Ahmedabad:સુભાષબ્રિજ RTOમાં હજુ અઢી મહિના પહેલાં જ બનાવેલો ટ્રેક તોડીને આઠ લાખના ખર્ચે નવો બનાવાશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુભાષબ્રિજ RTO કચેરીના નવા બિલ્ડિંગથી લઈ દરવાજા સુધીના વિવાદમાં હવે તો કમિશનર પણ થાકી ગયા છે. ત્યારે નવી RTOમાં અઢી મહિના પહેલાં બનાવેલો ટ્રેક તોડી હવે નવો બનાવવા 8 લાખનું આંધણ કરાઈ રહ્યું છે. હાલ વાહનવ્યવહાર વિભાગમાં દલા તરવાડી જેવો ઘાટ જોવા મળી રહ્યો છે. કોઇ રોકટોક ન હોવાથી વિભાગનો આર્કિટેક પોતાની રીતે ડિઝાઇનો બદલે છે અને R&B વિભાગ ટેન્ડરો બહાર પાડે છે. હાલનો કોન્ટ્રાક્ટર પણ કામ પૂર્ણ કરવા પ્રયાસ કરતો નથી.
સૂત્રોએ કહ્યું કે, નવી RTO કચેરીના બિલ્ડિંગની સાથે ત્રણ ટ્રેક બનાવાના છે. તમામ ટ્રેક AI ટેકનોલોજીથી સજ્જ રહેશે. જેના માટે મોડાસામાં AI ટેકનોલોજી બેઝ ટ્રેક તૈયાર થઈ ગયો છે. હવે વિવિધ RTOના ટ્રેક આવી જ સિસ્ટમથી બનાવવાના છે. હાલ ત્રણ ટ્રેકમાંથી એક ટ્રેક અઢી મહિના પહેલા તૈયાર થઈ ગયો હતો, પરંતુ વિભાગના આર્કિટેકે ડિઝાઇનમાં સુધારા-વધારા કરતા હવે ટ્રેક તોડીને નવો બનાવાઇ રહ્યો છે. R&B વિભાગે ટેન્ડર કરીને નવા કોન્ટ્રાક્ટરને આઠ લાખમાં કામ સોંપ્યું છે.
RTOના પૂર્વ ઉચ્ચ અધિકારીઓએ કહ્યું કે, સરકારી નાણાંનો બેફામ દુરુપયોગ થઈ રહ્યો છે. હાલ નવી RTOનું બિલ્ડિંગ તૈયાર થઈ ગયું હોવા છતાં RTOની ભાડાંની કચેરીનું મહિને 14 લાખ ભાડું ચૂકવાયું છે. છેલ્લા પાંચ વર્ષથી RTOનું ચાલતું કામ પૂરું જ થતું નથી. જેના લીધે અત્યાર સુધીમાં ભાડાં પાછળ 6 કરોડથી વધુ રકમ ખર્ચી કાઢી છે. હજી પણ RTOમાં નાના-મોટા સુધારા-વધારા તો ચાલુ જ છે. ગાંધીનગરથી સમયાંતરે OSD મુલાકાતે આવે છે અને ચા-પાણી કરી મોટી મોટી વાતો અને દાવા કરીને ધોયેલા મોંઢાની જેમ પરત ચાલ્યા જાય છે, પરંતુ કામ પૂરું કરવા ચોક્કસ સમય મર્યાદા અપાતા નથી. ભાડાંની રકમમાં પણ હવે શંકા સેવાઇ રહી છે.
What's Your Reaction?






