Ahmedabad: જશોદાનગર કેડિલા બ્રિજના બન્ને છેડે દબાણ દૂર કરવામાં તંત્રના આંખમિંચામણાં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
નેશનલ હાઈવે અને શહેરને જોડતાં જશોદાનગર કેડિલા ઓવરબ્રિજની નીચે બંન્ને તરફ્ ના સર્વિસ રોડ પર ભારોભાર દબાણ ઊભા થઈ જતા લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલી ઊભી થઈ રહી છે.
એક તરફ તંત્ર દ્વારા શહેરમાં ઘણાં સ્થાનો પર દબાણ હટાવવા માટેની કામગીરી થઈ રહી છે, ત્યારે અહીં આડેધડ સ્ટોલ ઊભા થઈ ગયા છે, પણ તેને હટાવવાની કોઈ પણ પ્રકારની કામગીરી થઈ નથી. અવારનવાર એસ્ટેટ વિભાગમાં રજૂઆત છતાં પણ કામગીરી કરવામાં તંત્રનું ઉદાસીન વલણ રહ્યું છે.
શહેરના અતિ વ્યસ્ત અને ચારે તરફ ટ્રાફિકની ભારે અવરજવર વાળા કેડિલા રેલવે ઓવરબ્રિજની નીચે બન્ને તરફ્ના સર્વિસ રોડ પર કાચા પાકા મકાનો અને હંગામી સ્ટોલ ધરાવતી દુકાનો ચાલુ થઈ ગઈ છે. તેમજ જશોદાનગર સાઈટ પર નવી વસાહત અને ટેકરાની બાજુમાં સર્વિસ રોડ પર દબાણકારો દ્વારા ઓવરબ્રિજના ઢાળને મજબૂત કરવા માટે બનાવવામાં આવેલા આરસીસીના ઢોળાવ પર લાકડા અને કોલસના ખૂમચાઓ તેમજ પાનના ગલ્લા ખોલીને ત્યાંથી અવરજવર કરતાં લોકોની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે. RCC ના ઢાળ પર જાણે કાયમી કબ્જો જમાવી દીધો હોય તેમ ઉડીને આંખે વળગે છે.
જશોદાનગર નવી વસાહતના છેડે તો ગટરના ગંદા પાણી સાથે દુર્ગંધ મારતા પાણીના રેલા સર્વિસ રોડ પર ડામરના રોડ ને વધુ તોડી રહ્યા છે. જેના પર કોઈ પણ પ્રકારની કામગીરી થઈ નથી. ટ્રેકટર અને ટ્રકો પણ બ્રિજના છેડા પર ઉભા રહે છે તેના પર પણ કામગીરી કરવામાં આવી રહી નથી. એસ્ટેટ વિભાગ દ્વારા શહેરમાં વિવિધ રસ્તા પર દબાણ દૂર કરવામાં આવે છે ત્યારે અહીં કામગીરી ન થતાં સ્થાનિકો અને રાહદારીઓમાં ઘણાં પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે.
What's Your Reaction?






