Ahmedabad: ખોખરામાં મારામારી કરનારા 7 આરોપીઓની પોલીસે કરી ધરપકડ

અમદાવાદના ખોખરા વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે. એકસપ્રેસ હાઈવે પર ખાનગી વાન ચલાવવાની બાબતમાં કેટલાક લોકોએ યુવકને માર મારીને ધમકી આપી છે. જેના સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થાય હતા. જે મામલે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે 7 આરોપીઓને ઝડપી લીધા છે. 7 જેટલા લોકોએ એક યુવકને માર મારી ધમકી આપી શહેરમાં ફરી એક વખત અસમાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે. એકસપ્રેસ હાઈવે પાસે ખાનગી વાન ચલાવવાની બાબતમાં 7 જેટલા લોકોએ એક યુવકને માર મારી ધમકી આપી છે. જે મામલે ખોખરા પોલીસે કનુ ભરવાડ, હાર્દિક ભરવાડ, નારાયણ ભરવાડ, શની બારોટ, રાધે રાજપૂત, મુન્ના ભરવાડ અને મહેશ ભરવાડ વિરૂદ્ધમાં ગુનો દાખલ કરીને તેમની ધરપકડ કરી છે. આરોપીઓએ હાથમાં લાકડી અને ચપ્પુ જેવા હથિયારો લઈને સીટીએમ પાસે રામરથ કોમ્પલેક્ષમાં આવેલી કરિયાણાની દુકાનમાં પહોંચ્યા હતા અને સરદારસિંહ નામના આરોપીને માર મારી ધમકી આપી હતી. ફરિયાદીને ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા ફરિયાદી નરોડા પાટિયા ખાતે આવેલી શ્યામ ટ્રાવેલ્સમાં ટિકિટ માસ્ટર તરીકે નોકરી કરે છે. 3 ફેબ્રુઆરીના દિવસે જ્યારે તેઓ તેમની કરિયાણાની દુકાને હાજર હતા, ત્યારે આરોપીઓ ત્યાં આવ્યા હતા અને કહ્યું હતું કે તારે એક્સપ્રેસ હાઈવે પર ગાડી ચલાવવાની છે. જો તું ગાડી લઈને આવીશ તો તને જાનથી મારી નાખીશ અને તેને માર મારવા લાગ્યા હતા. ફરિયાદીના માતા વચ્ચે પડતા આરોપીઓએ તેમને પણ ધક્કો માર્યો હતો. આરોપીઓમાંથી રાધે રાજપૂતે ધમકી આપી હતી કે હું મેમલા રાજપૂતનો માણસ છું. હવે પછી તું બહાર દેખાઈશ તો જાનથી મારી નાખીશ. જો કે ફરિયાદીને ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. આરોપીઓની ધરપકડ કરીને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ હાલમાં પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરીને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. ત્યારે આરોપીના ગુનાહિત ભુતકાળ અંગે પણ તપાસ શરુ કરવામાં આવી છે. સાથે જ હાઈવે પર ચાલતી ખાનગી ગાડીઓમાં કેટલી ગેંગ તેને ઓપરેટ કરે છે અને તેને કેવી રીતે રોકી શકાય તે મામલે પણ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. 

Ahmedabad: ખોખરામાં મારામારી કરનારા 7 આરોપીઓની પોલીસે કરી ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદના ખોખરા વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે. એકસપ્રેસ હાઈવે પર ખાનગી વાન ચલાવવાની બાબતમાં કેટલાક લોકોએ યુવકને માર મારીને ધમકી આપી છે. જેના સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થાય હતા. જે મામલે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે 7 આરોપીઓને ઝડપી લીધા છે.

 7 જેટલા લોકોએ એક યુવકને માર મારી ધમકી આપી

શહેરમાં ફરી એક વખત અસમાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે. એકસપ્રેસ હાઈવે પાસે ખાનગી વાન ચલાવવાની બાબતમાં 7 જેટલા લોકોએ એક યુવકને માર મારી ધમકી આપી છે. જે મામલે ખોખરા પોલીસે કનુ ભરવાડ, હાર્દિક ભરવાડ, નારાયણ ભરવાડ, શની બારોટ, રાધે રાજપૂત, મુન્ના ભરવાડ અને મહેશ ભરવાડ વિરૂદ્ધમાં ગુનો દાખલ કરીને તેમની ધરપકડ કરી છે. આરોપીઓએ હાથમાં લાકડી અને ચપ્પુ જેવા હથિયારો લઈને સીટીએમ પાસે રામરથ કોમ્પલેક્ષમાં આવેલી કરિયાણાની દુકાનમાં પહોંચ્યા હતા અને સરદારસિંહ નામના આરોપીને માર મારી ધમકી આપી હતી.

ફરિયાદીને ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા

ફરિયાદી નરોડા પાટિયા ખાતે આવેલી શ્યામ ટ્રાવેલ્સમાં ટિકિટ માસ્ટર તરીકે નોકરી કરે છે. 3 ફેબ્રુઆરીના દિવસે જ્યારે તેઓ તેમની કરિયાણાની દુકાને હાજર હતા, ત્યારે આરોપીઓ ત્યાં આવ્યા હતા અને કહ્યું હતું કે તારે એક્સપ્રેસ હાઈવે પર ગાડી ચલાવવાની છે. જો તું ગાડી લઈને આવીશ તો તને જાનથી મારી નાખીશ અને તેને માર મારવા લાગ્યા હતા. ફરિયાદીના માતા વચ્ચે પડતા આરોપીઓએ તેમને પણ ધક્કો માર્યો હતો. આરોપીઓમાંથી રાધે રાજપૂતે ધમકી આપી હતી કે હું મેમલા રાજપૂતનો માણસ છું. હવે પછી તું બહાર દેખાઈશ તો જાનથી મારી નાખીશ. જો કે ફરિયાદીને ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.

આરોપીઓની ધરપકડ કરીને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ

હાલમાં પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરીને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. ત્યારે આરોપીના ગુનાહિત ભુતકાળ અંગે પણ તપાસ શરુ કરવામાં આવી છે. સાથે જ હાઈવે પર ચાલતી ખાનગી ગાડીઓમાં કેટલી ગેંગ તેને ઓપરેટ કરે છે અને તેને કેવી રીતે રોકી શકાય તે મામલે પણ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.