Ahmedabad: કુરિયર કંપનીના જનરલ મેનેજર સાથે 8લાખનું ઓનલાઈન ફ્રોડ

કુરિયર કંપનીના જનરલ મેનેજરને શેરમાં રોકાણ સામે ઉંચા વળતરની લાલચ આપી સાયબર ઠગોએ આઠ લાખનું ફુલેકું ફેરવ્યાની ફરિયાદ સાયબર સેલમાં ગુરૂવારે નોંધાઈ છે. ફરિયાદીએ રોકાણ કરેલી રકમ નફા સાથે પરત લેવા વિડ્રો રિકવેસ્ટ નાંખતા આરોપીએ ટેક્સના બીજા આઠ લાખ ભરો પછી બધી રકમ પરત મળશે તેવો જવાબ આપ્યો હતો. આખરે છેતરપિંડીનો ભોગ બન્યાનું ધ્યાને આવતા ફરિયાદીએ સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી હતી.ન્યૂ રાણીપના ચેનપુર રોડ પર અરિહંત પ્લાઝામાં રહેતાં જીતેન્દ્રકુમાર સજ્જનસિંહ કુંપાવત (ઉં.48)એ સાયબર સેલમાં ફરિયાદ કરી છે. જે મુજબ ફેસબૂક પર ફરિયાદીને શેર માર્કેટમાં રોકાણ સામે નફો મળતો હોવાની આઈડી મળી હતી. આ આઈડી આધારે તેઓ વોટસએપ ગ્રૂપમાં એડ થયા હતા.આ ગ્રૂપમાં અનેક લોકો ટ્રેર્ડીંગના સ્ક્રીન શોટ મુકતા હતા. ફરિયાદીએ રોકાણમાં રસ દાખવીને વોટસએપમાં આપેલા નંબર પર ફોન કર્યો હતો. આરોપીએ તમારે પૈસા કમાવવા માટે પહેલા અમે આપેલા બેંક ખાતામાં નાણાં જમા કરવા પડશે. તેમ કહી ફરિયાદી પાસે જુદા જુદા ખાતામાં 8.10 લાખની રકમ ભરાવી હતી. આ રકમ નફા સાથે વિડ્રો કરવાની વાત કરતા આરોપીએ ટેક્સના બીજા આઠ લાખ ભરો પછી બધા રૂપિયા પરત મળશે તેવી વાત કરી હતી.

Ahmedabad: કુરિયર કંપનીના જનરલ મેનેજર સાથે 8લાખનું ઓનલાઈન ફ્રોડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

કુરિયર કંપનીના જનરલ મેનેજરને શેરમાં રોકાણ સામે ઉંચા વળતરની લાલચ આપી સાયબર ઠગોએ આઠ લાખનું ફુલેકું ફેરવ્યાની ફરિયાદ સાયબર સેલમાં ગુરૂવારે નોંધાઈ છે. ફરિયાદીએ રોકાણ કરેલી રકમ નફા સાથે પરત લેવા વિડ્રો રિકવેસ્ટ નાંખતા આરોપીએ ટેક્સના બીજા આઠ લાખ ભરો પછી બધી રકમ પરત મળશે તેવો જવાબ આપ્યો હતો. આખરે છેતરપિંડીનો ભોગ બન્યાનું ધ્યાને આવતા ફરિયાદીએ સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી હતી.

ન્યૂ રાણીપના ચેનપુર રોડ પર અરિહંત પ્લાઝામાં રહેતાં જીતેન્દ્રકુમાર સજ્જનસિંહ કુંપાવત (ઉં.48)એ સાયબર સેલમાં ફરિયાદ કરી છે. જે મુજબ ફેસબૂક પર ફરિયાદીને શેર માર્કેટમાં રોકાણ સામે નફો મળતો હોવાની આઈડી મળી હતી. આ આઈડી આધારે તેઓ વોટસએપ ગ્રૂપમાં એડ થયા હતા.આ ગ્રૂપમાં અનેક લોકો ટ્રેર્ડીંગના સ્ક્રીન શોટ મુકતા હતા. ફરિયાદીએ રોકાણમાં રસ દાખવીને વોટસએપમાં આપેલા નંબર પર ફોન કર્યો હતો. આરોપીએ તમારે પૈસા કમાવવા માટે પહેલા અમે આપેલા બેંક ખાતામાં નાણાં જમા કરવા પડશે. તેમ કહી ફરિયાદી પાસે જુદા જુદા ખાતામાં 8.10 લાખની રકમ ભરાવી હતી. આ રકમ નફા સાથે વિડ્રો કરવાની વાત કરતા આરોપીએ ટેક્સના બીજા આઠ લાખ ભરો પછી બધા રૂપિયા પરત મળશે તેવી વાત કરી હતી.