Ahmedabad: ખ્યાતિ હોસ્પિટલને મેડિકલ એસોસિએશને લખ્યો પત્ર, પુરાવા રજૂ કરવા કર્યો આદેશ
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલને ગુજરાત મેડિકલ એસોસિએશને પત્ર લખ્યો છે અને પત્ર લખીને હોસ્પિટલ પાસે ખુલાસો માગવામાં આવ્યો છે. આ સાથે જ હોસ્પિટલને દર્દીઓની સારવારના કાગળો, દસ્તાવેજ મોકલવા પણ આદેશ કરવામાં આવ્યો છે.રિપોર્ટ અને પુરાવા સાત દિવસમાં મોકલી આપવા આદેશ ગુજરાત મેડિકલ એસોસિએશને પત્ર લખીને હોસ્પિટલને રિપોર્ટ અને પુરાવા સાત દિવસમાં મોકલી આપવા આદેશ કર્યો છે. આ સાથે જ હોસ્પિટલનું રજીસ્ટ્રેશન, માલિકનું નામ પણ મગાવ્યું છે તથા મેડિકલ એસોસિએશને ડોક્ટરોની માહિતી પણ મગાવી છે. ખ્યાતિ હોસ્પિટલનું વધુ એક કારનામું આવ્યું સામે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલનું વધુ એક કારનામું પણ સામે આવ્યું છે. તે જાણીને તમે ચોંકી ઉઠશો, હોસ્પિટલમાં એક દર્દી કિડનીનો દુખાવો હોવાના કારણે આવ્યો હતો તે દર્દીનું ડોકટરે એન્જીઓગ્રાફિ કરી નાખ્યું હતું. દર્દી રમેશભાઈ પટેલે જણાવ્યું કે પત્નીને છાતીમાં દુખાવાનું બતાવ્યા હતા પણ પત્ની પહેલા મારી જ એન્જીઓગ્રાફિ કરી નાખી હતી. આ સર્જરી માટે મને જાણ પણ કરવામાં આવી નહોતી તેવું દર્દી રમેશભાઈ પટેલે જણાવ્યું હતું. ખ્યાતિ હોસ્પિટલમાં મોત અંગે વિપક્ષની પ્રતિક્રિયા તમને જણાવી દઈએ કે ખ્યાતિ હોસ્પિટલમાં ડોક્ટરોની બેદરકારીને કારણે 2 લોકોના મોત થયા છે. ત્યારે આ મામલે વિપક્ષે પણ પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું કે મેડિકલ માફીયાઓ સેવાના નામે ગોરખધંધા ચલાવી રહ્યા છે, મૃતકના પરિવારજનો પ્રત્યે કોંગ્રેસ પક્ષ સંવેદના પાઠવે છે. મેડિકલ માફિયાઓના ગોરખધંધાના કારણે લોકો મોતને ભેટી રહ્યા છે. આ સાથે જ કોંગ્રેસે માગ કરી કે પરિવારજનોને યોગ્ય વળતર અને જે દર્દીઓ એડમિટ છે એમને યોગ્ય સારવાર મળવી જોઈએ. સરકારની રહેમરાહ હેઠળ ગુજરાતમાં મેડિકલ માફિયા બેફામ બન્યા છે. ખ્યાતિ હોસ્પિટલની ગુનાહિત બેદરકારીના કારણે થયેલા મોત અંગે વિપક્ષનેતા અમીત ચાવડાએ આકરા પ્રહારો કર્યા હતાપૂર્વ આરોગ્ય મંત્રી નીતિન પટેલનું નિવેદન ખ્યાતિ હોસ્પિટલ મામલે પૂર્વ આરોગ્ય મંત્રી નીતિન પટેલે નિવેદન આપતા કહ્યું કે હવે બાકી રહેલા દર્દીઓની હાલત સ્વસ્થ છે, તેમને પણ ડીસ્ચાર્જ કરવામાં આવશે, હવે કોઈ દર્દીઓને લગભગ જોખમ નથી. ગામના સરપંચ અને સગાવ્હાલા સાથે પણ વાતચીત કરી છે, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પણ તપાસના આદેશ આપ્યા છે અને સરકારે કાર્યવાહી કરવાની કીધું છે એટલે કાર્યવાહી કરશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલને ગુજરાત મેડિકલ એસોસિએશને પત્ર લખ્યો છે અને પત્ર લખીને હોસ્પિટલ પાસે ખુલાસો માગવામાં આવ્યો છે. આ સાથે જ હોસ્પિટલને દર્દીઓની સારવારના કાગળો, દસ્તાવેજ મોકલવા પણ આદેશ કરવામાં આવ્યો છે.
