Ahmedabad : ઝાંસીની રાણી સ્ટેચ્યુ પાસે અકસ્માત સર્જનાર રોહન સોનીની ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદમાં એન ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઝાંસીની રાણી સ્ટેચ્યુ પાસે સર્જાયેલા અકસ્માત કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. ઝાંસીની રાણી સ્ટેચ્યુ પાસે આવેલા BRTS બસ સ્ટેન્ડ પાસે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત સર્જનાર રોહન સોનીની N ડિવિઝન ટ્રાફિક પોલીસે ધરપકડ કરી લીધી છે. મિત્રના જન્મદિવસની ઉજવણી કરીને આનંદનગર રોડ પર પહોંચ્યા હતા. આરોપી કારમાં સવાર હતો અને તે દરમિયાન અકસ્માત સર્જ્યો હતો.
આરોપી રોહન સોની BBAના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો હોવાનું સામે આવ્યું
આ અકસ્માત અંગેના સીસીટીવી ફૂટેજ કબજે કરીને ટ્રાફિક પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. આરોપી રોહન સોની બ્રેઝા કારમાં સવાર હતો અને તે દરમ્યાન અકસ્માત સર્જ્યો હતો. અન્ય મિત્રો દક્ષ પાસે થાર કાર તેમજ ભવ્ય પાસે વોક્સવેગન કંપનીની કાર હતી. 20 વર્ષીય આરોપી રોહન સોની ડ્રાઈવિંગ લાઇસન્સ ધરાવે છે, આરોપી સિલ્વર ઓક કોલેજમાં બીબીએમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો હોવાનું પણ સામે આવ્યું છે. આરોપી અને તેના મિત્રોએ રેસ લગાવી હતી કે કેમ તે નિવેદન નોંધી તેમજ CCTV આધારે તપાસ કરાશે. રોહન સોની અક્સ્માત સર્જ્યા બાદ કાર છોડીને રિક્ષામાં તેના મામાના ઘરે ગયો હતો.
ફૂલ સ્પીડે કારે એક્ટિવાને મારી હતી ટક્કર
શહેરના સી.જી. રોડ પર કાર ચાલકોએ જન્મ દિવસની ઉજવણી કરી હતી. આ ઉજવણી બાદ ત્રણ ગાડીઓમાં રેસ લગાવવામાં આવી હતી. આ રેસના ચક્કરમાં પુરપાટ જતી કારે એક્ટિવાને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બે લોકોના મોત નિપજ્યા હતા. ત્રણ ગાડીઓ પુરપાટ સ્પીડે જતી હોવાનું સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયું હતું. એક્ટિવાચાલક BRTS રેલીંગમાં ઘસી આવ્યો અને કાર પણ ફુલ સ્પીડમાં હતી. રાત્રે 2 વાગ્યાની આસપાસ અકસ્માતની ઘટના બની હતી અને ટુ વ્હીલર ચાલકોને સારવાર મળે તે પહેલા તેમના મોત થયા હતા.
What's Your Reaction?






