યંત નબળી કેટેગરી ગણવામાં આવે છે. અમદાવાદમાં પણ બેદરકારીના કારણે હવા સતત ઝેરી બની રહી છે. હાઈવે નિર્માણના કારણે ત્રણ ગણું પ્રદૂષણ વધ્યું છે. હાઈવે પરની હવા શ્વસન સંબંધી બીમારીઓ નોતરી રહી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદની હવા પ્રદૂષિત બની છે. મોડી રાત્રે અને વહેલી સવારે ફેક્ટરીઓમાંથી છોડાતા ધુમાડાના કારણે હવાનું પ્રદૂષણ વધ્યું છે. શહેરના મોટાભાગના વિસ્તારોમાં AQI 250 થી ઉપર પહોંચ્યો છે. ઉલ્લેખનીય છે કે, શૂન્યથી 50 AQI હોય તો હવા સારી ગણાય છે. 50થી 100 AQI હોય તો ગુણવત્તા સમાન્ય ગણાય છે. 100થી 200ની વચ્ચે હવાની ગુણવત્તા ખરાબ કહેવાય છે.
ગુજરાતમાં પણ પ્રદૂષિત હવાનું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યું છે. ગુજરાતમાં સૌથી વધુ પ્રદુષિત હવા અમદાવાદમાં છે. દિવાળી પહેલા અમદાવાદની હવા પ્રદૂષિત થઈ છે. એર ક્વોલિટી ઈન્ડેક્સમાં વધારો થતા હવા દૂષિત બની છે. અમદાવાદમાં હવા પ્રદૂષણનું પ્રમાણ વધ્યું છે. શિયાળાની શરૂઆત સાથે શહેરની હવા દૂષિત થઈ છે.
દિવાળી પહેલા અમદાવાદમાં હવાનું પ્રદૂષણ વધ્યું
- સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના આંકડા ચોંકાવનારા
- મોટાભાગના વિસ્તારોમાં AQI 250થી ઉપર
- ચાંદખેડામાં AQI 279, ગ્યાસપુરમાં AQI 216
- રાયખડમાં AQI 267, બોપલમાં AQI 261
સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. દિવાળી પહેલા અમદાવાદમાં હવાનું પ્રદૂષણ વધ્યું છે. મોટાભાગના વિસ્તારોમાં AQI 250થી ઉપર છે. ચાંદખેડામાં AQI 279, ગ્યાસપુરમાં AQI 216 નોંધાયું છે. રાયખડમાં AQI 267, બોપલમાં AQI 261 નોંધાયું છે. આ પરથી લાગી રહ્યું છે કે,દિવાળી દરમિયાન AQIનો આંકડો વધી શકે છે. અમદાવાદીઓ ઝેરી હવા લેવા મજબૂર બન્યા છે.
ગુજરાત જેમ જેમ વિકાસની હરણફાળ ભરી રહ્યુ છે તેમતેમ ગુજરાતમાં રહેવુ મુશ્કેલ બની રહ્યું છે. એક તરફ મોંઘવારીને કારણે રહેવુ મોંઘું, તો બીજી તરફ શ્વાસ લેવું પણ મુશ્કેલ બન્યું છે. ઉદ્યોગોની ચીમનીઓ ધુમાડો ઓકી રહી છે. જેને કારણે હવામાં પ્રદૂષણ વધ્યું છે. 80 થી 120 ઈન્ડેક્સ હોય તો એવરેજ નબળી અને 120 થી 300 ઈન્ડેક્સ હોય તો અત્યંત નબળી કેટેગરી ગણવામાં આવે છે. અમદાવાદમાં પણ બેદરકારીના કારણે હવા સતત ઝેરી બની રહી છે. હાઈવે નિર્માણના કારણે ત્રણ ગણું પ્રદૂષણ વધ્યું છે. હાઈવે પરની હવા શ્વસન સંબંધી બીમારીઓ નોતરી રહી છે.