Ahmedabad ક્રાઈમ બ્રાન્ચે 15 બાંગ્લાદેશીઓને તેમના દેશમાં ડિપોર્ટ કર્યા, સરકારની મોટી કાર્યવાહી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની સૌથી મોટી કામગીરી સામે આવી છે,જેમાં અમદાવાદમાં ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે.જેમાં 15 બાંગ્લાદેશીઓને તેમના દેશમાં પરત ડિપોર્ટ કરવામાં આવ્યા છે,ક્રાઈમ બ્રાંચના કોમ્બિંગમાં 50 બાંગ્લાદેશી ઝડપાયા હોવાની વાત સામે આવી છે અને ઝડપાયેલા આરોપીઓ ટ્રાફિકિંગમાં સંડોવાયેલા હતા.
હર્ષ સંઘવીએ ટ્વિટ કરીને આપી માહિતી
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે અમદાવાદમાંથી 50 બાંગ્લાદેશીઓને ઝડપ્યા છે જેમાંથી 15 બાંગ્લાદેશીઓને તેમના વતન ડિપોર્ટ કરવામાં આવ્યા છે.ખોટા ડોક્યુમેન્ટ્સ રજૂ કરવા મામલે પણ કાર્યવાહી કરવામાં આવી છે,તો હજી પણ બાકી રહેલા લોકોને પરત બાંગ્લાદેશ મોકલવા કાર્યવાહી કરવામાં આવશે,આ સમગ્ર કેસમાં ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ ટ્વિટ કરીને માહિતી આપી છે.અમદાવાદના ચંડોળા તળાવ પાસે સૌથી વધારે ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશીઓ રહે છે.
જાણો બાંગ્લાદેશીઓ કઈ રીતે ઘૂસે છે ભારતમાં
ભારત-બાંગ્લાદેશ સરહદ, જે નદી, વન અને દૂરના ગામડાંથી થઈને પસાર થાય છે. એક જટિલ વિસ્તાર છે જેને સુરક્ષિત કરવો મુશ્કેલ છે. વર્ષોના પ્રયત્નો છતાં, તેના મોટા ભાગ હજુ પણ બેરિકેડથી મુક્ત છે, જેનાથી આ વિસ્તાર ઘૂસણખોરી અને તસ્કરી માટે ખુલ્લો અને સરળ માર્ગ છે. ખાસ કરીને ઉત્તર બંગાળમાં સ્થિતિ ખૂબ ચિંતાજનક છે. જ્યાં નદીઓ ઘણી વખત પોતાનો રસ્તો બદલી દે છે અને સરહદોમાં ફેરફાર થતો રહે છે અને બેરિકેડ લગાવવો અસંભવ થઈ જાય છે. આ ઘૂસણખોરો અને તસ્કરો માટે સરળ એન્ટ્રી પોઈન્ટ બનાવે છે.
જાણો કોને-કોને પરત મોકલાયા
01- ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ માટે નકલી ભારતીય દસ્તાવેજો બનાવતા રેકેટનો પર્દાફાશ
02-કોમ્બિંગ ઓપરેશન દરમિયાન 50 ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સની અટકાયત
03-15 ઇમિગ્રન્ટ્સ અને 1 સગીર બાળકને સફળતાપૂર્વક દેશનિકાલ કરવામાં આવ્યા
04-બાકીના ઇમિગ્રન્ટ્સના દેશનિકાલ માટે ચાલુ કાનૂની પ્રક્રિયા
What's Your Reaction?






