Ahmedabad : ચાંગોદરમાંથી વધુ એક બોગસ ડોક્ટર ઝડપાયો, 27,000નો મુદ્દામાલ જપ્ત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ ગ્રામ્ય પોલીસે વધુ એક બોગસ ડોક્ટરની ધરપકડ કરી છે, ચાંગોદર વિસ્તારના ધોળેશ્વર નગરમાંથી ડીગ્રી વગર દવાખાનું ચલાવતો બોગસ ડોક્ટર બિશ્વજિત ઘોષની ધરપકડ કરવામાં આવી છે. મહત્વનું છે કે આરોપી પાસેથી એલોપેથી દવાઓ અને મેડિકલના સાધનો મળી કુલ 27,000નો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે. આરોપી વિરુદ્ધ દોઢ વર્ષ અગાઉ પણ ચાંગોદર પોલીસ મથકે બોગસ ડોક્ટરનો ગુનો દાખલ થયો હતો.
ગ્રામ્ય વિસ્તારોમાં દવાખાનું શરૂ કરી સસ્તા ભાવે લોકોની સારવાર કરી રહ્યો હતો
જે ગુનામાં છૂટ્યા બાદ છેલ્લા ત્રણ મહિનાથી ફરી એક વખત દવાખાનું શરૂ કરી લોકોની સારવાર કરી જીવ જોખમમાં મૂકતો હતો. આરોપીની પૂછપરછમાં સામે આવ્યું કે તે મૂળ પશ્ચિમ બંગાળના રહેવાસી છે અને પશ્ચિમ બંગાળમાં કમ્પાઉન્ડર તરીકે નોકરી કરતો હોવાથી એલોપેથીની સારવાર અંગે માહિતી ધરાવતો હતો અને અમદાવાદમાં ગ્રામ્ય વિસ્તારોમાં દવાખાનું શરૂ કરી સસ્તા ભાવે લોકોની સારવાર કરી રહ્યો હતો. સાથે જ છેલ્લા એક વર્ષમાં માત્ર ચાંગોદરમાંથી ત્રણ જેટલા બોગસ ડોક્ટર ઝડપાયા છે. જેથી જ સમગ્ર અમદાવાદ ગ્રામ્યમાં ગેરકાયદેસર પ્રેક્ટિસ કરતા ડોક્ટરોની તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
બોગસ ડોકટરો સામે તંત્રએ લાલ આંખ કરી
ત્યારે અમદાવાદ જિલ્લા ગ્રામ્ય વિસ્તારમાં બિલાડીની ટોપની જેમ ઊગી નીકળેલા આવા બોગસ ડોકટરો સામે તંત્રએ લાલ આંખ કરી છે. જોકે પોલીસ તંત્રની આ કાર્યવાહીને કારણે ચાંગોદર પંથક સહિત સમગ્ર અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના બોગસ ડોક્ટરોમાં ચકચાર મચી ગઈ છે. આરોપી બિશ્વજિત ઘોષ સામે ડિગ્રી વગર પ્રેક્ટિસ કરી લોકોના જીવ જોખમમાં મુકવા બદલ ફરિયાદ નોંધાવી હતી.
What's Your Reaction?






