Ahmedabad: એસજી હાઇવેના સોલા બ્રિજ પર કાર પલટી, યુવકનું ઘટનાસ્થળે મોત, 3ને ઈજા

Nov 26, 2026 - 14:30
Ahmedabad: એસજી હાઇવેના સોલા બ્રિજ પર કાર પલટી, યુવકનું ઘટનાસ્થળે મોત, 3ને ઈજા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદના એસજી હાઇવે પર આવેલા સોલા બ્રિજ પર આજે સવારે ગંભીર અકસ્માત સર્જાયો હતો. બ્રિજ પરથી પસાર થતી આઈ-10 કારના ચાલકે કાબૂ ગુમાવતા કાર પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં કારચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે કારમાં સવાર અન્ય 3 મિત્રોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી.

કાબૂ ગુમાવતા કાર પલટી

પ્રાથમિક વિગતો મુજબ, સોલા બ્રિજ પરથી પસાર થતી વખતે કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. પરિણામે કાર પલટી ખાઈ ગઈ હતી. અકસ્માત બાદ આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

ચા પીવા નીકળેલા મિત્રો અકસ્માતનો ભોગ બન્યા

કારમાં કુલ 4 મિત્રો સવાર હતા. મળતી માહિતી મુજબ, ચારેય યુવકો રાજસ્થાનના રહેવાસી હતા અને અમદાવાદમાં પીજીમાં રહેતા હતા. તેઓ મિત્રની કાર લઈને રાત્રે ચા પીવા માટે નીકળ્યા હતા. આ દરમિયાન સોલા બ્રિજ પર અકસ્માત સર્જાયો હતો.એકનું મોત, ત્રણને હોસ્પિટલ ખસેડાયા

અકસ્માતમાં કારચાલકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. અન્ય 3 મિત્રોને ઈજાઓ પહોંચતાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માતની ઘટનાને પગલે એસજી હાઇવે પર ચકચાર મચી હતી.


આ પણ વાંચો :     26/11 Attacksની 18મી વરસીએ સૌથી નાની સાક્ષીએ યાદ કરી ભયાનક રાત, કહ્યું- કસાબ માત્ર મચ્છર હતો, પાકિસ્તાનમાં બેઠેલા અસલી માસ્ટરમાઇન્ડને સજા મળવી જોઈએ

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0