Ahmedabad: એલિસબ્રિજમાં આંગડિયા પેઢીના 40 લાખ લૂંટનારા આરોપીના જામીન કોર્ટે નકાર્યાં
સીજી રોડ પર આવેલ આર.કાંતિલાલ આંગડિયા પેઢીના બે કર્મચારીઓને એલિસબ્રીજ જિમખાના પાસે રૂ.40 લાખ લૂંટી લેવાના મામલે પકડાયેલા જફરઈકલાબ નિયાઝઅહેમદ રંગરેજની રેગ્યુલર જામીન અરજી એડિશનલ સેશન્સ જજ જે.એલ. ચોવટીયાએ ફગાવી દીધી છે.કોર્ટે નોંધ્યુ હતુ કે, આરોપી સામે ગંભીર ગુનો છે. આરોપી ગુનાહિત પ્રવૃત્તિ કરવાની ટેવવાળો છે. આરોપીને જામીન પર મુકત કરવામાં આવે તો સમાજ પર તેની અવળી અસર થાય તેમ છે, તેમજ આ પ્રકારના ગુનાઓનું પ્રમાણ વધે, સામાન્ય લોકો પણ આવા ગુના કરતાં અચકાય નહીં. સીજી રોડ પર આર.કાંતિલાલ આંગડિયા પેઢીના કર્મચારીઓ રૂ.40 લાખ લઈને જતા હતા ત્યારે એલિસબ્રીજ જીમખાના પાસે ટુ વ્હીલર આવેલા બે શખ્સોએ લૂંટીને નાસી ગયા હતા.જેમાં પોલીસે જફરઈકલાબ નિયાઝઅહેમદ રંગરેજ સહિતની ધરપકડ કરીને જેલમાં મોકલી આપ્યા હતા. દરમ્યાનમાં આરોપી જફરઈકલાબ નિયાઝઅહેમદ રંગરેજએ ચાર્જશીટ બાદ રેગ્યુલર જામીન મેળવવા માટે અરજી કરી હતી.જેની સુનાવણી બાદ કોર્ટે આરોપીની જામીન અરજી ફગાવી દીધી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સીજી રોડ પર આવેલ આર.કાંતિલાલ આંગડિયા પેઢીના બે કર્મચારીઓને એલિસબ્રીજ જિમખાના પાસે રૂ.40 લાખ લૂંટી લેવાના મામલે પકડાયેલા જફરઈકલાબ નિયાઝઅહેમદ રંગરેજની રેગ્યુલર જામીન અરજી એડિશનલ સેશન્સ જજ જે.એલ. ચોવટીયાએ ફગાવી દીધી છે.
કોર્ટે નોંધ્યુ હતુ કે, આરોપી સામે ગંભીર ગુનો છે. આરોપી ગુનાહિત પ્રવૃત્તિ કરવાની ટેવવાળો છે. આરોપીને જામીન પર મુકત કરવામાં આવે તો સમાજ પર તેની અવળી અસર થાય તેમ છે, તેમજ આ પ્રકારના ગુનાઓનું પ્રમાણ વધે, સામાન્ય લોકો પણ આવા ગુના કરતાં અચકાય નહીં. સીજી રોડ પર આર.કાંતિલાલ આંગડિયા પેઢીના કર્મચારીઓ રૂ.40 લાખ લઈને જતા હતા ત્યારે એલિસબ્રીજ જીમખાના પાસે ટુ વ્હીલર આવેલા બે શખ્સોએ લૂંટીને નાસી ગયા હતા.જેમાં પોલીસે જફરઈકલાબ નિયાઝઅહેમદ રંગરેજ સહિતની ધરપકડ કરીને જેલમાં મોકલી આપ્યા હતા. દરમ્યાનમાં આરોપી જફરઈકલાબ નિયાઝઅહેમદ રંગરેજએ ચાર્જશીટ બાદ રેગ્યુલર જામીન મેળવવા માટે અરજી કરી હતી.જેની સુનાવણી બાદ કોર્ટે આરોપીની જામીન અરજી ફગાવી દીધી છે.