Ahmedabad: કરોડો રૂપિયાની છેતરપિંડી કરનાર બંટી-બબલીની ક્રાઈમબ્રાન્ચે કરી ધરપકડ
અમદાવાદમાં રહેતા સૌરીન પટેલ અને તેમના પત્ની અક્ષીતા પટેલ દ્વારા વર્ષ 2021માં એન્જલ ફિન્ટેક પ્રાઈવેટ લિમિટેડ નામની કંપની શરૂ કરી હતી. આ કંપનીમાં આરોપીઓએ અલગ અલગ લોકોનો સંપર્ક કરી તેમને દુબઈમાં ધંધામાં રોકાણ કરવાનું કહી ઊંચું વળતર આપવાની લોભામણી લાલચ આપી હતી.પંજાબથી દંપતિને કરી ધરપકડ લાલચમાં ફસાઈને મોટી સંખ્યામાં લોકોએ પોતાની મૂડીનું રોકાણ કરી હતી. શરૂઆતમાં લોકોને વિશ્વાસ અપાવવા આ દંપતીએ રોકાણકારોને ઊંચું વળતર ચૂકવ્યું હતુ, જે બાદ રોકાણકારોને વળતર આપવાનું બંધ કરી દેતા તેઓની સાથે છેતરપિંડી થઈ હોવાનું ખ્યાલ આવ્યુ હતું. ત્યારબાદ રોકાણકારોએ પોલીસનો સંપર્ક કર્યો હતો. આ સમગ્ર ઘટનામાં ક્રાઈમબ્રાન્ચની આર્થિક ગુના નિવારણ શાખામાં પોલીસ સૌરિન પટેલ અને અક્ષીતા પટેલ સામે ફરિયાદ નોંધાઈ હતી, જેની તપાસ કરતા બંનેની પંજાબથી ધરપકડ કરવામાં આવી છે. આ બંને વિરુદ્ધ 15 જેટલા ફરિયાદીઓએ 3 કરોડ 50 લાખથી વધુની રકમની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાવી છે. લોકોના આધારકાર્ડ-પાનકાર્ડ લઈ બેન્ક એકાઉન્ટમાંથી ક્રેડિટ કાર્ડ ઈસ્યુ કરાવતા પોલીસ દ્વારા બંટી બબલીની પૂછપરછમાં સામે આવ્યું કે આ બંટી બબલી લોકોનો સંપર્ક કરી તેમનું આધારકાર્ડ અને પાનકાર્ડ માગતા હતા, જેના આધારે તેઓ તેમના બેન્ક એકાઉન્ટમાંથી ક્રેડિટ કાર્ડ ઈસ્યુ કરાવતા હતા. જે ક્રેડિટ કાર્ડની રકમ પોતે રાખતા હતા અને તેના બદલામાં જે તે વ્યક્તિને 10% વળતર આપતા હતા. શરૂઆતના સમયમાં ક્રેડિટ કાર્ડમાં યોગ્ય રીતે પેમેન્ટ કરતા અને ક્રેડિટ કાર્ડની લિમિટમાં વધારો કરાવતા હતા, ક્રેડિટ કાર્ડની લિમિટ વધતા આખરે મોટી રકમ ક્રેડિટ કાર્ડમાંથી ઉપાડી તેઓ ભરપાઈ કરતા નહીં તો અમુક લોકોના બેન્ક એકાઉન્ટ્સ અને ક્રેડિટ કાર્ડમાંથી તેઓ દ્વારા પર્સનલ લોન પણ મેળવી હતી. કૌભાંડમાં 40 જેટલા લોકો ભોગ બન્યા આ તમામ રૂપિયાઓ આરોપીએ દુબઈમાં રોકાણ કર્યું હોવાનું રોકાણકારોને જણાવતા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં સૌરીન અને અક્ષીતા દ્વારા આચરેલા કૌભાંડમાં અંદાજિત 40 જેટલા લોકો ભોગ બન્યા હોવાની માહિતી સામે આવી છે. બંને પતિ પત્નીએ ત્રણ વર્ષ સુધી લોકોના ક્રેડિટ કાર્ડમાંથી પૈસા મેળવતા રહ્યા અને આખરે જાન્યુઆરી 2024માં તેઓ અમદાવાદ છોડી નાસી ગયા હતા. બંટી બબલી અમદાવાદથી પંજાબ ખાતે રહેવા લાગ્યા હતા અને ત્યાં સૌરીન કાર ડ્રાઈવિંગ કરતો હતો. તેમજ પત્ની અક્ષીતા ખાનગી કંપનીમાં નોકરી કરતી હોવાનું પોલીસને જાણ થતા પોલીસે તેની ધરપકડ કરી હતી. પૈસા ક્યાં વાપર્યા તેની તપાસ પોલીસે શરૂ કરી હાલ તો પોલીસે ભોગ બનનાર 15 જેટલા લોકોની ફરિયાદ નોંધી છે, જેમાં 3.50 કરોડથી વધુની રકમની છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે. જ્યારે પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે કે સૌરીન અને અક્ષીતા દ્વારા અન્ય કોઈ લોકો પાસેથી છેતરપિંડી કરવામાં આવી હોય તો તેઓ પોલીસનો સંપર્ક કરવા અપીલ કરી છે, તેમજ પોલીસે સૌરીન અને અક્ષીતાની ધરપકડ કરી લોકોના રૂપિયા ક્યાં વાપરવામાં આવ્યા છે તેમજ આ કૌભાંડમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ તેને લઈને પૂછપરછ શરૂ કરી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદમાં રહેતા સૌરીન પટેલ અને તેમના પત્ની અક્ષીતા પટેલ દ્વારા વર્ષ 2021માં એન્જલ ફિન્ટેક પ્રાઈવેટ લિમિટેડ નામની કંપની શરૂ કરી હતી. આ કંપનીમાં આરોપીઓએ અલગ અલગ લોકોનો સંપર્ક કરી તેમને દુબઈમાં ધંધામાં રોકાણ કરવાનું કહી ઊંચું વળતર આપવાની લોભામણી લાલચ આપી હતી.
