Ahmedabad: અમદાવાદમાં ફટાકડાથી દાઝી જવાના કેસ વધ્યા, 12000 દર્દીઓએ સિવિલમાં સારવાર લીધી
રાજ્યમાં દિવાળીમાં ઈમરજન્સીના બનાવોમાં વધારો થયો છે. 31મી ઓક્ટોબરે 4889 ઈમરજન્સીના બનાવો નોંધાયા છે. સામાન્ય દિવસની સરખામણીએ 8.55%નો વધારો થયો છે. અમદાવાદમાં ફટાકડાથી દાઝી જવાના કેસ વધ્યા છે. સિવિલમાં એક સપ્તાહમાં દાઝી જવાના 44 કેસ નોંધાયા છે. જેમાં 44માંથી 13 દર્દીઓને દાખલ કરવાની ફરજ પડી છે.અમદાવાદમાં તહેવાર સમયે શહેરમાં આગ લાગવાની ઘટનાઓ યથાવત રહી છે. દિવાળીના તહેવારમાં અમદાવાદમાં આગની અનેક ઘટના બની હોવાનું સામે આવ્યું છે. દિવાળી અને નવા વર્ષ સહિતના દિવસોમાં આગની ઘટનાના ઘણા કૉલ્સ નોંધાયા છે. દિવાળી, પડતર દિવસે અને નવા વર્ષના દિવસે ફાયર વિભાગને આગના કેટલાય કૉલ્સ મળ્યા છે. 4 દિવસમાં 180થી વધારે આગની ઘટના બની હોવાની માહિતી સામે આવી છે. એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં દિવાળીના તહેવારોમાં દર્દીઓ વધુ નોંધાયા છે. 26 ઓક્ટોમ્બરથી લઇને ભાઈબીજ સુધી એક અઠવાડિયામાં 44 દર્દીઓ ઓપીડી સારવાર લીધી હતી. જેમાં ફટાકડાથી દાઝી ગયેલા, અકસ્માતના દર્દી હતા. 44 દર્દીઓમાંથી 13 દર્દીઓને દાખલ કરવાની ફરજ પડી છે. દાખલ કરાયેલા 13 દર્દીઓમાંથી 6 દર્દીઓને આંખની અસર થઈ છે. 12 દર્દીઓને પ્લાસ્ટિક સર્જરી વિભાગમાં દાખલ કર્યા છે.દિવાળી ટાણે હાથમાં બોમ્બ ફૂટ્યો, ફૂળજદીથી દાઝ્યા હોય કે પછી રોકેટ ફોડતા દાઝ્યા હોય તેવા દર્દીઓ સીવીલ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. 1 પણ વ્યકિતનું મોત નથી થયું કે સદ્દનસીબે કોઈ પણ દર્દી સિરિયસ કન્ડિશનમાં નથી. 7 વર્ષથી લઈને 25 વર્ષ સુધીના સૌથી વધુ દર્દીઓ આ દિવાળીના તહેવારોમાં દાઝ્યા છે. 7 દિવસમાં 12000 દર્દીઓએ સિવિલમાં સારવાર લીધી છે. 1600 દર્દીઓ તહેવાર ટાણે અસારવા સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજ્યમાં દિવાળીમાં ઈમરજન્સીના બનાવોમાં વધારો થયો છે. 31મી ઓક્ટોબરે 4889 ઈમરજન્સીના બનાવો નોંધાયા છે. સામાન્ય દિવસની સરખામણીએ 8.55%નો વધારો થયો છે. અમદાવાદમાં ફટાકડાથી દાઝી જવાના કેસ વધ્યા છે. સિવિલમાં એક સપ્તાહમાં દાઝી જવાના 44 કેસ નોંધાયા છે. જેમાં 44માંથી 13 દર્દીઓને દાખલ કરવાની ફરજ પડી છે.
અમદાવાદમાં તહેવાર સમયે શહેરમાં આગ લાગવાની ઘટનાઓ યથાવત રહી છે. દિવાળીના તહેવારમાં અમદાવાદમાં આગની અનેક ઘટના બની હોવાનું સામે આવ્યું છે. દિવાળી અને નવા વર્ષ સહિતના દિવસોમાં આગની ઘટનાના ઘણા કૉલ્સ નોંધાયા છે. દિવાળી, પડતર દિવસે અને નવા વર્ષના દિવસે ફાયર વિભાગને આગના કેટલાય કૉલ્સ મળ્યા છે. 4 દિવસમાં 180થી વધારે આગની ઘટના બની હોવાની માહિતી સામે આવી છે.
એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં દિવાળીના તહેવારોમાં દર્દીઓ વધુ નોંધાયા છે. 26 ઓક્ટોમ્બરથી લઇને ભાઈબીજ સુધી એક અઠવાડિયામાં 44 દર્દીઓ ઓપીડી સારવાર લીધી હતી. જેમાં ફટાકડાથી દાઝી ગયેલા, અકસ્માતના દર્દી હતા. 44 દર્દીઓમાંથી 13 દર્દીઓને દાખલ કરવાની ફરજ પડી છે. દાખલ કરાયેલા 13 દર્દીઓમાંથી 6 દર્દીઓને આંખની અસર થઈ છે. 12 દર્દીઓને પ્લાસ્ટિક સર્જરી વિભાગમાં દાખલ કર્યા છે.
દિવાળી ટાણે હાથમાં બોમ્બ ફૂટ્યો, ફૂળજદીથી દાઝ્યા હોય કે પછી રોકેટ ફોડતા દાઝ્યા હોય તેવા દર્દીઓ સીવીલ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. 1 પણ વ્યકિતનું મોત નથી થયું કે સદ્દનસીબે કોઈ પણ દર્દી સિરિયસ કન્ડિશનમાં નથી. 7 વર્ષથી લઈને 25 વર્ષ સુધીના સૌથી વધુ દર્દીઓ આ દિવાળીના તહેવારોમાં દાઝ્યા છે. 7 દિવસમાં 12000 દર્દીઓએ સિવિલમાં સારવાર લીધી છે. 1600 દર્દીઓ તહેવાર ટાણે અસારવા સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા છે.