Ahmedabad: જવરાજબ્રિજ પાસે ટક્કર મારી ફરાર થયેલો કાર ચાલક નંબરપ્લેટના આધારે ઝડપાયો

જીવરાજ બ્રિજ પર હિટ એન્ડ રનની ઘટના સામે આવી હતી. જેમાં કારચાલકે રાજસ્થાનના યુવકને અડફેટે લેતા મોત થયુ હતુ. આ અંગે એમ ડિવિઝન ટ્રાફ્કિ પોલીસે ફરાર કારચાલક સામે ગુનો નોધીને તેની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. શહેરમાં ફરી એકવાર હીટ એન્ડ રનની ઘટના સામે આવી છે.જેમાં મુળ રાજસ્થાનના 28 વર્ષીય રાજેન્દ્રભાઇ પારગી વેજલપુરમાં તેમના ભાઇ સાથે રહેતો હતો. જેમાં ગત શુક્રવારે રાજેન્દ્રભાઇ જીવરાજ ચાર રસ્તાથી શ્યામલ ચાર રસ્તા તરફ્ જતા બ્રીજ પરથી પસાર થઇને રોડ ક્રોસ કરતા હતા. ત્યારે પુરઝડપે આવી રહેલ કાર ચાલકે તેમને ટક્કર મારતા તે હવામાં ફંગોળાઇને રોડ પર પટકાયા હતા. જેથી ગંભીર ઇજાઓના કારણે તેમનું સ્થળ પર જ મોત નિપજ્યુ હતું. આ અંગે એમ ડિવિઝન ટ્રાફ્કિ પોલીસે ગુનો નોંધીને કારના નંબરના આધારે તપાસ શરૂ કરી હતી અને આરોપી સુધી પહોંચી તેની ધરપકડ કરી લીધી છે. પોલીસની પૂછપરછમાં ધરપકડ કરાયેલા શખ્સે તેનું નામ ધવલકુમાર વાઘેલા હોવાનું સામે આવ્યુ છે. તેમજ દલાલીનું કામ કરતો હોવાનું સામે આવ્યુ છે. તેમજ પોલીસે આરોપીની કિયા કાર પણ કબ્જે કરીને વધુ તપાસ શરૂ કરી છે.

Ahmedabad: જવરાજબ્રિજ પાસે ટક્કર મારી ફરાર થયેલો કાર ચાલક નંબરપ્લેટના આધારે ઝડપાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

જીવરાજ બ્રિજ પર હિટ એન્ડ રનની ઘટના સામે આવી હતી. જેમાં કારચાલકે રાજસ્થાનના યુવકને અડફેટે લેતા મોત થયુ હતુ. આ અંગે એમ ડિવિઝન ટ્રાફ્કિ પોલીસે ફરાર કારચાલક સામે ગુનો નોધીને તેની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. શહેરમાં ફરી એકવાર હીટ એન્ડ રનની ઘટના સામે આવી છે.

જેમાં મુળ રાજસ્થાનના 28 વર્ષીય રાજેન્દ્રભાઇ પારગી વેજલપુરમાં તેમના ભાઇ સાથે રહેતો હતો. જેમાં ગત શુક્રવારે રાજેન્દ્રભાઇ જીવરાજ ચાર રસ્તાથી શ્યામલ ચાર રસ્તા તરફ્ જતા બ્રીજ પરથી પસાર થઇને રોડ ક્રોસ કરતા હતા. ત્યારે પુરઝડપે આવી રહેલ કાર ચાલકે તેમને ટક્કર મારતા તે હવામાં ફંગોળાઇને રોડ પર પટકાયા હતા. જેથી ગંભીર ઇજાઓના કારણે તેમનું સ્થળ પર જ મોત નિપજ્યુ હતું. આ અંગે એમ ડિવિઝન ટ્રાફ્કિ પોલીસે ગુનો નોંધીને કારના નંબરના આધારે તપાસ શરૂ કરી હતી અને આરોપી સુધી પહોંચી તેની ધરપકડ કરી લીધી છે. પોલીસની પૂછપરછમાં ધરપકડ કરાયેલા શખ્સે તેનું નામ ધવલકુમાર વાઘેલા હોવાનું સામે આવ્યુ છે. તેમજ દલાલીનું કામ કરતો હોવાનું સામે આવ્યુ છે. તેમજ પોલીસે આરોપીની કિયા કાર પણ કબ્જે કરીને વધુ તપાસ શરૂ કરી છે.