Ahmedabad: ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ સક્રિય, 2 અને 3 જુલાઈએ રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી અને ચોમાસાના પ્રારંભિક તબક્કા વચ્ચે હવામાન વિભાગે રાજ્યના નાગરિકો, વહીવટી તંત્ર અને ખાસ કરીને માછીમારો માટે આગામી અઠવાડિયાની મહત્વની ચેતવણી જારી કરી છે. વાતાવરણમાં એક સાથે બે સિસ્ટમ (સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ) સક્રિય થવાના કારણે ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ બરાબરનો જામવાનો છે.
દક્ષિણ ગુજરાતમાં ચોમાસું અટક્યું, પણ ચિંતાની જરૂર નથી
હવામાન વિભાગના સત્તાવાર બુલેટિન અનુસાર, ચોમાસું રાજ્યમાં પ્રવેશી ચૂક્યું છે પરંતુ દક્ષિણ ગુજરાતના ભાગોમાં તેની ગતિ હાલ થોડી મંદ પડી ગઈ છે. જો કે, આ મંદી બહુ લાંબી નહીં ચાલે કારણ કે રાજ્ય પરથી એક મજબૂત ટ્રફ પસાર થઈ રહ્યો છે જેને અરબી સમુદ્રમાંથી પૂરતો ભેજ મળી રહ્યો છે. આ સિસ્ટમની વ્યાપક અસરના કારણે આગામી 2 અને 3 જુલાઈએ સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક અને ધોધમાર વરસાદ પડવાની અગાહી કરવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પણ ખાબકી શકે છે.
પવનનો કહેર અને દરિયાકાંઠે કડક સૂચના
આ આકાશી સિસ્ટમ સક્રિય થતાં જ દરિયાઈ પટ્ટી પર જોખમ વધી ગયું છે. 1 જુલાઈએ સમુદ્ર અત્યંત તોફાની બનવાની સંભાવના હોવાથી તમામ માછીમારોને બોટો લઈને દરિયામાં ન જવા અને જેઓ અંદર છે તેમને તુરંત કિનારે પરત ફરી જવા માટે વહીવટી તંત્ર દ્વારા એનાઉન્સમેન્ટ કરી દેવામાં આવ્યું છે. આ સમયગાળા દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં 40 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાશે, જેના કારણે કાચા મકાનો, હોર્ડિંગ્સ અને વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ બની શકે છે. આજે ખાસ કરીને સરહદી જિલ્લા કચ્છ અને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા તેમજ સાબરકાંઠામાં મેઘ મહેર જોવા મળશે. આ સાથે જ પૂર્વ પટ્ટીના દાહોદ અને છોટાઉદેપુર પંથકમાં પણ ગાજવીજ સાથે વાવાઝોડા જેવો માહોલ સર્જાશે. જ્યારે આગામી દિવસોમાં સુરત, નવસારી, વલસાડ, તાપી અને ડાંગ સહિતના દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ અને કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં મેઘરાજા મન મૂકીને વરસશે.
આ પણ વાંચો: Gandhinagar: કેન્દ્રીય મંત્રી અમિત શાહના હસ્તે ગુજરાતમાં 'ભારત ટેક્સી'નું લોન્ચિં, 1.5 લાખથી વધુ સારથીઓ સાથે ક્રાંતિનો પ્રારંભ
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

