Ahmedabad:સરખેજની હરમની રેસિડન્સિમાં 29 લાખના ડ્રગ્સ સાથે પિતા-પુત્ર સહિત ચારની ધરપકડ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સરખેજમાં આવેલા અમવાઝ રેસિડન્સિ પાસે આવેલા હરમની એપાર્ટમેન્ટમાં શુક્રવારે પરોઢે બાતમી આધારે એસએમસીએ રેડ કરી 29 લાખના એમડી ડ્રગ્સ સાથે પિતા-પુત્ર સહિત ચાર આરોપીની ધરપકડ કરી છે. પોલીસે સ્થળ પરથી વૈભવી ગાડીઓ, પૈસા ગણવાનું મશીન, વજનકાંટો અને રોક્ડ રકમ મળી અંદાજીત 53 લાખથી પણ વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ કેસમાં અન્ય ત્રણ આરોપીના નામ ખુલતા તેઓને ફરાર બતાવવામાં આવ્યા છે. એસએમસીને મળેલી બાતમીના આધારે સરખેજના હરમીન એપાર્ટમેન્ટમાં શુક્રવારે પરોઢે રેડ કરી તપાસ કરતા રૂ.28,97,700ની મત્તાનો એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો.
ડ્રગ્સનું વેચાણ કરતા પરવેઝમીંયા ઈસ્માઈલમીંયા શેખ અને તેના પુત્ર મો.ઝૈધ પરવેઝમીંયાની ધરપકડ કરી હતી. ડ્રગ્સનો જથ્થો ખરીદવા માટે બે ગ્રાહકો મોહમંદ આલા અને તેજસ કરેલીયાની પણ સ્થળ પરથી ધરપકડ કરાઈ હતી. સ્થળ પરથી ડ્રગ્સ ઉપરાંત 35 હજારના ત્રણ મોબાઈલ ફોન, 23 લાખની મત્તાની બે કાર, પૈસા ગણાનું મશીન દસ હજારનું, ચાર વજનકાંટા રૂ.800ની મત્તાના મળી આવ્યા હતા. પોલીસ તપાસમાં ખુલેલી વિગત મુજબ આરોપી પરવેઝીમીંયા અગાઉ મોટર રિપેરિંગ ગેરેજ ચલાવતો પણ દેવું થઈ ગયું હતું. તેના પર અગાઉ એનડીપીએસનો કેસ થતા તે બે વર્ષ જેટલો સમય જેલમાં રહ્યો હતો. આરોપીઓ ડ્રગ્સનો જથ્થો પ્રતાપગઢના દેવલજી ગામના આઝમખાન અને અરબાઝખાન પાસેથી લાવી છુટકમાં વેચાણ કરતા હતા. વેજલપુરના સંકલીતનગરનો નોમાન ખાન પણ આરોપીઓ પાસેથી ડ્રગ્સનો જથ્થો લઈ જતો હોવાની વિગતો ખુલી હતી. જે આધારે આ ત્રણ આરોપીની પોલીસે શોધખોળ હાથ ધરી છે.
આરોપીને રૂપિયા ગણતા આવડતું ન હોવાથી કાઉન્ટિંગ મશીન રાખ્યું હતું
પોલીસના હાથે ઝડપાયેલા પરવેઝમીંયાએ જણાવ્યું હતું કે, પૈસા ગણતા આવડતા ના હોવાથી તે પૈસા ગણવાનું મશીન લાવ્યો હતો. આરોપી જેલમાંથી છૂટયા બાદ દેવું વધી ગયું હોવાથી તેમજ પુત્રની સગાઈ થઈ હોવાથી ખર્ચ કાઢવા માટે તેણે ફરી આ ધંધો શરૂ કર્યો હતો. આ ધંધામાં પરવેઝને તેનો પુત્ર મો.ઝૈદ પણ મદદ કરતો હતો. સ્ટેટ મોનિટરીંગ સેલે એનડીપીએસ એક્ટ મુજબ કાર્યવાહી કરી અન્ય ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

