Ahmedabad: અસહ્ય દુખાવામાં દવા બે અસર: દર વર્ષે 3.50લાખ અફીણની ટેબલેટનો વપરાશ
અમદાવાદ સિવિલ કેમ્પસની જીસીઆરઆઈ એટલે કે કેન્સર હોસ્પિટલમાં અસહ્ય દર્દથી પીડાતાં દર્દીઓને રાહત મળે તે માટે સારવારમાં અફીણની ગોળી આપવામાં આવે છે, છેલ્લાં પાંચ વર્ષમાં દર વર્ષે સરેરાશ સાડા ત્રણ લાખથી વધુ અફીણની ગોળીનો વપરાશ થયો છે,છેલ્લા એક વર્ષમાં અંદાજે 6,200થી વધુ દર્દીઓને સારવારમાં અફીણની ટેબલેટ આપવામાં આવે છે, અફીણ ટેબલેટ જુદી જુદી માત્રામાં એટલે કે 10 મિ.ગ્રામથી 30 મિ.ગ્રામ મળે છે, જેની કિંમત રૂ.1.50થી રૂ.4.50 આસપાસ છે. સિવિલ મેડિસિટીની કેન્સર હોસ્પિટલમાં છેલ્લાં દસ વર્ષથી અફીણ ટેબલેટ મારફત અસહ્ય દર્દથી પીડાતાં દર્દીઓને રાહત આપવામાં આવી રહી છે. કેન્સર હોસ્પિટલના ડાયરેક્ટર ડો. શશાંક પંડયા અને ડો. પ્રીતિબહેન સંઘવીએ જણાવ્યું હતું કે, કેન્સરની સારવારમાં અફીણની ટેબલેટનો ઉપયોગ થાય છે, આ ઉપરાંત ફેફસાં, હૃદય રોગની સારવારમાં દર્દીને જ્યારે શ્વાસ લેવામાં તકલીફ પડે તે સંજોગોમાં રાહત મળે એ માટે મોર્ફિનની ગોળીના હળવા ડોઝ આપવામાં આવે છે, આ સારવાર માટે અન્ય હોસ્પિટલોમાંથી પણ દર્દીઓને કેન્સર હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવતાં હોય છે. સહન ન કરી શકાય તેવો દુઃખાવો હોય, દવાઓ અસર ના કરે તેવી સ્થિતિમાં આ સારવાર કરવામાં આવે છે. કોરોનાકાળના વર્ષ 2021ના અરસામાં 4.11 લાખ જેટલી અફીણની ટેબલેટનો વપરાશ થયો હતો, એ પછી વર્ષ 2022માં 3.63 લાખ ટેબલેટ વપરાઈ છે, આ સારવાર મેળવનારામાં જૂજ સંખ્યામાં નાના બાળકો પણ સામેલ છે. દર્દીની જરૂરિયાતને ધ્યાને રાખીને અલગ અલગ ડોઝ નક્કી થતાં હોય છે. આ સારવારમાં એકંદરે દર્દીને રાહત થાય છે, આમાં કોઈને આ ટેબલેટની લત લાગતી નથી, જરૂર લાગે ત્યારે અંડર કંટ્રોલ કરી શકાય છે. વર્ષ 2023ના અરસામાં 24,875 દર્દીઓને પેલિએટિવ કેરની સારવાર આપવામાં આવી હતી, જે પૈકી અંદાજે 25 ટકા જેટલા દર્દીને અફીણની ટેબલેટ આપવામાં આવી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ સિવિલ કેમ્પસની જીસીઆરઆઈ એટલે કે કેન્સર હોસ્પિટલમાં અસહ્ય દર્દથી પીડાતાં દર્દીઓને રાહત મળે તે માટે સારવારમાં અફીણની ગોળી આપવામાં આવે છે, છેલ્લાં પાંચ વર્ષમાં દર વર્ષે સરેરાશ સાડા ત્રણ લાખથી વધુ અફીણની ગોળીનો વપરાશ થયો છે,
છેલ્લા એક વર્ષમાં અંદાજે 6,200થી વધુ દર્દીઓને સારવારમાં અફીણની ટેબલેટ આપવામાં આવે છે, અફીણ ટેબલેટ જુદી જુદી માત્રામાં એટલે કે 10 મિ.ગ્રામથી 30 મિ.ગ્રામ મળે છે, જેની કિંમત રૂ.1.50થી રૂ.4.50 આસપાસ છે. સિવિલ મેડિસિટીની કેન્સર હોસ્પિટલમાં છેલ્લાં દસ વર્ષથી અફીણ ટેબલેટ મારફત અસહ્ય દર્દથી પીડાતાં દર્દીઓને રાહત આપવામાં આવી રહી છે. કેન્સર હોસ્પિટલના ડાયરેક્ટર ડો. શશાંક પંડયા અને ડો. પ્રીતિબહેન સંઘવીએ જણાવ્યું હતું કે, કેન્સરની સારવારમાં અફીણની ટેબલેટનો ઉપયોગ થાય છે, આ ઉપરાંત ફેફસાં, હૃદય રોગની સારવારમાં દર્દીને જ્યારે શ્વાસ લેવામાં તકલીફ પડે તે સંજોગોમાં રાહત મળે એ માટે મોર્ફિનની ગોળીના હળવા ડોઝ આપવામાં આવે છે, આ સારવાર માટે અન્ય હોસ્પિટલોમાંથી પણ દર્દીઓને કેન્સર હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવતાં હોય છે.
સહન ન કરી શકાય તેવો દુઃખાવો હોય, દવાઓ અસર ના કરે તેવી સ્થિતિમાં આ સારવાર કરવામાં આવે છે. કોરોનાકાળના વર્ષ 2021ના અરસામાં 4.11 લાખ જેટલી અફીણની ટેબલેટનો વપરાશ થયો હતો, એ પછી વર્ષ 2022માં 3.63 લાખ ટેબલેટ વપરાઈ છે, આ સારવાર મેળવનારામાં જૂજ સંખ્યામાં નાના બાળકો પણ સામેલ છે.
દર્દીની જરૂરિયાતને ધ્યાને રાખીને અલગ અલગ ડોઝ નક્કી થતાં હોય છે. આ સારવારમાં એકંદરે દર્દીને રાહત થાય છે, આમાં કોઈને આ ટેબલેટની લત લાગતી નથી, જરૂર લાગે ત્યારે અંડર કંટ્રોલ કરી શકાય છે. વર્ષ 2023ના અરસામાં 24,875 દર્દીઓને પેલિએટિવ કેરની સારવાર આપવામાં આવી હતી, જે પૈકી અંદાજે 25 ટકા જેટલા દર્દીને અફીણની ટેબલેટ આપવામાં આવી છે.