Ahmedabad : અસારવા બેઠક પર કોંગ્રેસના વિવાદિત અને હત્યાના 2 આરોપી BJPમાં જોડાયા, 2025માં BJPના અસારવા વોર્ડ મંત્રીની કરી હતી હત્યા

Apr 6, 2026 - 22:00
Ahmedabad : અસારવા બેઠક પર કોંગ્રેસના વિવાદિત અને હત્યાના 2 આરોપી BJPમાં જોડાયા, 2025માં BJPના અસારવા વોર્ડ મંત્રીની કરી હતી હત્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતમાં ચૂંટણી નજીક આવતા જ પક્ષ પલટાની મોસમ ખીલી છે, પરંતુ અમદાવાદમાં વર્ષ 2025માં ભાજપના જ અસારવા વોર્ડ મંત્રીની ઘાતકી હત્યા કરનાર 2 આરોપીઓ આજે વિધિવત રીતે ભાજપમાં જોડાઈ જતા અનેક સવાલો ઉભા થયા છે. આ ઘટના સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાનો વિષય બની છે.

શું હતી સમગ્ર ઘટના?

વર્ષ 2025માં અમદાવાદના અસારવા વિસ્તારમાં ભાજપના વોર્ડ મંત્રીની હત્યા કરવામાં આવી હતી. આ સનસનાટીભરી હત્યાના કેસમાં કુલ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ પૈકીના આરોપીઓ એવા હર્ષદ સોલંકી અને હિંમત સોલંકી હાલમાં જામીન પર મુક્ત થયા છે.

બંને આરોપીઓએ કેસરીયો ધારણ કર્યો

જેલમાં જઈ આવ્યા બાદ અને જામીન મળતાની સાથે જ આ બંને આરોપીઓએ કેસરીયો ધારણ કરી લેતા ભાજપની 'શિસ્ત' સામે આંગળીઓ ચિંધાઈ રહી છે.કોંગ્રેસના વિવાદિત અને હત્યાના આરોપી BJPમાં જોડાતા ખળભળાટ મચી ગયો હતો શહેરમાં ચર્ચાનો વિષય

આ સમગ્ર ઘટના શહેરમાં ચર્ચાનો વિષય બની છે કે ભાજપે પોતાના જ વોર્ડ મંત્રીની હત્યાના બનાવમાં સંડોવાયેલા 2 આરોપીને ભાજપમાં કેમ પ્રવેશ કરાવ્યો. કાર્યકરોમાં પણ આજે આખો દિવસ આ ઘટનાની ચર્ચા જોવા મળી હતી


આ પણ વાંચો---    Bhavnagar : અશાંતધારામાં ભ્રષ્ટાચાર મામલે 15 દિવસે ફરિયાદ, મદદનીશ કલેક્ટરે જ પોતાના ડ્રાઈવર સામે ફરિયાદ નોંધાવી

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0