Ahmedabad: એસ.જી. હાઈવેથી નિકોલ સુધીના ફૂડ સ્ટોલ્સ પર નકલી ડેરી પ્રોડક્ટ્સનો આડેધડ વપરાશ, ‘સંદેશ’ ઇન્વેસ્ટિગેશનમાં મોટો ધડાકો

Jun 14, 2026 - 12:30
Ahmedabad: એસ.જી. હાઈવેથી નિકોલ સુધીના ફૂડ સ્ટોલ્સ પર નકલી ડેરી પ્રોડક્ટ્સનો આડેધડ વપરાશ, ‘સંદેશ’ ઇન્વેસ્ટિગેશનમાં મોટો ધડાકો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

મેગાસિટી અમદાવાદમાં બદલાયેલી લાઈફસ્ટાઈલના કારણે રાત્રિ ખાણીપીણી બજારોનો ક્રેઝ સતત વધી રહ્યો છે. એક સમયે માણેકચોક પૂરતું સીમિત આ ચલણ હવે એસ.જી. હાઈવે, સિંધુ ભવન રોડ, પ્રહલાદનગર, નરોડા અને નિકોલ સુધી વિસ્તરી ચૂક્યું છે. પરંતુ આ આકર્ષક રાત્રિબજારોમાં પીરસાતી વાનગીઓ તમારા સ્વાસ્થ્ય માટે કેટલી ‘સુરક્ષિત’ છે, તે અંગે ‘સંદેશ’ દ્વારા કરાયેલા ખાસ ઇન્વેસ્ટિગેશનમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. કરોડો રૂપિયાના બજેટ ધરાવતું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) સ્ટાફની અછતનું બહાનું ધરીને રાત્રિ બજારો પર લગામ કસવામાં સદંતર નિષ્ફળ રહ્યું છે.

સ્માર્ટ સિટીમાં પબ્લિક હેલ્થ સાથે ક્રૂર મજાક

અમદાવાદના 48 વોર્ડ અને અંદાજિત 80 લાખની વસ્તી સામે માત્ર ૧૪ ફૂડ સેફ્ટી ઓફિસરો (ફૂડ ઇન્સ્પેક્ટર) કાર્યરત છે! આ તંત્રના પાંગળા આયોજનના કારણે અંદાજે દર 5 લાખ અમદાવાદીઓ વચ્ચે માત્ર 1 જ ફૂડ ઇન્સ્પેક્ટર બચે છે. રાત્રિ તપાસ દરમિયાન બજારોમાં સૌથી વધુ ‘નકલી પનીર’, ‘નકલી બટર’ અને ‘એક્સપાયર્ડ સોસ’નો બેફામ ઉપયોગ થતો હોવાનું ખૂલ્યું છે. મન્ચુરિયન, ચાઈનીઝ અને તંદૂરી આઈટમ્સમાં સિન્થેટિક કેન્સરેજનીક કલર્સનો આડેધડ વપરાશ થઈ રહ્યો છે. તંત્ર દ્વારા તાજેતરમાં હેલ્થ સ્ક્વોડને ‘ડિજિટલ TPC મીટર’ અપાયા છે, જેમાં ચેકિંગ દરમિયાન 70%થી વધુ લારીઓ પર તેલનો TPC રેટ 28%થી વધુ (જે કેન્સર અને હૃદયરોગને આમંત્રણ આપે છે) જોવા મળ્યો છે.

કેન્સર અને હૃદયરોગ આપતો ખોરાક

રાત્રિના સમયે વપરાતા પીવાના પાણી અને ચટણીઓમાં ગટરના પાણી જેવી અશુદ્ધિઓ (કોલિફોર્મ બેક્ટેરિયા) પોઝિટિવ મળી આવી છે, જે ટાઈફોઈડ અને કોલેરાનું મુખ્ય કારણ બને છે. વળી, માવા અને મીઠાઈઓમાં યુરિયા અથવા ડિટર્જન્ટના અંશ પણ જોવા મળ્યા છે. AMC દ્વારા વારંવાર ભરતીની જાહેરાતો કરાય છે પરંતુ વાસ્તવિકતા અલગ છે. 2025ના અંતમાં 20નવી જગ્યાઓ માટે પ્રક્રિયા શરૂ કરાઈ હતી, જેમાં ક્વોલિફાઈડ ઓફિસરો જ ન મળ્યા. સ્ટાફની અછતના કારણે લેવાયેલા સેમ્પલનો લેબોરેટરી રિપોર્ટ આવતા 14થી 21 દિવસ લાગે છે, ત્યાં સુધી ગ્રાહકો એ જ અખાદ્ય ખોરાક ખાતા રહે છે. ટૂંકમાં, સ્વાદના શોખીન અમદાવાદીઓનું આરોગ્ય અત્યારે રામભરોસે છે.

આ પણ વાંચો:

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0