રિપોર્ટ અને પુરાવા સાત દિવસમાં મોકલી આપવા આદેશ
ગુજરાત મેડિકલ એસોસિએશને પત્ર લખીને હોસ્પિટલને રિપોર્ટ અને પુરાવા સાત દિવસમાં મોકલી આપવા આદેશ કર્યો છે. આ સાથે જ હોસ્પિટલનું રજીસ્ટ્રેશન, માલિકનું નામ પણ મગાવ્યું છે તથા મેડિકલ એસોસિએશને ડોક્ટરોની માહિતી પણ મગાવી છે.
ખ્યાતિ હોસ્પિટલનું વધુ એક કારનામું આવ્યું સામે
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલનું વધુ એક કારનામું પણ સામે આવ્યું છે. તે જાણીને તમે ચોંકી ઉઠશો, હોસ્પિટલમાં એક દર્દી કિડનીનો દુખાવો હોવાના કારણે આવ્યો હતો તે દર્દીનું ડોકટરે એન્જીઓગ્રાફિ કરી નાખ્યું હતું. દર્દી રમેશભાઈ પટેલે જણાવ્યું કે પત્નીને છાતીમાં દુખાવાનું બતાવ્યા હતા પણ પત્ની પહેલા મારી જ એન્જીઓગ્રાફિ કરી નાખી હતી. આ સર્જરી માટે મને જાણ પણ કરવામાં આવી નહોતી તેવું દર્દી રમેશભાઈ પટેલે જણાવ્યું હતું.
ખ્યાતિ હોસ્પિટલમાં મોત અંગે વિપક્ષની પ્રતિક્રિયા
તમને જણાવી દઈએ કે ખ્યાતિ હોસ્પિટલમાં ડોક્ટરોની બેદરકારીને કારણે 2 લોકોના મોત થયા છે. ત્યારે આ મામલે વિપક્ષે પણ પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું કે મેડિકલ માફીયાઓ સેવાના નામે ગોરખધંધા ચલાવી રહ્યા છે, મૃતકના પરિવારજનો પ્રત્યે કોંગ્રેસ પક્ષ સંવેદના પાઠવે છે. મેડિકલ માફિયાઓના ગોરખધંધાના કારણે લોકો મોતને ભેટી રહ્યા છે. આ સાથે જ કોંગ્રેસે માગ કરી કે પરિવારજનોને યોગ્ય વળતર અને જે દર્દીઓ એડમિટ છે એમને યોગ્ય સારવાર મળવી જોઈએ. સરકારની રહેમરાહ હેઠળ ગુજરાતમાં મેડિકલ માફિયા બેફામ બન્યા છે. ખ્યાતિ હોસ્પિટલની ગુનાહિત બેદરકારીના કારણે થયેલા મોત અંગે વિપક્ષનેતા અમીત ચાવડાએ આકરા પ્રહારો કર્યા હતા
પૂર્વ આરોગ્ય મંત્રી નીતિન પટેલનું નિવેદન
ખ્યાતિ હોસ્પિટલ મામલે પૂર્વ આરોગ્ય મંત્રી નીતિન પટેલે નિવેદન આપતા કહ્યું કે હવે બાકી રહેલા દર્દીઓની હાલત સ્વસ્થ છે, તેમને પણ ડીસ્ચાર્જ કરવામાં આવશે, હવે કોઈ દર્દીઓને લગભગ જોખમ નથી. ગામના સરપંચ અને સગાવ્હાલા સાથે પણ વાતચીત કરી છે, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પણ તપાસના આદેશ આપ્યા છે અને સરકારે કાર્યવાહી કરવાની કીધું છે એટલે કાર્યવાહી કરશે.