Ahmedabad: ઈસનપુરની શક્તિ વિદ્યાવિહાર સરકારી જમીનમાં ગેરકાયદે ઊભી કરી દેવાઈ

Feb 14, 2025 - 07:00
Ahmedabad: ઈસનપુરની શક્તિ વિદ્યાવિહાર સરકારી જમીનમાં ગેરકાયદે ઊભી કરી દેવાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ઈસનપુરની શક્તિ વિદ્યાવિહાર સરકારી જમીનમાં ગેરકાયદે ઊભી કરી દેવાઈ હોવાનો ભાંડો ફૂટયો છે.

આ સ્કૂલનું બિલ્ડિંગ ગેરકાયદે રીતે બાંધવામાં આવ્યું હોવાની રજૂઆતોના પગલે થયેલી તપાસના અંતે સિટી મામલતદાર મણિનગર દ્વારા 30 દિવસમાં બાંધકામ તોડવા ઉપરાંત રૂ.5 લાખનો દંડ ફટકારાઈ હોવાનું જાણવા મળ્યું છે. એટલું જ નહીં, નિયમ વિરુદ્ધ બાંધકામ કરી શાળાની મંજૂરી મેળવી હોવાથી માન્યતા કેમ રદ ન કરવી એ અંગેનો શહેર ડીઈઓ દ્વારા નોટિસ ફટકારી ખુલાસો માગવામાં આવ્યો છે.

મણિનગરના સર્વે નંબર-53 સરકારી પડતર હેડે ચાલતી જમીનમાં અનાધિકૃત બાંધકામ ચાલુ હોવા બાબતે તલાટી દ્વારા અહેવાલ મોકલવામાં આવ્યો હતો. આ સરકારી જમીનમાં પાકી દીવાલો, પિલ્લર સાથે પાકા રૂમોનું બાંધકામ, છતનું બાંધકામ થયેલુ હતું. આથી તપાસ કરતા આ બાંધકામ શક્તિ વિદ્યાવિહાર સ્કૂલનું હોવાનું અને સંચાલક મનોજ તિવારીએ કરાવ્યું હોવાનું જણાયું હતું. આથી આ અંગે મામલતદારે દબાણ કેસ કર્યો હતો અને અંતિમ નિર્ણય ન આવે ત્યાં સુધી યથાસ્થિતિ જાળવી રાખવા આદેશ કર્યો હતો. ત્યારબાદ હાથ ધરાયેલા હિયરિંગમાં કોઈ પુરાવા રજૂ ન થતાં મામલતદારે 30 દિવસમાં બાંધકામ દૂર કરવા ઉપરાંત નુકસાન વળતર પેટે રૂ.5 લાખ દંડ વસૂલવાનો હુકમ કર્યો છે. બીજી તરફ મામલતદાર દ્વારા સ્કૂલની માન્યતાને લઈ અમદાવાદ શહેર ડીઈઓ કચેરીને એક પત્ર લખવામાં આવ્યો હતો. ડીઈઓએ પત્રના આધારે સ્કૂલને નોટિસ ફટકારી છે. ડીઈઓએ નોટિસમાં જણાવ્યું છે કે, શાળાની અનિયમિતતા સબબ શાળા સામે નિયમ વિરુદ્ધ બાંધકામ કરી શાળાની મંજૂરી મેળવેલી હોય તેમ જણાય છે. જે અન્વયે જરૂરી આધાર પુરાવા સાથે ઉપસ્થિત રહેવા જણાવવામાં આવે છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0