Ahmedabad: અમરાઈવાડીમાં કિન્નરોનો હોબાળો, જાનથી મારી નાખવાની આપી ધમકી
અમદાવાદ જેવા મોટા શહેરોમાં કિન્નરોનો આતંક વધી રહ્યો છે. અવાર-નવાર કિન્નરોની દાદાગીરીની ઘટનાઓ જોવા મળે છે. કિન્નરોની દાદાગીરીને રોકવી જાણે પોલીસ માટે પડકારરૂપ બની ગઇ હોય એવું લાગી રહ્યો છે. વાર તહેવારના ટાળે અથવા તો ઘરે સારો પ્રસંગ હોય તો કિન્નરોનું ટોળું પૈસા ઉઘરાવવા માટે પહોંચી જતું હોય છે અને આશીર્વાદ આપી બક્ષીશરૂપે પૈસા લેતા હોય છે. પરંતુ ઘણીવાર દાદાગીરીની ઘટનાઓ પણ સામે આવતી હોય છે, ત્યારે આવી જ એક ઘટના આજે અમદાવાદના ખોખરા વિસ્તારમાંથી સામે આવી છે. આ ચોંકવનારી ઘટના વિશે તમે જાણશો તો કિન્નરને જોઇને દૂર ભાગશો. અમદાવાદના ખોખરા વિસ્તારની આ ઘટના સમાજ માટે ચેવતણીરૂપ અને કિન્નર સમાજ માટે કલંકરૂપ ઘટના છે. પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલા રાધે બંગ્લોઝમાં પચાસથી વધુ કિન્નરોનું ટોળું બળજબરીપૂર્વક સોસાયટીમાં ઘૂસી આવ્યું હતું. સોસાયટીમાં ઘૂસીને પૈસાની ઉઘરાવવા બાબતે બળજબરીપૂર્વક કરવા લાગ્યા હતા. સોસાયટીના રહીશો દ્વારા ઇચ્છા અનુસાર આપેલી બક્ષીશનો અસ્વિકાર કરી વધુ રૂપિયાની માંગણી કરી હતી. જોકે સ્થાનિક રહીશો દ્વારા ના પાડવામાંથી બળજબરી કરી મારામારી પર ઉતરી આવ્યા છે. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઇ હતી.CCTVમાં સ્પષ્ટપણે કિન્નરોની દાદાગીરી જોવા મળી રહી છે. કિન્નરોની દાદાગીરી અને જાનથી મારી નાખવાની ધમકીથી સોસાયટીના રહીશોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ સમગ્ર મામલે સોસાયટીના રહીશોનું ટોળું ખોખરા પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાવવા માટે એકઠું થયું છે. સ્થાનિક રહીશોનું કહેવું છે કે, તહેવારોમાં બક્ષીશ આપીએ છીએ તેનો અર્થ એ નથી કે આ લોકો આપણી સાથે મનફાવે એવું ઉદ્ધતાઇભર્યું વર્તન અને દાદાગીરી કરે. આ વિસ્તારોમાં અનેકવાર કિન્નરોની દાદાગીરીના બનાવો બની ચૂક્યા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ જેવા મોટા શહેરોમાં કિન્નરોનો આતંક વધી રહ્યો છે. અવાર-નવાર કિન્નરોની દાદાગીરીની ઘટનાઓ જોવા મળે છે. કિન્નરોની દાદાગીરીને રોકવી જાણે પોલીસ માટે પડકારરૂપ બની ગઇ હોય એવું લાગી રહ્યો છે. વાર તહેવારના ટાળે અથવા તો ઘરે સારો પ્રસંગ હોય તો કિન્નરોનું ટોળું પૈસા ઉઘરાવવા માટે પહોંચી જતું હોય છે અને આશીર્વાદ આપી બક્ષીશરૂપે પૈસા લેતા હોય છે. પરંતુ ઘણીવાર દાદાગીરીની ઘટનાઓ પણ સામે આવતી હોય છે, ત્યારે આવી જ એક ઘટના આજે અમદાવાદના ખોખરા વિસ્તારમાંથી સામે આવી છે.
આ ચોંકવનારી ઘટના વિશે તમે જાણશો તો કિન્નરને જોઇને દૂર ભાગશો. અમદાવાદના ખોખરા વિસ્તારની આ ઘટના સમાજ માટે ચેવતણીરૂપ અને કિન્નર સમાજ માટે કલંકરૂપ ઘટના છે. પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલા રાધે બંગ્લોઝમાં પચાસથી વધુ કિન્નરોનું ટોળું બળજબરીપૂર્વક સોસાયટીમાં ઘૂસી આવ્યું હતું. સોસાયટીમાં ઘૂસીને પૈસાની ઉઘરાવવા બાબતે બળજબરીપૂર્વક કરવા લાગ્યા હતા. સોસાયટીના રહીશો દ્વારા ઇચ્છા અનુસાર આપેલી બક્ષીશનો અસ્વિકાર કરી વધુ રૂપિયાની માંગણી કરી હતી. જોકે સ્થાનિક રહીશો દ્વારા ના પાડવામાંથી બળજબરી કરી મારામારી પર ઉતરી આવ્યા છે. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઇ હતી.
CCTVમાં સ્પષ્ટપણે કિન્નરોની દાદાગીરી જોવા મળી રહી છે. કિન્નરોની દાદાગીરી અને જાનથી મારી નાખવાની ધમકીથી સોસાયટીના રહીશોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ સમગ્ર મામલે સોસાયટીના રહીશોનું ટોળું ખોખરા પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાવવા માટે એકઠું થયું છે.
સ્થાનિક રહીશોનું કહેવું છે કે, તહેવારોમાં બક્ષીશ આપીએ છીએ તેનો અર્થ એ નથી કે આ લોકો આપણી સાથે મનફાવે એવું ઉદ્ધતાઇભર્યું વર્તન અને દાદાગીરી કરે. આ વિસ્તારોમાં અનેકવાર કિન્નરોની દાદાગીરીના બનાવો બની ચૂક્યા છે.