Ahmedabad: આધુનિક સમયમાં અકબંધ છે, આસોપાલવનું તોરણ, જૂનાગઢમાં દોઢ લાખ તોરણનું વેંચાણ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
આજની 21મી સદીમાં જ્યારે બધું જ આધુનિક બની ગયું છે અને બજારમાં મોટાભાગની વસ્તુઓ કૃત્રિમ (આર્ટિફિશિયલ) સ્વરૂપે મળી રહી છે, આવા સમયમાં પણ વાસ્તુશાસ્ત્ર્ર અનુસાર આધુનિક ડિઝાઇનર તોરણોના બદલે આસોપાલવના પરંપરાગત તોરણનું મહત્વ આજે પણ અકબંધ જોવા મળે છે. હિન્દુ સંસ્કૃતિમાં આસોપાલવના તોરણને સુખ, શાંતિ અને વાસ્તુદોષ નિવારણ માટે ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે. આ પ્રાચીન પરંપરા અને માન્યતા અનુસાર, દિવાળીના પવિત્ર દિવસોમાં ઘર, ઓફ્સિ, સરકારી કચેરીઓ અને વ્યાપારી સંકુલોમાં આસોપાલવના તોરણ અચૂકપણે બાંધવામાં આવે છે. જૂનાગઢ શહેરની વાત કરીએ તો અહીં પણ આ પરંપરા ભારે ઉત્સાહથી જળવાઈ રહી છે. જૂનાગઢ શહેરમાં દિવાળીના પાંચ દિવસ દરમિયાન આશરે દોઢ લાખ જેટલા આસોપાલવના તોરણોનું વેચાણ થાય છે. આ અનુસાર લોકો હજુ પણ આર્ટિફિશિયલ વસ્તુઓ કરતા પ્રકૃતિ અને પરંપરાને વધુ પ્રાધાન્ય આપે છે. આ પરંપરાથી અનેક ગરીબ પરિવારોની દિવાળી પણ સુધરે છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

