Ahmedabad એરપોર્ટ પર મુસાફરોનો ઉગ્ર હોબાળો, 15 ફ્લાઇટ મોડી અને શારજાહની ફ્લાઇટ રદ થતાં અફરાતફરી
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આજે ફ્લાઈટના શિડ્યુલ ખોરવાતા મુસાફરોની હાલત કફોડી બની હતી. ખાસ કરીને સ્પાઈસ જેટ એરલાઈન્સની અનેક ફ્લાઈટ્સ કલાકો સુધી મોડી પડતા એરપોર્ટ ટર્મિનલ પર મુસાફરોએ ભારે હોબાળો મચાવ્યો હતો. એરલાઈન્સના અણઘડ વહીવટ અને સચોટ માહિતીના અભાવે રોષે ભરાયેલા મુસાફરોએ એરપોર્ટ ઓથોરિટી સામે નારેબાજી કરી હતી.
કુલ 15 ફ્લાઈટ્સ મોડી પડી
પ્રાપ્ત વિગતો મુજબ, કુલ 15 ફ્લાઈટ્સ મોડી પડી છે, જ્યારે શારજાહ જતી સ્પાઈસ જેટની એક મહત્વની આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ રદ કરવામાં આવી છે. બેંગલુરુ, ચેન્નાઈ, દિલ્હી અને કોલકત્તા જેવા મેટ્રો શહેરોમાં જતી ફ્લાઈટ્સ મોડી પડતા બિઝનેસ અને ઈમરજન્સી કામ અર્થે જતા મુસાફરો અટવાઈ પડ્યા હતા
કનેક્ટિંગ ફ્લાઈટ્સના શિડ્યુલ પર અસર પડી
રદ થયેલી શારજાહ ફ્લાઈટના મુસાફરોની મુશ્કેલીમાં ઓર વધારો થયો હતો, કારણ કે વિઝા અને કનેક્ટિંગ ફ્લાઈટ્સના શિડ્યુલ પર તેની મોટી અસર પડી છે. એરપોર્ટ પર તંગદિલીનો માહોલ જોવા મળ્યો હતો અને સુરક્ષા જવાનોએ પરિસ્થિતિ થાળે પાડવા પ્રયાસો કર્યા હતા.
આ પણ વાંચો---- Gujarat Latest News Live : સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ગરમાવો, આજે અંતિમ દિવસે મોટી સંખ્યામાં ભરાશે ઉમેદવારી ફોર્મ
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

