Ahmedabad: ગુજરાતમાં 4 વર્ષનો સૌથી ઓછો વરસાદ, દ્વારકા-કચ્છ સુકાભઠ્ઠ છતાં નર્મદા મૈયાએ તાર્યા!

Oct 3, 2026 - 12:00
Ahmedabad: ગુજરાતમાં 4 વર્ષનો સૌથી ઓછો વરસાદ, દ્વારકા-કચ્છ સુકાભઠ્ઠ છતાં નર્મદા મૈયાએ તાર્યા!

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ચોમાસાની સિઝન સમાપ્તિ તરફ છે ત્યારે ગુજરાતના જળસંપત્તિ અને સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) દ્વારા જાહેર કરવામાં આવેલા 30 સપ્ટેમ્બર 2026 સુધીના આંકડા રાજ્યમાં વરસાદનું અત્યંત વિષમ ચિત્ર રજૂ કરે છે. ગત વર્ષ 2025ના ચોમાસામાં જળબંબાકાર સ્થિતિ સામે ચાલુ વર્ષ 2026માં રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદની નોંધપાત્ર ઘટ જોવા મળી છે. જોકે, સરદાર સરોવર નર્મદા ડેમ પૂર્ણ સપાટીએ પહોંચી જવાથી રાજ્ય સામે પીવાના પાણીનું સંકટ ટળ્યું છે. 

વરસાદની સરખામણી: 2025 અને 2026 (સિઝનના અંતે સ્થિતિ)

30 સપ્ટેમ્બર 2026 સુધીમાં રાજ્યમાં સરેરાશ 810.32 મિમી (89.16%) વરસાદ નોંધાયો છે, જે છેલ્લા ચાર વર્ષમાં સૌથી ઓછો છે. ગત વર્ષે (2025) આ જ સમયગાળા સુધીમાં રાજ્યમાં 1019.94 મિમી (115.66%) વરસાદ નોંધાઈ ચૂક્યો હતો (અને સિઝન અંતે 1133.75 મિમી પહોંચ્યો હતો). એટલે કે 2025ની સરખામણીએ 2026માં સરેરાશ વરસાદમાં આશરે 26.5% નો સીધો ઘટાડો નોંધાયો છે.

 ઝોનવાર વરસાદનું વિશ્લેષણ: ક્યાં અતિવૃષ્ટિ, ક્યાં અછત?
Gujarat Rainfall Regions Infographic

છેલ્લા ચાર વર્ષના વરસાદનો ટ્રેન્ડ

2023: 948.06 મિમી (108.16%)

2024: 1263.90 મિમી (143.14%)

2025: 1133.75 મિમી (128.57%) (30 સપ્ટેમ્બર સુધી: 1019.94 મિમી - 115.66%)

2026: 810.32 મિમી (89.16%)

મહિને-મહિને વરસાદની વહેંચણી (2026)

વર્ષ 2026માં ચોમાસું અનિયમિત રહ્યું હતું. કુલ 810.32 મિમીમાંથી અડધાથી વધુ વરસાદ માત્ર જુલાઈ મહિનામાં જ પડી ગયો હતો.

જૂન: 35.21 મિમી (ગયા વર્ષે જૂનમાં 303.09 મિમી પડ્યો હતો)

જુલાઈ: 552.57 મિમી (સિઝનનો સર્વાધિક 68% વરસાદ)

ઓગસ્ટ: 97.01 મિમી (તીવ્ર ખેંચ)

સપ્ટેમ્બર: 125.53 મિમી

રાજ્યના પાંચ ઝોનમાં વરસાદની વહેંચણી ખૂબ જ અસંતુલિત રહી 

દક્ષિણ ગુજરાત અગ્રેસર
 
દક્ષિણ ગુજરાત એકમાત્ર એવો ઝોન છે જ્યાં સરેરાશ 100% કરતાં વધુ (114.23%) વરસાદ થયો છે. વલસાડમાં 2954 મિમી (124.05%), ડાંગમાં 2596 મિમી (112.16%) અને નવસારીમાં 2466 મિમી (129.93%) વરસાદ નોંધાયો છે.

