Ahmedabad: જીટીયુની સ્થાપના બાદ મોટી ભરતીની પ્રક્રિયા અધિકારી-અધ્યાપક માટે આજથી ઈન્ટરવ્યું શરૂ
રાજ્યી સૌથી મોટી ટેકનિકલ યુનિવર્સિટી જીટીયુની સ્થાપના થયા બાદ આજ સુધીમાં ટીચીંગ અને નોન ટીચીંગ પોસ્ટ માટે ઘણી વખત ભરતી પ્રક્રિયા કરવામાં આવી છે પરંતુ પુરતા ઉમેદવાર મળ્યા નથી. હવે આવતીકાલ તા.11થી જીટીયુમાં અધ્યાપક અને અધિકારીની ભરતી માટે ઈન્ટરવ્યું પ્રક્રિયા શરૂ થશે.12 પોસ્ટ માટે 15મી સુધી પ્રક્રિયા ચાલશે. આ વખતે 135થી વધુ ઉમેદવારો છે. જીટીયુમાં પરીક્ષા નિયામકથી માંડી ડેપ્યુટી રજિસ્ટ્રાર, એકેડેમિક ઓફિસર, લાઈબ્રેરિયન સહિતની પોસ્ટ તેમજ પ્રોફેસર અને આસિસ્ટન્ટ પ્રોફેસર સહિતની ટીચીંગ પોસ્ટ માટે પ્રથમ વખત મોટી ભરતી પ્રક્રિયા થઈ રહી છે. જીટીયુ દ્વારા પોતાના બંધારણ મુજબ પાંચ વર્ષ માટે રિવ્યુ આધારિત ભરતી નહીં પરંતુ પરીક્ષા નિયામકની કાયમી પોસ્ટ માટે ભરતી પ્રક્રિયા ફરીવાર શરૂ કરાઈ છે. આ વખતની ભરતીમાં 30થી વધુ અરજીઓ આવી હતી. જેમાંથી ઈન્ટરવ્યું માટે 10 ઉમેદવારો પસંદ થયા છે. 13મી નવેમ્બરે પરીક્ષા નિયામક માટે ઉમેદવારોના ઈન્ટરવ્યું થશે. જ્યારે આવતીકાલે સોમવારે યુનિ.ના ઈજનેરી ડિપાર્ટમેન્ટ માટે કમ્પ્યુટરના પ્રોફેસર તેમજ કમ્પ્યુટરના આસિસ્ટન્ટ પ્રોફેસર માટે ઈન્ટરવ્યું થશે. 12મીએ મેનેજમેન્ટના આસિસ્ટન્ટ પ્રોફેસર માટે અને સ્કૂલ ઓફ એપ્લાઈડ સાયન્સ વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર માટે અને ઈજનેરી વિભાગના કમ્પ્યુટરના આસિ.પ્રોફેસર માટે ઈન્ટરવ્યું થશે. 13મીએ પરીક્ષા નિયામક અને ડેપ્યુટી રજિસ્ટ્રારની પોસ્ટ માટે ઈન્ટરવ્યું થશે. 14મીએ ટ્રેનિંગ એન્ડ પ્લેસમેન્ટ ઓફિસર તથા એકેડેમિક ઓફિસરી પોસ્ટ માટે અને 15મીએ કોચ, લાઈબ્રેરિય તથા પ્લાનિંગ એન્ડ ડેવલપમેન્ટ ઓફિસરની પોસ્ટ માટે ઈન્ટરવ્યું થશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -