Ahmedabad: કોલકત્તાની તબીબ સાથે દુષ્કર્મનો ઠેર-ઠેર વિરોધ, પીડિતાને ન્યાય માટે મૌન રેલી

પીડિતાને ન્યાય માટે મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું  રેલીમાં મોટીસંખ્યામાં મેડિકલના વિદ્યાર્થીઓ જોડાયા હતા  મમતા બેનર્જી મહિલા થઈને ન્યાય નથી અપાવી શકતી: MLA ડો.પાયલ કુકરાની કોલકત્તાની તબીબ સાથે દુષ્કર્મનો ઠેર-ઠેર વિરોધ થઇ રહ્યો છે. જેમાં અમદાવાદમાં પીડિતાને ન્યાય માટે મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતુ. તેમાં નરોડાના MLA ડો.પાયલ કુકરાની દ્વારા મૌન રેલી કઢાઈ હતી. જેમાં બંગાળની સરકાર કોઈ પગલાં ન લેતી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. તેમજ રેલીમાં મોટીસંખ્યામાં મેડિકલના વિદ્યાર્થીઓ જોડાયા હતા. નરોડાના MLA ડો.પાયલ કુકરાનીએ જણાવ્યું છે કે કોઈ એક વ્યક્તિ આરોપી નથી નરોડાના MLA ડો.પાયલ કુકરાનીએ જણાવ્યું છે કે કોઈ એક વ્યક્તિ આરોપી નથી. મમતા બેનર્જી મહિલા થઈને ન્યાય નથી અપાવી શકતી. પીડિતાનો મેડિકલ રિપોર્ટ ઘણું બધું કહે છે. મમતા સરકાર આરોપીઓને બચાવી રહી છે. તેથી કોલકત્તા ડોક્ટર સાથે દુષ્કર્મનો વિરોધ ઠેર ઠેર થઇ રહ્યો છે. જેમાં અમદાવાદ સહિત દેશમાં વિવિધ શહેરોમાં પીડીતાને ન્યાય માટે મૌન રેલીનું આયોજન થઇ રહ્યું છે. તેમજ રિપોર્ટમાં સ્પષ્ટ થાય છે કે એક વ્યક્તિએ આ દુષ્કર્મ કર્યું નથી. ઉલ્લેખનીય છે કે કોલકાતાની આર.જી.મેડિકલ કોલેજમાં મહિલા તબીબ સાથે દુષ્કર્મ બાદ હત્યાના કેસમાં CBI દ્વારા પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષની પૂછપરછ કરવામાં આવશે. એક તરફ CBIની તપાસ ચાલી રહી છે ત્યાં આજે સુપ્રીમ કોર્ટમાં મામલે સુનાવણી કરવામાં આવી હતી. આ મામલે ભારતના અનેક જિલ્લામાં સ્વાસ્થ્યકર્મીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે.સુપ્રીમ કોર્ટે પીડિતાની ઓળખ ઉજાગર થવા મામલે નારાજગી વ્યક્ત કરી સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે પીડિતાની ઓળખ ઉજાગર થવા મામલે નારાજગી વ્યક્ત કરી હતી. CJIએ કહ્યું કે, 'અમે જોયું કે પીડિતાની ઓળખ જાહેર કરવામાં આવી રહી છે. આવું ન થવું જોઈએ.' ચીફ જસ્ટિસ ચંદ્રચૂડે સુનાવણી દરમિયાન કહ્યું હતું, કે 'સ્વાસ્થ્ય કર્મીઓમાં મહિલા તબીબ સૌથી મહત્વપૂર્ણ છે. યુવા ડોક્ટર 36 કલાક કામ કરી રહ્યા છે. સુરક્ષા આપવા માટે રાષ્ટ્રીય પ્રોટોકોલ વિકસિત કરવાની જરૂર છે. જો મહિલાઓ કામ કરવા નહીં જઈ શકે તો આપણે તેમને સમાનતાથી વંચિત કરી રહ્યા છીએ.'

Ahmedabad: કોલકત્તાની તબીબ સાથે દુષ્કર્મનો ઠેર-ઠેર વિરોધ, પીડિતાને ન્યાય માટે મૌન રેલી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પીડિતાને ન્યાય માટે મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું
  •  રેલીમાં મોટીસંખ્યામાં મેડિકલના વિદ્યાર્થીઓ જોડાયા હતા
  •  મમતા બેનર્જી મહિલા થઈને ન્યાય નથી અપાવી શકતી: MLA ડો.પાયલ કુકરાની

કોલકત્તાની તબીબ સાથે દુષ્કર્મનો ઠેર-ઠેર વિરોધ થઇ રહ્યો છે. જેમાં અમદાવાદમાં પીડિતાને ન્યાય માટે મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતુ. તેમાં નરોડાના MLA ડો.પાયલ કુકરાની દ્વારા મૌન રેલી કઢાઈ હતી. જેમાં બંગાળની સરકાર કોઈ પગલાં ન લેતી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. તેમજ રેલીમાં મોટીસંખ્યામાં મેડિકલના વિદ્યાર્થીઓ જોડાયા હતા.

નરોડાના MLA ડો.પાયલ કુકરાનીએ જણાવ્યું છે કે કોઈ એક વ્યક્તિ આરોપી નથી

નરોડાના MLA ડો.પાયલ કુકરાનીએ જણાવ્યું છે કે કોઈ એક વ્યક્તિ આરોપી નથી. મમતા બેનર્જી મહિલા થઈને ન્યાય નથી અપાવી શકતી. પીડિતાનો મેડિકલ રિપોર્ટ ઘણું બધું કહે છે. મમતા સરકાર આરોપીઓને બચાવી રહી છે. તેથી કોલકત્તા ડોક્ટર સાથે દુષ્કર્મનો વિરોધ ઠેર ઠેર થઇ રહ્યો છે. જેમાં અમદાવાદ સહિત દેશમાં વિવિધ શહેરોમાં પીડીતાને ન્યાય માટે મૌન રેલીનું આયોજન થઇ રહ્યું છે. તેમજ રિપોર્ટમાં સ્પષ્ટ થાય છે કે એક વ્યક્તિએ આ દુષ્કર્મ કર્યું નથી. ઉલ્લેખનીય છે કે કોલકાતાની આર.જી.મેડિકલ કોલેજમાં મહિલા તબીબ સાથે દુષ્કર્મ બાદ હત્યાના કેસમાં CBI દ્વારા પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષની પૂછપરછ કરવામાં આવશે. એક તરફ CBIની તપાસ ચાલી રહી છે ત્યાં આજે સુપ્રીમ કોર્ટમાં મામલે સુનાવણી કરવામાં આવી હતી. આ મામલે ભારતના અનેક જિલ્લામાં સ્વાસ્થ્યકર્મીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે.

સુપ્રીમ કોર્ટે પીડિતાની ઓળખ ઉજાગર થવા મામલે નારાજગી વ્યક્ત કરી

સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે પીડિતાની ઓળખ ઉજાગર થવા મામલે નારાજગી વ્યક્ત કરી હતી. CJIએ કહ્યું કે, 'અમે જોયું કે પીડિતાની ઓળખ જાહેર કરવામાં આવી રહી છે. આવું ન થવું જોઈએ.' ચીફ જસ્ટિસ ચંદ્રચૂડે સુનાવણી દરમિયાન કહ્યું હતું, કે 'સ્વાસ્થ્ય કર્મીઓમાં મહિલા તબીબ સૌથી મહત્વપૂર્ણ છે. યુવા ડોક્ટર 36 કલાક કામ કરી રહ્યા છે. સુરક્ષા આપવા માટે રાષ્ટ્રીય પ્રોટોકોલ વિકસિત કરવાની જરૂર છે. જો મહિલાઓ કામ કરવા નહીં જઈ શકે તો આપણે તેમને સમાનતાથી વંચિત કરી રહ્યા છીએ.'