Ahmedabad : ઓલિમ્પિક : TPના અમલીકરણને રોકવાની રિટ HCએ ફગાવી દીધી

Jul 4, 2025 - 04:00
Ahmedabad : ઓલિમ્પિક : TPના અમલીકરણને રોકવાની રિટ HCએ ફગાવી દીધી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ શહેરના વિસ્તરણ અને ઓલિમ્પિક ઇન્ફ્રાસ્ટ્રકચર રોડ મેપ માટે જરૂરી એવી નાના ચિલોડા માટેની અગત્યની ટાઉન પ્લાનિંગ સ્કીમ નં-243ના અમલીકરણ રોકવા દાદ માંગતી ગુજરાત હાઇકોર્ટ સમક્ષ થયેલી દાયકા જૂની રિટ અરજી હાઇકોર્ટે ફગાવી દીધી છે. હાઇકોર્ટના હુકમને પગલે નાના ચિલોડાના વિકાસ આડેનો અવરોધ દૂર થયો છે અને ઓલિમ્પિક વિઝન માટેનો માર્ગ મોકળો થયો છે.

વર્ષ 2013માં માનાજી પૂંજાજી ઠાકોર તથા અન્યો દ્વારા રિટ અરજી કરી ઉપરોકત ટીપી સ્કીમના અમલીકરણને રોકવા અને તેઓની જમીન-જગ્યા ખાલી કરાવવાના નિર્ણયને પડકાર્યો હતો. અરજીમાં જમીન માપણીમાં સત્તાવાળાઓ દ્વારા વિસંગતતા દાખવાઇ હોવાનો મુદ્દો પણ ઉઠાવાયો હતો. રાજ્ય સરકાર તરફથી રિટ અરજીનો વિરોધ કરતાં જણાવાયું કે, વિવાદીત રસ્તો અને 30 મીટર પહોળા જાહેર રસ્તાનો ભાગ છે. ટ્રાફ્કિની ભીડ ઘટાડવા અને ઓલિમ્પિક ઝોન કનેક્ટિવિટી માટે આ આવશ્યક પગલું છે. આ રસ્તાની મંજૂરીથી એસપી રિંગ રોડ, એરપોર્ટ કોરિડોર પર લાંબા સમયથી ઉભી થયેલી અડચણો પણ દૂર થશે.

નાના ચિલોડા લિંક શહેરી ગતિશીલતા યોજનાનો એક ભાગ છે જે ઓલિમ્પિક વિલેજ, એથ્લેટ્સટ્રાન્ઝિટ અને મોટેરાની આસપાસ ટકાઉ વિકાસને સમર્થન આપે છે.2036 ની ઓલિમ્પિક બીડ સાથે અમદાવાદ વૈશ્વિક રમતગમતના નકશા પર પોતાનું સ્થાન બનાવી રહ્યું છે, ત્યારે વિકાસના પ્રોજેકટમાં રોડા સમાન આવી રિટઅરજીને હાઇકોર્ટે ગ્રાહ્ય રાખવી જોઇએ નહી.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0