Ahmedabad: ખોખરામાં શિક્ષિકા સાથે દુષ્કર્મ આચરી બ્લેકમેઈલ કરનારા આરોપીની ધરપકડ
અમદાવાદના ખોખરા વિસ્તારમાં શિક્ષિકા સાથે દુષ્કર્મ ગુજારી બ્લેકમેઈલ કરનાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી કોરોના સમયમાં શિક્ષિકાના સંપર્કમા આવ્યો હતો. જે બાદ તેની સાથે દુષ્કર્મ ગુજારી તેને બદનામ કરવાની ધમકી આપી હતી. જે અંગે શિક્ષિકાએ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરુ કરી છે.શિક્ષિકા સાથે પરિચય થતા આરોપીએ દુષ્કર્મ ગુજાર્યું ખોખરા પોલીસની કસ્ટડીમાં રહેલા આરોપીનું નામ અશોક નિષાધ છે. જેના પર એક શિક્ષિકાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. કોરોના સમયે ખાનગી સ્કૂલમાં અભ્યાસ કરાવતા શિક્ષિકાએ ઓનલાઈન ટીચીંગ માટે જે વોટ્સએપ ગ્રુપ બનાવ્યું હતું. તેના આધારે આરોપી પાસે શિક્ષિકાનો નંબર આવ્યો હતો. જે બાદ શિક્ષિકા સાથે પરિચય થતા તેણે દુષ્કર્મ ગુજાર્યું હતુ. જે બાદ શિક્ષિકાને તેના બિભત્સ ફોટા અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી તેને બ્લેકમેઈલ કરતો હતો. શિક્ષિકા પાસેથી 30 લાખ રૂપિયા પડાવ્યા આરોપી અશોકે ફરિયાદીને ધમકી આપી તેની પાસેથી 30 લાખ જેટલા રુપિયા તથા સોના ચાંદીના દાગીના પડાવી લીધા હતા. જે અંગે ફરિયાદીના પતિ કે જે દિલ્હીમાં પોલીસ વિભાગમાં ફરજ બજાવે છે. તેને જાણ થતા મામલો પોલીસ મથકે પહોંચ્યો. જેથી ખોખરા પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરુ કરી છે. સાથે જ આરોપી વિરુદ્ધ અગાઉ પણ એક મહિલાએ એટ્રોસીટી અને ધમકી આપવાની ફરિયાદ નોંધાવી હતી, જેમાં વિવેકાનંદનગર પોલીસે તેની ધરપકડ કરી હતી. જ્યાંથી પોલીસે તેની ધરપકડ કરી છે. અગાઉ પણ આરોપી વિરૂદ્ધ નોંધાઈ ચૂક્યા છે ગુના આરોપી અંગે તપાસ કરતા તે વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એટ્રોસિટીના ગુનામાં જેલમાં હોવાનું ધ્યાને આવતા સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી ટ્રાન્સફર વોરંટના આધારે પકડી તેની ધરપકડ કરવામાં આવી છે. આરોપી અગાઉ ટેક્સટાઈલ કંપનીમાં નોકરી કરતો હોવાનું પણ તપાસમાં સામે આવ્યુ છે. ઝડપાયેલા આરોપીને પરિવારમાં પત્ની અને બે બાળકો સાથે રહે છે. તેવામાં ખોખરા પોલીસે આરોપીની ધરપકડ કરી તેણે ભોગ બનનાર પાસેથી લીધેલા પૈસા અને દાગીનાનું શું કર્યું તેને લઈને તેની પૂછપરછ શરૂ કરવામાં આવી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદના ખોખરા વિસ્તારમાં શિક્ષિકા સાથે દુષ્કર્મ ગુજારી બ્લેકમેઈલ કરનાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી કોરોના સમયમાં શિક્ષિકાના સંપર્કમા આવ્યો હતો. જે બાદ તેની સાથે દુષ્કર્મ ગુજારી તેને બદનામ કરવાની ધમકી આપી હતી. જે અંગે શિક્ષિકાએ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરુ કરી છે.
શિક્ષિકા સાથે પરિચય થતા આરોપીએ દુષ્કર્મ ગુજાર્યું
ખોખરા પોલીસની કસ્ટડીમાં રહેલા આરોપીનું નામ અશોક નિષાધ છે. જેના પર એક શિક્ષિકાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. કોરોના સમયે ખાનગી સ્કૂલમાં અભ્યાસ કરાવતા શિક્ષિકાએ ઓનલાઈન ટીચીંગ માટે જે વોટ્સએપ ગ્રુપ બનાવ્યું હતું. તેના આધારે આરોપી પાસે શિક્ષિકાનો નંબર આવ્યો હતો. જે બાદ શિક્ષિકા સાથે પરિચય થતા તેણે દુષ્કર્મ ગુજાર્યું હતુ. જે બાદ શિક્ષિકાને તેના બિભત્સ ફોટા અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી તેને બ્લેકમેઈલ કરતો હતો.
શિક્ષિકા પાસેથી 30 લાખ રૂપિયા પડાવ્યા
આરોપી અશોકે ફરિયાદીને ધમકી આપી તેની પાસેથી 30 લાખ જેટલા રુપિયા તથા સોના ચાંદીના દાગીના પડાવી લીધા હતા. જે અંગે ફરિયાદીના પતિ કે જે દિલ્હીમાં પોલીસ વિભાગમાં ફરજ બજાવે છે. તેને જાણ થતા મામલો પોલીસ મથકે પહોંચ્યો. જેથી ખોખરા પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરુ કરી છે. સાથે જ આરોપી વિરુદ્ધ અગાઉ પણ એક મહિલાએ એટ્રોસીટી અને ધમકી આપવાની ફરિયાદ નોંધાવી હતી, જેમાં વિવેકાનંદનગર પોલીસે તેની ધરપકડ કરી હતી. જ્યાંથી પોલીસે તેની ધરપકડ કરી છે.
અગાઉ પણ આરોપી વિરૂદ્ધ નોંધાઈ ચૂક્યા છે ગુના
આરોપી અંગે તપાસ કરતા તે વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એટ્રોસિટીના ગુનામાં જેલમાં હોવાનું ધ્યાને આવતા સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી ટ્રાન્સફર વોરંટના આધારે પકડી તેની ધરપકડ કરવામાં આવી છે. આરોપી અગાઉ ટેક્સટાઈલ કંપનીમાં નોકરી કરતો હોવાનું પણ તપાસમાં સામે આવ્યુ છે. ઝડપાયેલા આરોપીને પરિવારમાં પત્ની અને બે બાળકો સાથે રહે છે. તેવામાં ખોખરા પોલીસે આરોપીની ધરપકડ કરી તેણે ભોગ બનનાર પાસેથી લીધેલા પૈસા અને દાગીનાનું શું કર્યું તેને લઈને તેની પૂછપરછ શરૂ કરવામાં આવી છે.