કચ્છ અને દેવભૂમિ દ્વારકામાં ચિંતાજનક સ્થિતિ
ગત વર્ષે 140% વરસાદ મેળવનાર કચ્છ આ વર્ષે માત્ર 57.60% (287.90મિમી) વરસાદ જ મેળવી શક્યું છે. સૌથી કફોડી સ્થિતિ દેવભૂમિ દ્વારકાની રહી છે, જ્યાં સિઝનનો માત્ર 16.45% (139 મિમી) વરસાદ થયો છે (જ્યારે 2025માં 107.93% થયો હતો). પોરબંદરમાં માત્ર 30.85% અને જામનગરમાં 42.83% વરસાદ નોંધાયો છે.

જળાશયો અને ડેમોની સ્થિતિ (2025 અને 2026)

વરસાદ ઓછો હોવા છતાં ઉપરવાસની આવકને લીધે રાજ્યની જીવાદોરી સમાન નર્મદા યોજના પૂર્ણ ભરાઈ ગઈ છે, પરંતુ સૌરાષ્ટ્ર-કચ્છના સ્થાનિક ડેમોમાં ચિંતાજનક તફાવત દેખાય છે.

સરદાર સરોવર (નર્મદા ડેમ)

2026: 3,33,056 MCFT સંગ્રહ સાથે 99.69% ભરાયો છે (પાણીની સપાટી 454.69 ફૂટ સામે FRL 454.98 ફૂટ). ઇનફ્લો 35,036 ક્યુસેક અને આઉટફ્લો 13,538 ક્યુસેક ચાલુ છે.2025: આ જ તારીખે નર્મદા ડેમ 98.43% ભરાયેલો હતો.

રાજ્યના અન્ય 206 ડેમોની તુલના

2025માં: 206 ડેમોમાં સરેરાશ 95.79% જળસંગ્રહ હતો અને 117 ડેમ 100% છલકાઈ ગયા હતા. 151 ડેમ હાઈ એલર્ટ પર હતા.

2026માં: 206 ડેમોમાં સરેરાશ સંગ્રહ ઘટીને 71.66% (3,99,804 MCFT) રહ્યો છે. માત્ર 33 ડેમ 100% ભરાયા છે, જ્યારે 75 જેટલા ડેમોમાં 25% કરતાં પણ ઓછો સંગ્રહ છે.ડેમ ચેતવણી (2026): 48 ડેમ હાઈ એલર્ટ, 13 એલર્ટ અને 8 ડેમ વોર્નિંગ હેઠળ મુકાયા છે.

ખરીફ વાવેતર પર અસર (કૃષિ ક્ષેત્રનું ચિત્ર)

ઓગસ્ટ માસના લાંબા વિરામ છતાં જુલાઈના પ્રારંભિક વરસાદના બળે રાજ્યમાં ખરીફ વાવેતર સામાન્ય સરેરાશની નજીક પહોંચ્યું છે:

કુલ ખરીફ વાવેતર: સામાન્ય વિસ્તાર 85.30 લાખ હેક્ટર સામે 28 સપ્ટેમ્બર 2026 સુધીમાં 83.15 લાખ હેક્ટર (93.47%) વાવેતર થયું છે.

મુખ્ય પાકોનું વાવેતર

ડાંગર: 9.27 લાખ હેક્ટર (સામાન્ય સામે 104.39%)

તુવેર: 3.32 લાખ હેક્ટર (129.77% - મોટો ઉછાળો)

મગફળી: 20.70 લાખ હેક્ટર (108.08%)

કપાસ: 21.51 લાખ હેક્ટર (સામાન્ય 23.83 લાખ હેક્ટર સામે 90.27% વાવેતર)

તલ: સામાન્ય સામે માત્ર 40.91% અને મગ 57.52% વિસ્તારમાં જ વવાયા છે.

આ પણ વાંચો: Rajkot: તહેવારો પહેલાં રસોડાના બજેટને મોટો બૂસ્ટર ડોઝ; સીંગતેલના ડબ્બામાં ₹20 અને કપાસિયા તેલમાં ₹15નો ઘટાડો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0