Ahmedabad: એરપોર્ટથી ગાંધીનગર સુધી PM મોદીના ભવ્ય સ્વાગતની તૈયારીઓ! રાજભવનમાં રાત્રિ રોકાણ અને મંત્રીઓ સાથે ખાસ બેઠક

Nov 13, 2026 - 11:30
Ahmedabad: એરપોર્ટથી ગાંધીનગર સુધી PM મોદીના ભવ્ય સ્વાગતની તૈયારીઓ! રાજભવનમાં રાત્રિ રોકાણ અને મંત્રીઓ સાથે ખાસ બેઠક

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13 અને 14 નવેમ્બરના રોજ કર્ણાટક અને ગુજરાતની મુલાકાતે છે, જે અંતર્ગત તેઓ આજે (13 નવેમ્બર) રાત્રે ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. નિર્ધારિત કાર્યક્રમ મુજબ, PM મોદી આજે રાત્રે 8.30 કલાકે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચશે. વડાપ્રધાનના આગમનને પગલે અમદાવાદ એરપોર્ટથી લઈને ગાંધીનગર સુધીના સમગ્ર રૂટ પર તેમના સ્વાગત માટે ભવ્ય પોસ્ટરો અને બેનરો લગાવવામાં આવ્યા છે તેમજ સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી દેવામાં આવી છે. જોકે, આ પ્રવાસમાં એક મહત્વપૂર્ણ ફેરફાર સામે આવ્યો છે, જે મુજબ આવતીકાલનો તેમનો અંબાજી પ્રવાસ હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવ્યો છે.

PM મોદી 13 અને 14 નવેમ્બરના રોજ કર્ણાટક અને ગુજરાતની મુલાકાતે 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસના મુખ્ય કાર્યક્રમો અને રાજકીય ગતિવિધિઓની વિગતો.PM મોદી સાંજે/રાત્રે 8.30 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર ઉતરાણ કરશે, જ્યાં રાજ્યના મુખ્યમંત્રી અને વરિષ્ઠ પદાધિકારીઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવશે. ત્યારબાદ તેઓ એરપોર્ટથી સીધા ગાંધીનગર સ્થિત રાજભવન (લોકભવન) જવા રવાના થશે. ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી આવાસે PM મોદી ગુજરાત મંત્રીમંડળના મંત્રીઓ સાથે રાત્રિભોજન દરમિયાન ખાસ મુલાકાત કરશે. આ બેઠકમાં રાજ્યના વિકાસકામો અને આગામી રાજકીય રણનીતિ અંગે મહત્વપૂર્ણ ચર્ચા થવાની શક્યતા છે.રાત્રિભોજન અને મુલાકાત બાદ વડાપ્રધાન ગાંધીનગર રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરશે.

19 નવેમ્બરે ફરી ગુજરાત આવશે PM મોદી

 અગાઉના આયોજન મુજબ વડાપ્રધાન આવતીકાલે સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીની મુલાકાત લેવાના હતા, પરંતુ અનિવાર્ય કારણોસર આવતીકાલનો અંબાજી પ્રવાસ હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવ્યો છે.આજના પ્રવાસ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી દિવસોમાં ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવવાના છે. પ્રાપ્ત વિગતો અનુસાર, તેઓ આગામી 19 નવેમ્બરના રોજ જામનગર ખાતે આવશે અને જામનગર એરફોર્સ સ્ટેશનમાં આયોજિત 'સહાયતા સેતુ' કાર્યક્રમમાં વિશેષ હાજરી આપશે.

આ પણ વાંચો: Rajkot: શું માત્ર ફોટોસેશન અને લોકાર્પણ પૂરતી જ હતી આધુનિક સુવિધા? સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની લાઇબ્રેરી 3 મહિનાથી બંધ

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0