Ahmedabad: ગૃહમંત્રી અમિત શાહે ગોતામાં નવા શાકભાજી માર્કેટનું કર્યું લોકાર્પણ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદ આવ્યા છે અને શહેરના ગોતા વિસ્તારમાં નવા શાકભાજી માર્કેટનું ઉદ્ઘાટન કર્યું છે. ઉત્તર પશ્ચિમ રોલમાં નવીન વેજીટેબલ માર્કેટનું લોકાર્પણ ગૃહ મંત્રી દ્વારા કરવામાં આવ્યું છે.3 કરોડ 25 લાખથી વધુના ખર્ચે તૈયાર થયું છે શાકમાર્કેટ તમને જણાવી દઈએ કે 3 કરોડ 25 લાખથી વધુના ખર્ચે 3000 ચોરસ મીટર જગ્યામાં શાક માર્કેટ તૈયાર કરવામાં આવ્યું છે. ફેરિયાઓ માટે 144 અલાયદી વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે. આ આધુનિક વેજીટેબલ માર્કેટમાં કાર પાર્કિંગ અને ટુ-વ્હીલર પાર્કિંગની પણ અલાયદી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે, જેથી જે પણ ગ્રાહક વ્હીકલ લઈને આવે તો તેમને પાર્કિગ કરવા મુદ્દે કોઈ તકલીફ ના પડે. અમિત શાહે AMC કમિશનર સાથે કરી ખાસ વાતચીત શાકભાજી વિક્ર્તાઓને તમામ ઋતુમાં રાહત મળી શકે તેવું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં આવ્યું છે. વિશેષ શેડ સાથે તમામને અલાયદી વ્યવસ્થાઓ પણ આપવામાં આવી છે. વધુમાં ગૃહ મંત્રી અમિત શાહે શાક માર્કેટમાં વેપારીઓને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે તે મુદ્દે પણ AMC કમિશનર સાથે કરી વાતચીત કરી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ચાણક્યપુરીમાં આરોગ્ય ચકાસણી કેમ્પની લીધી મુલાકાત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદની મુલાકાતે છે, ત્યારે ગોતામાં નવા શાક માર્કેટનું લોકાર્પણ કર્યા બાદ હવે તેમને ચાણક્યપુરીમાં આરોગ્ય ચકાસણી કેમ્પની મુલાકાત લીધી અને મેડિકલ મોબાઈલ વાનનું ફ્લેગ ઓફ કરાવ્યું છે. આ કાર્યક્રમમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી. અમિત શાહ 5 ઓક્ટોબર સુધી ગુજરાતમાં રહેશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી ગુજરાતના પ્રવાસે છે. ત્યારે રાજ્યમાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે. આ સિવાય પણ આજે તેમના મત વિસ્તારમાં અલગ-અલગ કાર્યક્રમોમાં હાજરી આપશે. આ સિવાય આજે રાત્રે GMDC ગરબા ગ્રાઉન્ડમાં અમિત શાહ હાજરી આપીને વાઈબ્રન્ટ નવરાત્રિ 2024નો પ્રારંભ કરાવશે. ત્યારબાદ નારણપુરાના શેરી ગરબામાં પણ અમિત શાહ હાજરી આપશે. તમને જણાવી દઈએ કે ગૃહ મંત્રી આગામી 5 ઓક્ટોબર સુધી ગુજરાતમાં રહેશે. 

Ahmedabad: ગૃહમંત્રી અમિત શાહે ગોતામાં નવા શાકભાજી માર્કેટનું કર્યું લોકાર્પણ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદ આવ્યા છે અને શહેરના ગોતા વિસ્તારમાં નવા શાકભાજી માર્કેટનું ઉદ્ઘાટન કર્યું છે. ઉત્તર પશ્ચિમ રોલમાં નવીન વેજીટેબલ માર્કેટનું લોકાર્પણ ગૃહ મંત્રી દ્વારા કરવામાં આવ્યું છે.

3 કરોડ 25 લાખથી વધુના ખર્ચે તૈયાર થયું છે શાકમાર્કેટ

તમને જણાવી દઈએ કે 3 કરોડ 25 લાખથી વધુના ખર્ચે 3000 ચોરસ મીટર જગ્યામાં શાક માર્કેટ તૈયાર કરવામાં આવ્યું છે. ફેરિયાઓ માટે 144 અલાયદી વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે. આ આધુનિક વેજીટેબલ માર્કેટમાં કાર પાર્કિંગ અને ટુ-વ્હીલર પાર્કિંગની પણ અલાયદી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે, જેથી જે પણ ગ્રાહક વ્હીકલ લઈને આવે તો તેમને પાર્કિગ કરવા મુદ્દે કોઈ તકલીફ ના પડે.

અમિત શાહે AMC કમિશનર સાથે કરી ખાસ વાતચીત

શાકભાજી વિક્ર્તાઓને તમામ ઋતુમાં રાહત મળી શકે તેવું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં આવ્યું છે. વિશેષ શેડ સાથે તમામને અલાયદી વ્યવસ્થાઓ પણ આપવામાં આવી છે. વધુમાં ગૃહ મંત્રી અમિત શાહે શાક માર્કેટમાં વેપારીઓને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે તે મુદ્દે પણ AMC કમિશનર સાથે કરી વાતચીત કરી છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ચાણક્યપુરીમાં આરોગ્ય ચકાસણી કેમ્પની લીધી મુલાકાત

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદની મુલાકાતે છે, ત્યારે ગોતામાં નવા શાક માર્કેટનું લોકાર્પણ કર્યા બાદ હવે તેમને ચાણક્યપુરીમાં આરોગ્ય ચકાસણી કેમ્પની મુલાકાત લીધી અને મેડિકલ મોબાઈલ વાનનું ફ્લેગ ઓફ કરાવ્યું છે. આ કાર્યક્રમમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી.

અમિત શાહ 5 ઓક્ટોબર સુધી ગુજરાતમાં રહેશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી ગુજરાતના પ્રવાસે છે. ત્યારે રાજ્યમાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે. આ સિવાય પણ આજે તેમના મત વિસ્તારમાં અલગ-અલગ કાર્યક્રમોમાં હાજરી આપશે. આ સિવાય આજે રાત્રે GMDC ગરબા ગ્રાઉન્ડમાં અમિત શાહ હાજરી આપીને વાઈબ્રન્ટ નવરાત્રિ 2024નો પ્રારંભ કરાવશે. ત્યારબાદ નારણપુરાના શેરી ગરબામાં પણ અમિત શાહ હાજરી આપશે. તમને જણાવી દઈએ કે ગૃહ મંત્રી આગામી 5 ઓક્ટોબર સુધી ગુજરાતમાં રહેશે.