Ahmedabad: જૈશ-એ-મોહમ્મદના ખતરનાક આતંકી મોડ્યુલ નાકામ, કાશ્મીરથી વડોદરા સુધી ફેલાયેલા તારનો ATSએ કર્યો પર્દાફાશ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
શની આંતરિક સુરક્ષાને લઈને ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) એ એક ઓપરેશનમાં બહુ મોટી સફળતા મેળવી છે. ATS ના એસ.પી. કે. સિદ્ધાર્થે સંદેશ ન્યૂઝ સાથેની એક વિશિષ્ટ વાતચીતમાં જણાવ્યું હતું કે, પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ઇશારે ગુજરાતમાં છેલ્લા પાંચ મહિનાથી એક અત્યંત ખતરનાક આતંકી નેટવર્ક સક્રિય થઈ રહ્યું હતું. આ કાવતરાનો મુખ્ય સૂત્રધાર પાકિસ્તાનમાં બેઠેલો હેન્ડલર 'અબ્દુલ્લા' અને કાશ્મીરનો એક અજાણ્યો શખ્સ હોવાનું સામે આવ્યું છે, જેઓ ટેકનોલોજીના માધ્યમથી સ્થાનિક સ્લીપર સેલના સતત સંપર્કમાં હતા.
આ બંને સ્થાનિક કાવતરાખોરો જમ્મુ-કાશ્મીર ગયા હતા
ધરપકડ કરાયેલા આરોપીઓ અહેમદ ગાજીવાલા અને ઇબ્રાહીમની પ્રાથમિક પૂછપરછમાં જે વિગતો બહાર આવી છે તે હચમચાવી દે તેવી છે. આ બંને સ્થાનિક કાવતરાખોરો જમ્મુ-કાશ્મીર ગયા હતા, જ્યાં સંગઠન દ્વારા તેમને સેના સામે વપરાતા હથિયારો જેવા કે AK-47 અને ઓટોમેટિક પિસ્તોલ ચલાવવાની કમાન્ડો ટ્રેનિંગ આપવામાં આવી હતી. આટલું જ નહીં, આતંકના આકાઓએ તેમને માત્ર પરંપરાગત બ્લાસ્ટ જ નહીં, પરંતુ ભીડભાડ વાળા વિસ્તારોમાં સામૂહિક જાનહાનિ ફેલાવવા માટે કાર્બન મોનોક્સાઇડ, મિથેન અને હાઇડ્રોજન સલ્ફાઇડ જેવા અતિ ઝેરી રાસાયણિક વાયુઓ ઘરેલુ સામગ્રીમાંથી કેવી રીતે તૈયાર કરવા તેની પણ તાલીમ ઓનલાઇન આપી હતી.
ATS તપાસનો સૌથી મોટો ખુલાસો
આરોપીઓએ ગુજરાતના નિર્જન સ્થળો પર આઈઈડી (IED) અને ટાઈમ બોમ્બ એસેમ્બલ કરીને તેના નાના પાયે સિક્રેટ બ્લાસ્ટ ટેસ્ટ પણ કર્યા હતા.પોલીસ રેડ દરમિયાન મુખ્ય આરોપી અહેમદ ગાજીવાલાના ઘરેથી આતંકી સંગઠનના વડા મસૂદ અઝહર દ્વારા લિખિત ઉશ્કેરણીજનક જેહાદી પુસ્તકો, જૈશ-એ-મોહમ્મદ સંગઠનના સત્તાવાર ઝંડા, સાંકેતિક ભાષામાં લખાયેલી ડાયરીઓ અને શંકાસ્પદ કપડાં મળી આવ્યા છે. આ સાથે બોમ્બના ટ્રિગર અને સર્કિટ માટે વપરાતા વાયરો, સેલ, કેમિકલ પાવડર અને સોડિયમ ફોસ્ફેટ ડીબેઝિક જેવા કેમિકલ્સ કબ્જે કરાયા છે.પાકિસ્તાનથી હવાલા રૂપે 3 લાખ મોકલવામાં આવ્યાઆ આખા નેટવર્કને ચલાવવા માટે પાકિસ્તાનથી હવાલા રૂપે પ્રથમ તબક્કે 3 લાખ મોકલવામાં આવ્યા હતા. આ આતંકી ફંડિંગમાંથી આરોપીઓએ રેકી કરવા અને અવરજવર માટે એક સેકન્ડ હેન્ડ કાર અને બાઇક ખરીદ્યા હોવાની કબૂલાત પણ કરી છે. આરોપીઓ પાસેથી રોકડા 1.30 લાખ અને ડિજિટલ પુરાવાઓથી ભરેલા સ્માર્ટફોન જપ્ત કરી વડોદરા ખાતે આતંકીઓની જે કાશ્મીરી કનેક્શન સાથે ગુપ્ત બેઠક થઈ હતી તે દિશામાં અને પાકિસ્તાનના અન્ય આતંકી આફરીન કુરેશીની ભૂમિકા અંગે ATS એ કડક કાનૂની તપાસ તેજ કરી છે.
આ પણ વાંચો: Junagadh: મોટા ઉપાડે શરૂ કરાયેલી ગિરનાર યાત્રી રજીસ્ટ્રેશન સિસ્ટમનો પહેલા જ દિવસે ફિયાસ્કો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

