Ahmedabad: ઈસનપુરમાં પેટ્રોલ ચોરી કરતો યુવક ટોળાંના મારથી બચવા ભાગ્યો

Oct 3, 2025 - 01:30
Ahmedabad: ઈસનપુરમાં પેટ્રોલ ચોરી કરતો યુવક ટોળાંના મારથી બચવા ભાગ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

મણિનગર આવકાર હોલ પાસે પેટ્રોલ પુરૂ થતા યુવક અને તેનો મિત્ર અન્ય બાઇકમાંથી પેટ્રોલ ચોરી કરતા હતા. તે સમયે અન્ય લોકો તેને જોઇ જતા માર માર્યો હતો.

જેથી બંને યુવકો ભાગી ગયા હતા. જેમાં એક યુવક રેલિંગ કૂદીને ભાગવા જતા પડતા ઇજાઓ પહોંચતા ચક્કર આવતા ઢળી પડયો હતો. સારવારઅર્થે હોસ્પિટલ લઇ જતા ડોકટરે મૃત જાહેર કર્યો હતો. આ અંગે ઇસનપુર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોધીને વધુ તપાસ શરૂ કરી છે. યુવકનું શંકાસ્પદ મોત થયુ છે.

રામોલમાં સાલીમારની ચાલીમાં રહેતો 19 વર્ષીય યુવક મુનાવરઅલી સૈયદ સોફ રિપેરિંગનુ કામકાજ કરે છે. બુધવારની મોડીરાત્રે મુનાવરઅલી ઘરે આવ્યા બાદ જમી પરવારીને ચાલીમાં આંટા મારતો હતો. ત્યારે તેનો મિત્ર શાહરૂખ શેખ ટુ-વ્હીલર લઈને આવ્યો અને જમવાનું લઈને આવીએ તેમ કહીને જોડે લઇ ગયો હતો. રામોલ તલવાડી અને તેની આસપાસ તપાસ કરી પરંતુ ક્યાંય જમવાનું નહી મળતા બંને મિત્રો શાહઆલમ જમવાનું લેવા ગયા હતા. જમવાનું લઈને ઘરે આવવા માટે નીકળ્યા અને આવકાર હોલ પાસે પહોંચ્યા હતા. ત્યાં શાહરૂખના ટુ-વ્હીલરમાં પેટ્રોલ પૂરું થઇ ગયુ હતુ. એટલે બંને મિત્રોમાંથી વાહન માલિક એવા શાહરૂખે રસ્તા પર પડેલી ખાલી પ્લાસ્ટિકની બોટલ શોધી અને બાદમાં નજીકમાં જ કોઈએ પાર્ક કરેલું બુલેટ હતુ. તેમાંથી પેટ્રોલ કાઢવા લાગ્યો હતો. આ દરમ્યાન મુનાવરઅલી કોઈ આવી જાય નહી તેનુ ધ્યાન રાખતો હતો. થોડુંઘણુ પેટ્રોલ બોટલમાં ભરાયુ ત્યાં તો બુલેટના માલિક અને અન્ય શખ્સ આવી ચઢયા અને મુનાવર પેટ્રોલની ચોરી કરતા રંગેહાથ ઝડપાઈ જતા બુલેટના માલિકે પેટ્રોલ ચોરી કરી રહેલા શાહરુખને પકડીને કેમ પેટ્રોલ ચોરી કરે છે કહીને બેથી ત્રણ લાફી ઝીકી દીધા હતા. આ જોઇને ગભરાઈ ગયેલો મુનાવરઅલી નાસી ગયો હતો અને બીજીતરફ્ જીવ બચાવવા શાહરુખ પણ રોડની રેલીંગ કુદીને ટ્રાફ્કિની ચોકી પાસે ભાગવા લાગ્યો હતો. પરંતુ તે કૂદ્યો તે સમયે પડતા તેને ઇજાઓ પહોચી હતી. ત્યારે ચોકીએ પહોંચતાની સાથે શાહરૂખ ચક્કર ખાઈને જમીન પર પટકાઈ પડયો હતો. થોડીવાર બાદ શાહરૂખનો મિત્ર મુનાવરઅલી પણ ત્યાં આવી ચઢયો ત્યારે શાહરૂખ બેભાન અવસ્થામાં જમીન પર પડેલો હતો. ત્યારબાદ તેના પરિવારને જાણ કરીને 108ની મદદે સારવાર માટે એલ.જી હોસ્પિટલમાં ખસેડાતા ડોકટરોએ શાહરૂખને મૃત જાહેર કર્યો હતો. આ અંગે ઇસનપુર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0