પંજાબથી દંપતિને કરી ધરપકડ
લાલચમાં ફસાઈને મોટી સંખ્યામાં લોકોએ પોતાની મૂડીનું રોકાણ કરી હતી. શરૂઆતમાં લોકોને વિશ્વાસ અપાવવા આ દંપતીએ રોકાણકારોને ઊંચું વળતર ચૂકવ્યું હતુ, જે બાદ રોકાણકારોને વળતર આપવાનું બંધ કરી દેતા તેઓની સાથે છેતરપિંડી થઈ હોવાનું ખ્યાલ આવ્યુ હતું. ત્યારબાદ રોકાણકારોએ પોલીસનો સંપર્ક કર્યો હતો. આ સમગ્ર ઘટનામાં ક્રાઈમબ્રાન્ચની આર્થિક ગુના નિવારણ શાખામાં પોલીસ સૌરિન પટેલ અને અક્ષીતા પટેલ સામે ફરિયાદ નોંધાઈ હતી, જેની તપાસ કરતા બંનેની પંજાબથી ધરપકડ કરવામાં આવી છે. આ બંને વિરુદ્ધ 15 જેટલા ફરિયાદીઓએ 3 કરોડ 50 લાખથી વધુની રકમની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાવી છે.
લોકોના આધારકાર્ડ-પાનકાર્ડ લઈ બેન્ક એકાઉન્ટમાંથી ક્રેડિટ કાર્ડ ઈસ્યુ કરાવતા
પોલીસ દ્વારા બંટી બબલીની પૂછપરછમાં સામે આવ્યું કે આ બંટી બબલી લોકોનો સંપર્ક કરી તેમનું આધારકાર્ડ અને પાનકાર્ડ માગતા હતા, જેના આધારે તેઓ તેમના બેન્ક એકાઉન્ટમાંથી ક્રેડિટ કાર્ડ ઈસ્યુ કરાવતા હતા. જે ક્રેડિટ કાર્ડની રકમ પોતે રાખતા હતા અને તેના બદલામાં જે તે વ્યક્તિને 10% વળતર આપતા હતા. શરૂઆતના સમયમાં ક્રેડિટ કાર્ડમાં યોગ્ય રીતે પેમેન્ટ કરતા અને ક્રેડિટ કાર્ડની લિમિટમાં વધારો કરાવતા હતા, ક્રેડિટ કાર્ડની લિમિટ વધતા આખરે મોટી રકમ ક્રેડિટ કાર્ડમાંથી ઉપાડી તેઓ ભરપાઈ કરતા નહીં તો અમુક લોકોના બેન્ક એકાઉન્ટ્સ અને ક્રેડિટ કાર્ડમાંથી તેઓ દ્વારા પર્સનલ લોન પણ મેળવી હતી.
કૌભાંડમાં 40 જેટલા લોકો ભોગ બન્યા
આ તમામ રૂપિયાઓ આરોપીએ દુબઈમાં રોકાણ કર્યું હોવાનું રોકાણકારોને જણાવતા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં સૌરીન અને અક્ષીતા દ્વારા આચરેલા કૌભાંડમાં અંદાજિત 40 જેટલા લોકો ભોગ બન્યા હોવાની માહિતી સામે આવી છે. બંને પતિ પત્નીએ ત્રણ વર્ષ સુધી લોકોના ક્રેડિટ કાર્ડમાંથી પૈસા મેળવતા રહ્યા અને આખરે જાન્યુઆરી 2024માં તેઓ અમદાવાદ છોડી નાસી ગયા હતા. બંટી બબલી અમદાવાદથી પંજાબ ખાતે રહેવા લાગ્યા હતા અને ત્યાં સૌરીન કાર ડ્રાઈવિંગ કરતો હતો. તેમજ પત્ની અક્ષીતા ખાનગી કંપનીમાં નોકરી કરતી હોવાનું પોલીસને જાણ થતા પોલીસે તેની ધરપકડ કરી હતી.
પૈસા ક્યાં વાપર્યા તેની તપાસ પોલીસે શરૂ કરી
હાલ તો પોલીસે ભોગ બનનાર 15 જેટલા લોકોની ફરિયાદ નોંધી છે, જેમાં 3.50 કરોડથી વધુની રકમની છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે. જ્યારે પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે કે સૌરીન અને અક્ષીતા દ્વારા અન્ય કોઈ લોકો પાસેથી છેતરપિંડી કરવામાં આવી હોય તો તેઓ પોલીસનો સંપર્ક કરવા અપીલ કરી છે, તેમજ પોલીસે સૌરીન અને અક્ષીતાની ધરપકડ કરી લોકોના રૂપિયા ક્યાં વાપરવામાં આવ્યા છે તેમજ આ કૌભાંડમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ તેને લઈને પૂછપરછ શરૂ કરી છે.